આઝાદી બાદ કશ્મીર ભારતનો ભાગ બન્યું હતું. જેમાં જવાહરલાલ નહેરુ દ્વારા આ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડાણ સમયે સંધિ અનુસાર વિશેષ રાજયનો દરજજો આપવામાં આવ્યો હતો. જેમાં જમ્મુ કાશ્મીરને ભારતનો એક ભાગ ગણવામાં આવ્યું હતું પણ તેના રાજ્યને વિશેષ સુવિધાઓ આપવામાં આવી હતી.
આ સુવિધાઓમાં એક સુવિધા હતી કે કાશ્મીરમાં અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ જમીન ખરીદી શકશે નહિ. જેથી અન્ય રરાજ્યના રહેવાસી કોઈ કશ્મીરમાં કોઈપણ જમીન કે મિલકત ખરીદી શકતા નહોતા. પરંતુ મોદી સરકાર દ્વારા વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 હટાવી દઈને વિશેષ રાજ્યનાં દરજ્જામાંથી કાશ્મીરને ભારતમાં સપૂર્ણ રીતે અન્ય રાજ્યોની જેમ બનાવી દેવામાં આવ્યું હતું.
આ રીતે ભારત બંધારણની કલમ 370 નાબૂદ થતા જ અન્ય રાજ્યના નાગરીકો માટે જમ્મુ કાશ્મીરમાં જમીન મિલકત ખરીદવી શક્ય બની છે. આ બાબતે હાલમાં જ દેશની સંસદમાં ચર્ચા કરવામાં આવી હતી કે 370 હટયા બાદ રાજ્યની બહારન કેતા વ્યક્તિઓ દ્વારા કાશ્મીરમાં જમીન ખરીદવામાં આવી છે. જેના જવાબમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓ દ્વારા કાશ્મીરમાં અન્ય રાજ્યના નાગરિકો દ્વારા જમીન ખરીદવામાં આવી છે.
આ સવાલનો જવાદ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આપવામાં આવ્યો હતો. તમને વધુમાં જણાવ્યું હતું કે હવે કોઈ વ્યક્તિને કે સરકારને જમ્મુ કાશ્મીરમાં જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી પડી રહી નથી. 370 હટયા બાદ બધા લોકો દ્વારા આ જમીન ખરીદવી સરળ બની ગઈ છે.
આ જે દેશમાંથી કોઈ વ્યક્તિ જમીન ખરીદી શકે છે. હાલમાં જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યમાંથી કેન્દ્રસાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. આ સિવાય અત્યારે જમ્મુ કાશ્મીરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યમાં નવી શૂટિંગ પોલીસી પણ લાગુ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં અનેક સ્કીમો પણ બનાવવામાં આવી છે. અત્યારે કલમ 370 હટયા બાદ બે વર્ષ પૂરા થયા છે. આ અત્યારે અનેક રીતે સરકાર હવે આ જમ્મુ કાશ્મીરમાં વિધાન સભા ચુટણી કરવાના પ્રયાસ મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ બાબતે મોદીજી દ્વારા જમ્મુ કાશ્મીરના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી.
હાલમાં દિન કાશ્મીરમાં અનેક રીતે સ્થિતિ પહેલા કરતા સુધરતી જણાય છે. દેશમા પથ્થર બાજીની ઘટનાઓ પણ હવે જમ્મુ કાશ્મીરમાં ઓછી જોવા મળે છે. આ પહેલા લોકો જમ્મુ કાશ્મીરમાં સેના પર પથ્થર મારો કરતા હોય તેવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે.
હવે બધા જ લોકો કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, જેમાં અત્યાર સુધીમાં બે વ્યક્તિ ઓ દ્વારા બે વર્ષમાં જમીન ખરીદવામાં આવી છે. જો કે લોકોને આ રાજ્યની સ્થિતિ બરાબર ઠીક થાય, ત્યાં વિધાન સભા કાર્ય રત થાય પછી ત્યા જમીન ખરીદનાર અને ઉદ્યોગો સ્થાપવામાં લોકો જોડાશે. હાલમાં સરકારે બે વ્યક્તિઓ દ્વારા જમીન ખરીદી હોવાની માહિતી આપવામાં આવી છે.