હાલમાં સરકાર દ્વારા દરેક જગ્યાએ આધાર કાર્ડ જોડવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. જેમાં તમારા બેંક ખાતા સાથે, રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે. જેમાં હાલમાં જ જેમાં પાન સાથે આધાર કાર્ડ જોડવું પણ ફરજીયાત કરવામાં આવ્યું છે.
જો સરકાર આપવામાં આવેલી સમયમર્યાદામાં આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહિ કરવામાં આવે તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય પણ થઇ જશે. માટે વહેલાસર દરેક લોકોએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરી દેવું. પાન કાર્ડ બાબતએ સરકાર દ્વારા ખુબ જ કડકાઈ પૂર્વક આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે.
હાલમાં કરેલી જાહેરાત અનુસાર 30 સપ્ટેમ્બર 2021 પહેલા પાન કાર્ડ આધારકાર્ડ સાથે લીક કરી દેવું જરૂરી છે. નહિતર નિષ્ક્રિય પણ થઈ જશે. આ પહેલા આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન હતી તે વધારી દેવામાં આવી છે.
ઘણા લોકોએ આ બાબત વિશે માહિતી હોતી નથી, જેને લઈને તે લોકોએ હજુ સુધી લિંક નહોતું કર્યું, જેથી સરકાર દ્વારા તારીખ લંબાવી દેવામાં આવી છે. તમે પણ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો જલ્દી લિંક કરી દેજો.
પરંતુ આ બાબતમાં પણ સરકાર દ્વારા આધાર કાર્ડ સાથે જોઈન્ટ કરવામાં છૂટછાટ આપવામાં આવી છે. આવા લોકો જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહિ કરે તો તેમને કોઈ જ નુકશાન નહિ થાય અને પાન કાર્ડ નિષ્ક્રિય પણ નહિ થાય. આ લોકો જો આધાર સાથે લીંક નહિ કરે તો પણ તેમના પર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહિ આવે.
આ માટે સરકારી બેક એસબીઆઈ દ્વારા નોટીફીકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં બેન્કે જણાવ્યું છે કે દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, આસામ અને મેઘાલયમાં વસતા લોકોને આ બાબતમાં છૂટછાટ આપવામાં આવી છે. આવા લોકોને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લીંક કરવું જરૂરી નહિ બને.
આ સિવાય જે લોકો જે લોકો ઘણા સમયથી ભારતમાં વસવાટ કરી રહ્યા છે. જે લોકો બીજા દેશના રહેવાશી છે તેવા લોકોને પણ આ આ બાબતમાં છૂટછાટ આપવામાં આવે છે. જે લોકો 1961ના ઇન્કમ ટેક્સ એક્ટ મુજબ નોન રેસીડેન્સ છે તેને આ બાબતે આવા લોકોને છૂટ છે.
આ સિવાય જે લોકો વૃદ્ધ છે, જેમની ઉમર 80 વર્ષથી વધારે હોય તેવા લોકોને પણ આ બાબતે છૂટછાટ આપવામાં આવી છે. જે લોકોની ઉમર 80 વર્ષ કરતા વધારે છે તેવા લોકોએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જોડવું જરૂરી નથી.
આમ, આ લોકો સિવાય બાકીના બધા જ લોકોએ આધાર કાર્ડ સાથે પાન કાર્ડ જોડવું જરૂરી છે. જેમાં જજે લોકોએ 31 સપ્ટેમ્બર પહેલા લિંક નહિ કર્યું હોય તેવા લોકોનું પણ કાર્ડ ડીએક્ટીવ થઇ જશે. માટે જો તમારે લિંક કરવાનું બાકી હોય તો ફટાફટ લીંક કરી દેશો. જેથી કરીને તમારું પાન કાર્ડ કાર્યરત રહે.