પાન કાર્ડ એક એવો દસ્તાવેજ છે કે જે નાણાકીય વ્યવહારમાં તેની જરૂર પડે છે. આ પાન કાર્ડ આવક વેરા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ દસ્તાવેજ છે. જયારે તારે બેન્કિંગ વ્યવહાર કરવાના થાય ત્યારે પણ પાન કાર્ડની જરૂર પડતી હોય છે. EPFના પૈસા જમા કરાવવા હોય, ત્યાંર પાન કાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે.
પાન કાર્ડની જરૂર ઘણી જગ્યાએ પડે છે, આપણે ઘણી જગ્યાએ પાન કાર્ડનો નંબર કે તેની ઝેરોક્ષ કોપી આપવી પડતી હોય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો એવા પણ હોય છે કે કે તમારા પાન કાર્ડનો દુરુપયોગ પણ કરી શકે છે. આ માટે તમારે જાણી લેવું જોઈએ કે પાન કાર્ડનો દુરુપયોગ તો નથી થઇ રહ્યો ને !
પાન કાર્ડ એક ખુબ જ ખાનગી માહિતી ધરાવે છે કે જે તમારી પર્સનલ ડીટેલ છે, જેને સુરક્ષિત રાખવી જોઈએ. ઇન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ બાબતે સંબંધિત વિગતો આ પાન કાર્ડ સાથે જોડાયેલી હોય છે. પાન કાર્ડ વિશે જાગૃત અને સભાન રહેવું જરૂરી ચ. લોન અને ક્રેડીટની બાબત સિવાય ઘણા બધા કામોમાં પાન કાર્ડનો ઉપયોગ થઇ રહ્યો છે.
ઘણી જગ્યાએ હોટેલ બુક કરાવવા માટે તેમજ ટીકીટ લેવા માટે લોકો પાન કાર્ડનો ઉપયોગ કરે છે. ઘણા લોકો સીમકાર્ડ લેવા આમતે પણ PAN પણ આપવામાં આવે છે. પરંતુ આ રીતે દરેક જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ કરવાથીતેનો દુરુપયોગ થઈ શકે છે તે પણ જાણી લેવું જોઈએ.
આ પાન કાર્ડ બાબતે PAN કાર્ડનો દુરુપયોગ થઇ શકે છે. અલગ અલગ રીતે લોકો પાન કાર્ડનો દુરુપયોગ કરી શકે છે. છેતરપીંડી કરનાર કોઈ વ્યક્તિના હાથમાં તમારું પાન કાર્ડ આવી ગયું હોય તો તે તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
PAN કાર્ડનો ઉપયોગ કરીને આવા લોકો દ્બારા ઘણા બધા કૌભાંડો કરવામાં આવ્યા છે. જેમાં નાની રકમ કમાનાર વ્યક્તિને PAN કાર્ડ પણ મોટી લોન આપવામાં આવી દેવામાં આવે છે. પાનનો ઉપયોગ કરીને લોનને ગેરંટર બનાવવામાં આવી છે. તેની જાણ વગર ગેરેંટર બનાવવું એક ગુનો છે. બે લાખ રૂપિયાથી વધારેના ટ્રાન્જેક્શન પર પાન કાર્ડ આપવું જરૂરી છે, આવા સમયે ઘણા લોકો પોતાની ઓળખ છુપાવવા માટે આ રીતે પણ પાન કાર્ડનો ઉપયોગ કરી શકે છે. જેમાં તમારું પાન કાર્ડ ઉપયોગમાં લેવામાં આવ્યું હશે તો તેનો ટેક્સ તમારે ભરવો પડી શકે છે.
તમારા પાનના આધાર પર ઇન્કમ ટેક્સ પોર્ટલ પર તમારું એકાઉન્ટ ન હોય આવા ફ્રોડ કરનાર વ્યક્તિ તમારું પાન પર એકાઉન્ટ બનાવી શકે છે. જો કોઈ વ્યક્તિએ તમારા પાન પર હાઈ વેલ્યુ ટ્રાન્જેક્શ કર્યું હશે તો તેની ડીટેલ 26ASમાં જોવા મળશે. આ રીતે તમારા પાનનો ઉપયોગ જાણવા માટે 26AS ડાઉનલોડ કરવું જોઈએ.આ ઈન્કમ ટેક્સના પોર્ટલથી ડાઉનલોડ કર્યા પછી જાણી શકાય છે, તેને TRACESના પરથી પણ લઇ શકાય છે. જેનાથી ટ્રાન્જેક્શનને ચેક કરી શકાય છે.
હવે આવી રીતે તમારા પાન કાર્ડનો દુરુપયોગ થવાથી બચવા માટે તમારે કાળજી રાખવી જોઈએ. ગમે તે જગ્યાએ તમારે પાન કાર્ડ આપવું ન જોઈએ. જ્યાં ખાસ જરૂર હોય ત્યાં જ પાન કાર્ડ આપો, બાકીની જગ્યાએ તમારા બીજા ઓળખ પત્રોનો ઉપયોગ કરો. જયારે પાન કાર્ડ આપવાની જરૂર પડે ત્યારે તેના પર તમારી સહી કરી લો, તારીખ લખો અને જે કામ માટે ઉપયોગ કરવાનો હોય તે પણ લખો. આ સિવાય આવક વેરા વિભાગના પોર્ટલ પણ તમારું એકાઉન્ટ બનાવી લો જેથી અન્ય કોઈ તમારા પાન કાર્ડનો દુરુપયોગ ન કરી શકે.