આજના સમયે મોટા ભાગના લોકોનાં આસ્થાનું પ્રતિક એટલે મોગલ માં. મોગલ માતાનાં ધામો ગુજરાતમાં ઘણી જગ્યાએ આવેલા છે. જેમાં ભગુડા, ઓખાધરા, કબરાઉં વગેરે માના મુખ્ય ધામો છે. જ્યાં દિવસ દરમિયાન હજારો ભાવિક ભક્તો માતાના દર્શને આવતા જ હોય છે. માતાજી મુખ્ય તો ચારણ કુળના દેવી છે. પરંતુ મોગલ માતાને અઢારે વર્ણના લોકો પૂજે છે.
બધા જ ધર્મ કે જ્ઞાતિના લોકો મોગલ માં પર ખુબ જ શ્રદ્ધા રાખતા હોય છે. માતાજીના પરચા આજના સમયે હળાહળ કળયુગમાં પણ અપરમપાર છે. આ આર્ટીકલમાં અમે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા કબરાઉં ધામના મોગલ માંતાજીના પરચા અને તેના સ્થાનક વિશે જણાવી રહ્યા છીએ.
તમે ક્યાં મોગલ ધામના દર્શન કર્યા છે?
મોગલ ધામ ભાગુડા
મોગલ ધામ કબરાઉં
મોગલ ધામ ઓખાધરા
મોગલ ધામ ભીમરાળા
એકપણ ધામે નથી ગયા
મોગલ માતાના નામ પર ખોટા સોગંધ પણ ન ખાઈ શકાય, તેવી લોકોમાં માતાજીની શ્રધ્ધા અને કૃપા છે. કાબરાઉ ધામમાં મોગલમાની વર્ષોથી પૂજા કરતા ચારણ ઋષીઓ સામતભા ગઢવી માતાજીની સેવા પૂજા કરે છે. ત્યાં પૂજાતા મોગલ માતાજી મણીધર મોગલ વડવાળી મોગલ માં તરીકે આ સ્થાનક ઓળખાય છે.
મણીધર મોગલ માં વિશે જણાવતા આ બાપુ કહે છે કે પહેલા તમારા મઢમાં બેસેલી કુળદેવી માતાને માનો આ પછી મોગલ માને માનો. તેઓ એવું જણાવે છે કે કોઈ વ્યક્તિએ મોગલ માતાને દીવો કરવાની જરૂર નથી, તમે તમારી કુળદેવીનું પૂજન કરો તેમાં મોગલ માં રાજી છે. મોગલ માં એક દીવાની દીવેટે તમારા કાર્યો અટકેલા કાર્યો પૂરા કરે છે.
તેમના કહેવા પ્રમાણે તમેં પહેલા ઘરે જ માટીના દીવામાં માં કુળદેવીનો દીવો કરો અને પછી માં મોગલને યાદ કરો જેથી માતાજી ખુશ થશે. માં મોગલને શ્રદ્ધાથી તમે ધૂપ કરો તો માં ખુબ રાજી થશે. જેમાં તમારે ગુગળનાં ધૂપમાં ગાયનું ઘી નાખીને દરરોજ માતાજીને ધૂપ કરવું.
કાબરાઉ ધામે બેઠેલા મોગલ માતાજી બધા જ જ્ઞાતિ અને ધર્મના લોકોના દુખ દૂર કરે છે. જેમાં તમારા કુળમાં બેઠેલા માતાજીને યાદ કરીને પછી મોગલ માને યાદ કરો તો માં તમારા બધા જ કાર્યો પાર પડે છે. મોગલ માતા પર રાખેલી શ્રદ્ધા ક્યારેય એળે જતી નથી. બસ માતા પર સંપૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ. તમને મોગલ માં પર શ્રદ્ધા હશે તો માતાજી તમારી સાથે જ છે.
તેઓ જણાવે છે કે મોગલ માને દીવો નાં કરો તો પણ ચાલે, બસ માતાજી પ્રત્યે શ્રદ્ધા રાખો. માને ધૂપ ખુબ વ્હાલો છે. જેથી મોગલ માતાજીને ધૂપ કરવો જોઈએ. જેમાં તમારે કુળદેવી માતાને દીવો કર્યા બાદ માં મોગલનો ધૂપ કરવાથી માં ખુબ જ રાજી થથે.
આજે આ કાબરાઉ ધામમાં બધી જ જ્ઞાતિના લોકો દિવસ દરમિયાન આવતા હોય છે. પરંતુ કોઇપણ પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ વિશે ચારણ બાપુ જણાવે છે કે માં લેવા વાળી નથી, માં તો દેવા વાળી છે. અઢારે વર્ણના લોકો મોગલ માતાજીમાં શ્રદ્ધા રાખે છે, જેથી માએ ખાટકીને ધરે પણ દીકરા આપ્યા છે કારણ કે આ લોકો પોતાનું કર્મ કરે છે, જેને માં પાસે શ્રદ્ધા રાખી છે તેને માએ આપ્યું જ છે.
ચારણ ઋષિ સામત ભા પહેલા પોતે પણ માતાજીમાં માનતા નહોતા , પરંતુ તેમને માતાજીના સ્વરૂપમાં દર્શન થયા હતા, અને તેને માતાજીએ અઢારે વર્ણના દુખ સાંભળવાનું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ આજે માતાજીના ચરણે આવતા બધા જ લોકોના દુખ સાંભળે છે અને દુખ દૂર થાય તેવા આશિષ આપે છે. જેમને મળેલા માતાજીના સ્વરૂપનો ફોટો તેમને ત્યાં પોતાની બેઠકની ઉપર રાખવામાં આવેલો છે. આજે ઘણા લોકો અહીંયા માતાજીના ધામે આવતા હોય છે જે બધા જ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા હોય છે. કાબરાઉ ધામના આજના સમયે સોશિયલ મીડિયા યુટ્યુબ, ફેસબુક વગેરેમાં ખુબ જ વિડીયો વાયરલ થઇ રહ્યા છે. લાખો લોકો દિવસ દરમિયાન માતાજીના વિડીયો જોવે છે.
આમ, આ મોગલ માં આજે હજારો લોકોની સમસ્યાનું સમાધાન કરે છે. જેથી પોતાના કાર્ય પૂર્ણ થતા લોકો આ માતાજીના ચરણે જરૂર આવે છે. ખરેખર માતાજીના પરચા અદ્ભુત છે. અમે આશા રાખીએ કે કાબરાઉ ધામની મોગલ માનાં સ્થાનક વિશેની આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થશે.