GujaratIndia

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી

આજે હવામાન વિભાગે કરેલી ગુજરાત માં વરસાદની આગાહી  વિશે તમને માહિતીગાર કરવાના છીએ . તથા કઈ તારીખથી કઈ તારીખ સુધી વરસાદ આવવાની ગુજરાત માં શક્યતાઓ છે તેના વિશે પણ અમે તમને બનતી માહિતી આપી દઈશું .

મિત્રો તમને ખબર છે કે ગુજરાતમાં ઘણા સમયથી વરસાદ આવ્યો નથી એવું લાગી રહ્યું છે કદાચ ચોમાસું ચાલ્યું તો નઈ ગયું હોય ને તેવું પણ અમુક લોકોને લાગી રહ્યું છે , તથા ગુજરાતના મોટા ભાગના ખેડૂત વરસાદ આધારિત છે . જો વરસાદ સમયસર ન આવે તો ખેડૂતોને બહુ નુકશાન થાય તેમ છે અને વરસાદ ન થવાના કારણે તેમનો પાક પણ નિષ્ફળ જવાની શક્યતાઓ રહેલી હોય છે . તો હવે  આપણે જાણીએ કે શું કહે છે હવામાન વિભાગ વરસાદ વિશે ?

મિત્રો હવામાન વિભાગનું વરસાદ વિશે એવું કહેવું છે કે હજી આખા ગુજરાત રાજ્ય માં વરસાદ એક અઠવાડિયા સુધી નહિ આવે તથા આવશે તો ક્યાંક ક્યાંક હળવા થી મધ્યમ પ્રકારના ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે . પરંતુ હવામાન વિભાગે એક સૌને ખુશી થાય તેવી પણ જાહેરાત કરી છે કે આગામી તારીખ ૧૯ મી ઓગસ્ટ બાદ વરસાદ ભારેથી અતિ ભારે થવાની ફૂલ શક્યતાઓ રહેલી છે . ૧૮ મી ઓગસ્ટ સુધીમાં લો પ્રેશર સક્રિય થાય તેમ છે માટે ગુજરાતમાં ૧૮ મી ઓગસ્ટ સુધી વરસાદ પડવાની બહુ ઓછી શક્યતાઓ રહેલી છે .

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે ચોમાસાની પૂર્વીય રેખા તેના નક્કી કરેલા માર્ગ પર છે જયારે ઉત્તર બાજુની રેખા દક્ષીણ તરફથી જોતા થોડી વધારે પ્રચરેલી લાગી રહી છે . જે ફરી વખત આગામી તારીખ ૧૫ મી ઓગસ્ટ ના રોજ તેને નક્કી કરેલા રૂટ ઉપર પાસી ફરી વખત આવતી રહેશે . આવી પરિસ્થિતિ ને કારણે આગામી તારીખ ૧૮ મી ઓગસ્ટ સુધી માં વરસાદ સાવ નહીવત એટલે કે હળવા ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે .

હવામાન વિભાગે સ્પષ્ટ કહી દીધું છે કે અત્યારે તો સાવ નબળી લો પ્રેશર સીસ્ટમ ચાલી રહી છે તથા પશ્ચિમી તટ પર પણ સમુદ્રમાં લો પ્રેશરના લીધે વરસાદ ની શક્યતાઓ સાવ ઓછી હોય છે . આ પ્રકિયા સતત આગામી તારીખ ૧૮ મી ઓગસ્ટ સુધી રહેવાની સંભાવના રહેલી છે અને તેના પરિણામે ગુજરાત ઉપર વરસાદ આવવાની સંભાવના બિલકુલ ઓછી છે .આવી સ્થિતિમાં સમગ્ર આકાશમાં વાદળા ઘેરાયેલા રહે છે . તથા અમુક જગ્યા ઉપર વાદળ છાયો તો અમુક જગ્યા ઉપર તડકો પણ આવી શકે છે . તથા અમુક જગ્યા ઉપર હળવો વરસાદ પણ થવાની શક્યતાઓ રહેલી છે .

આમ , અમે તમને આ આર્ટીકલમાં હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વિશે માહિતી આપી તથા કઈ તારીખ થી કઈ તારીખ સુધી લો પ્રેશર સર્જાશે તેના વિશે પણ માહિતગાર કાર્ય છે . ક્યાં કારણોસર આવી લો પ્રેશર સીસ્ટમ સક્રિય થતું હોય છે તેના વિશે પણ અમે તમને બનતી માહિતી આપવાની કોશિશ કરી છે . તથા ક્યારે ગુજરાત ઉપર અતિ ઘોઘમાર વરસાદ આવવાની પૂરી શક્યતાઓ રહેલી છે તેની પણ અમે બનતી સમજ આપવાની કોશિશ કરી છે .

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published.