GujaratTech

આ ચાર ભૂલના કારણે તમારા ઘરનું લાઈટબીલ આવે છે વધારે

અમુક ગામડા તમજ ઝૂપડપટ્ટીને બાદ કરતા કોઈ એવું ઘર નહી હોય કે તે લાઈટ ન વાપરતું હોય. સરકાર દ્વારા વધુને વધુ વીજળી પહોચાડવાનો હંમેશા પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા ગામડાના કે  છેવાડાના વિસ્તારો સુધી લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે.

જયારે આપણે અમુક કારણો વગર પણ લાઈટ બાળીને છીએ કે જેની કોઈ જ જરૂર ના હોય. આ લાઈટની સીધી જ અસર લાઈટબીલ પર પડે છે. જયારે લાઈટબીલ આવે ત્યારે ખબર પડે કે આટલું બધું લાઈટ બીલ આવ્યું.

નિયમ પ્રમાણે દર બે મહીને લાઈટ બીલ આવતું હોય છે. અમુક સમયે લાઈટ વધારે કેવી રીતે વપરાય છે, તે આપણે જાણતા જ નથી. જે માટે આપણી ભૂલો જવાબદાર છે. અનેક વાર નાની મોટી વાતો પર ધ્યાન ન આપવામાં આવે તો લાઈટ બીલ વધી જાય છે. આ માટે તમારે લાઈટ વાપરવાની આદતમાં સુધારો કરવાની જરૂર છે.

અમે જણાવી રહ્યા છીએ કે લાઈટ બીલ કેવી રીતે ઓછુ લાવી શકાય. તમે જે લાઈટથી અમુક વસ્તુઓ વાપરો છો તે વાપરવામાં કાળજી રાખવી. જેમકે તમારે ઘરે કોમ્પ્યૂટર વાપરતા હોય તો તેને તમે જયારે ફ્રેજ કે કોઈ કાર્ય વગર આરામ લો ત્યારે તમારે તેને સ્લીપ મોડ માં મુકવું જોઈએ. જયારે તમે લેપટોપ વાપરી રહ્યા છો તો તમારે તેના મોનીટરથી ઓફ કરી લેવું કે શટ ડાઉન કર્યા બાદ ન કોઈ કાર્ય કરવું જોઈએ.

જયારે ઘણા લોકો અમુક વસ્તુઓ વાપર્યા બાદ તેની સ્વીચ ઓન રાખતા હોય છે. જેમાં ઘણા લોકોને તો લાઇટ, પંખા, ગીઝર, મિક્સર, ચીમની, ઇલેક્ટ્રિક ગેસ, ઇન્ડકશન, કુકર, એસી જેવી ચીજ વસ્તુઓને ચાલુ રાખવાની આદત હોય છે. આ વસ્તું ચાલુ રહેવાથી તેમાં સતત પાવર વપરાતો હોય છે.

જયારે ગામડામાં અમુક લોકોને તો કયો બલ્બ વધારે પાવર વાપરે છે તેના વિશે જાણકારી હોતી નથી, જેના લીધે તેઓ બીલ વધારે આવે છે. જેમાં હાઈ વોલ્ટેજના બલ્બ વાપરવામાં આવે છે જે પ્રકાશ પીળાશ પડતો પાડે છે પરંતુ પાવર વધારે વાપરે છે, જે લોકો જાણતા નથી.

બની શકે તો આવા બલ્બનો ઉપયોગ ટાળવો જોઈએ અને એલઈડી  બલ્બનો ઉપયોગ કરવો જોઈએ.જેથી આ બલ્બ ઓછો  પાવર વાપરે છે. ઘણા લોકોને ફ્રીજ સતત ચાલુ રાખવું પડતું હોય છે, જયારે આ સમય કરતા વધારે વસ્તુ ઠંડી થઇ જાય ત્યારે થોડા સમય સુધી ફ્રિકને બંધ રાખીને લાઈટ બીલમાં ઘટાડો કરી શકાય છે. આ તેમજ ફ્રિજ વધારે વીજળી વાપરી રહ્યું હોય તો તેને ડીફ્રોસ્ટ કરતા રહેવું જોઈએ.

ટીવીને લીધે પણ બીલ વધારે આવે છે. ઘણા લોકોને રાત્રે ટીવી જોતા જોતા જ સુઈ જવાની આદત હોય છે, જેના લીધે તે સુઈ જાય છે ત્યારે ટીવી અમસ્તું ચાલુ રહે છે, જે આખી રાત્રિનું બીલ વધારાનું આવે છે. આ માટે અમુક ટીવીમાં હવે સસુવિધા પણ આવે છે કે જેને ટાઈમર તરીકે ઓળખવામાં આવે છે, જેના ઉપયોગ કરવાથી ટીવીના  ટાઈમ સેટ કરી શકાય છે કે જેનાથી ટીવી આપોઆપ બંધ થઇ જાય છે.

ઘણા લોકોને વ્યસ્ત જીવનનાં કારણે ઉતાવળમાં જીવન ગુઝારતા હોય છે. આવા લોકોને સતત બહાર જવાનું હોય કે તો તેવો પોતાના કપડા ભીના હોય છે ત્યારે તેવો ઈસ્ત્રીનો ઉપયોગ કરીને આ કપડાને સુકવવાનો પ્રયાસ કરે છે, કે જેના લીધે વધારે યુનિટ વપરાય છે.બની શકે તો આ રીતે કપડા ભીના ન સૂકવવા જોઈએ.

આ રીતે કાળજી રાખવાથી લાઈટ બીલમાં ઘટાડો કરી શકાય છે. જો તમે જયારે કોઈ વધારે પડતો પંખો કે લાઈટ વાપરો છો ત્યો તેને પણ બંધ કરી દેવા જોઈએ જેથી લાઈટ બીલ ઓછુ આવે. અમે આશા રાખીએ કે આ માહિતી તમને ઉપયોગી થશે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *