GujaratIndiaTech

હવે તમે પણ જાતે આધાર કાર્ડ અપડેટ કરી શકશો, જાણી લ્યો આ નવી પ્રોસેસ

આધાર કાર્ડની જરૂરીયાત બધી જ જગ્યાએ રહે છે. આધાર કાર્ડ મહત્વપૂર્ણ દસ્તાવેજોમાનું એક દસ્તાવેજ છે. જે હાલમાં એક મુખ્ય ઓળખ કાર્ડ બની ગયું છે. જો તમારે સરકારી કામ કાજ હોય, સરકારી યોજનાનો લાભ લેવો હોય, તો તમારી પાસે આધાર કાર્ડ જરૂરી બની જાય છે.

સીમ કાર્ડ, પરીક્ષાઓમાં, મતદાન કરતી વખતે, બેંકોના કામ કાજ માટે, શાળામાં કોઈ કામકાજ માટે, આમ બધી જ જગ્યાએ આધાર કાર્ડની જરૂરીયાત રહે છે. આ બધા જ કામોકાજો માટે આધાર કાર્ડ મુખ્ય બની ગયું છે.

હાલમાં આધાર કાર્ડની જરૂરીયાત માટે તેની વિગતો બરાબર હોવીં જરૂરી છે. હાલમાં મોટાભાગના લોકો પાસે આધાર કાર્ડ હોય છે. પરંતું જેમાં મોબાઈલ નંબર, સરનામુ જેવી વિગતો કાયમી રાખવાની હોય છે. તે તમારું ઓળખ કાર્ડ છે. જેથી તેની માહિતી સાચી હોવી જરૂરી છે.

પરંતુ ઘણા લોકો  પોતાનો મોબાઈલ નંબર પોતાની અનુકુળતા મુજબ બદલી નાખે છે. સાથે ઘણા લોકો બીજા સ્થળે પોતાનો વસવાટ પણ કરતા હોય છે. જેમાં તમે જે પાંચ વર્ષે જે સરનામે રહેતા હોય તે સરનામું આધાર કાર્ડમાં આપવામાં આવેલું હોય છે. પરંતુ જયારે તમે કોઈ નવી મિલકત કે જમીન મકાન ખરીદો ત્યારે તમારું સરનામું બદલી જાય છે.

આવી સ્થિતિમાં તમારે આધાર કાર્ડને અપડેટ કરાવવું જરૂરી છે. ઘણી વખત આવા સરનામાંમાં ફેરફાર થવાથી ક્યારેક આવી સરકારી યોજનાનો લાભ ન મળે તેવું પણ બની શકે છે. જેથી તમારે આ માહિતી સુધારવી જરૂરી છે.

આધાર પર આ રીતે જાણકારી બદલવી સરળ છે. આ માટે તમે ઘરે બેસીને આ સુધારો ઓનલાઈન કરી શકો છો. આ માટે તમારે ફક્ત મોબાઈલ અને કોમ્પ્યુટરની જરૂર પડશે. જેનાથી તમે ઓનલાઈન સુધારા કરી શકો છો.

પરંતુ અમુક સુધારા કરવા થોડા મુશ્કેલ છે. જે તમે ઘરે કરી શકતા નથી. આ માટે તમારે આધાર સેન્ટર પર જવાની જરૂર પડે છે. આ માટે આધાર ઓથોરીટી દ્વારા અમુક નિયમો બનાવવામાં આવ્યા છે.  જેને લઈને તમારે એ જાણવું જરૂરી છે કે આ ફેરફારો કેવી રીતે કરી શકાય.

UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઘણી સુવિધાઓ આપી હતી. જેમાં આધાર કાર્ડ પહેલા કોઇપણ પ્રૂફ વગર પણ અમુક ફેરફારો થઇ શકતા હતા. જેથી આ રીતે લોકો આધાર કાર્ડમાં નામમા પણ ફેરફાર કરી શકતાં હતા. જેથી દરેક લોકો આ રીતે સુધારો કરી શકતા હતા. જો કે હવે આ સુવિધામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અને આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે.

હવે પ્રૂફ વગર આધાર કાર્ડમાં વ્યક્તિ ફેરફાર નહિ કરી શકે. આ બાબતની જાહેરાર આધારકાર્ડ ઓથોરીટી દ્વારા પોતાના ટ્વીટર પર આપવામાં આવી છે. આધાર કાર્ડ એજન્સી દ્વારા આ માટે જરૂરી હોય તેવા 32 જેટલા દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો છે. જે આધાર કાર્ડમાં સુધારો કરવામાં ઉપયોગી થઇ શકે છે. જેથી વ્યક્તીને નામમાં ફેરફાર કરવાનો હશે તો એડ્રેસ આપ્યા વગર નામમાં ફેરફાર નહિ કરી શકાય.

હાલમાં કરવામાં આવેલી જાહેરાત અનુસાર આધાર કાર્ડમાં સુધારા માટે આધાર કાર્ડની વેબસાઈટ જઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. આ માટે સૌપ્રથમ તમારે આ આધાર કાર્ડ યુનિક આઈડેન્ટીફીકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાની ઓફિસિયલ વેબસાઈટ https://uidai.gov.in/ ખોલવી. તેમાં આપેલા ઓપ્શન Proceed to Update Aadhar પર ક્લિક કરો. અહી પર તમારા આધાર સંબંધિત જાણકારી ઉમેરો. આ પછી તેમાં આપવામાં આવેલા કેપ્શાની મદદથી આધાર કાર્ડને ડીટેલ વેરીફાઈ કરો.

આ પછી તમારા આધાર કાર્ડની ડીટેલ અને તમારું નવું સરનામું નાખો. આ રીતે તમે આધાર કાર્ડમાં સુધારો કરી શકશો. જેમાં તમે તમારું એડ્રેસ પ્રૂફ અપલોડ કરી શકો છો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *