આપણા દેશની આર્મી દેશની સેવામાં માટે ગમે લડવા માટે તૈયાર હોય છે. દેશની સેવામાં જતા લોકોમાં માતૃભૂમિ પ્રેમ અને દેશ ભક્તિ ખુબ જ જોવા મળતી હોય છે. તેવી દેશની રક્ષા કાજે ગમે ત્યારે શહીદ થવા તૈયાર હોય છે.
આ સમયે દેશની સેનામાં ગુજરાતના ઘણા યુવાનો પણ જોડાયેલા છે અને દેશની સેવામાં શહીદી વહોરી લેતા હોય છે. જેમાં આપણા ગુજરાતમાં અનેક યુવાનો સેવાનામાં શહીદ થયા હોય તેવા કિસ્સા છે. તેમના શહીદી બાદ આખું ગુજરાત તેમને શ્રદ્ધાંજલિ આપતું હોય છે.
જ્યારે આજે ગુજરાતના સુરેન્દ્રનગરના લીલા પુર ગામનો 24 વર્ષીય યુવાન શહીદ થયો છે. જેમને પોતાના વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ વિધિ કરવામાં આવી છે. આ શહિદ જવાનના બહેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. આ યુવાન શહીદ પોતાના વતનના લોકો હિબકે ચડ્યા હતા. આ સમયે શહીદ તુમ અમર રહો ના નારા સાથે અંતિમ વિધિ સંસ્કાર કરવામાં આવ્યા છે.
આ યુવાન ભારતીય સેનામાં નેવીમાં ફરજ બજાવતો હતો અને ચાર વર્ષ અગાઉ જ તે આ નોકરીમાં લાગ્યો હતો. આ યુવાનનનું નામ કુલદીપ થડોદા હતું અને નેવીની INS બ્રહ્મપુત્ર યુનિટમાં મુંબઈ ખાતે ફરજ બજાવતો હતો. આ સમયે તે પોરબંદરથી મુંબઈ તરફ 28 તારીખે શીપ જઈ રહ્યું હતું અને શીપના અંદર ડોરમાં કોઈ કારણ સર તેમનો પગ લપસી જતા અને એન્જીનના રડારના ચક્કરમાં પગ આવી જતા તેમને ઈજા થઇ હતી.
આથી તેમને તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા. આ યુવાન આવી રીતે શહીદ થવાના સમાચાર પોતાના વતનમાં ફેલાતા આખું ગામ હિબકે ચડ્યું હતું.તેમના પાર્થિવ દેહને ગામમાં લાવીને તેની વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી જેમ બહોળી સંખ્યામાં આજુબાજુનાં ગામના લોકો અને દેશ ભક્તો જોડાયા હતા. આ સમયે ઇન્ડિયન નેવીના લેફ્ટનન ગવર્નર પ્રતિક અરોડા દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને આ પછી તેમના બેન મેઘા બેન દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
આ પરિવાર તે તેમના માતાપિતાનો એક નો એક પુત્ર હતો અને સેનામાં જોડાયો હતો. તેમને ૨૦૧૭ માં નેવી જોઈન કર્યું હતું, રક્ષા બંધન નાં થોડા જ દિવસ પહેલા જ તેમની શહીદી તેમની બહેન સોધાર આંસુએ રડી પડ્યા હતા. આવા સમયે દરેક લોકોએ દેશ ભક્તને શ્રધાંજલિ આપી રહ્યા છે માત્ર સુરેન્દ્રનગર જ નહિ પરંતુ આંખુ ગુજરાત શ્રદ્ધાંજલિ આપીને વિદાય આપી રહ્યું છે. જય હિન્દ.