HealthLifestyle

મધ અને ઘી સાથે ખાવાના ફાયદા જાણી ને તમે ચોકી જશો

આપણા આયુર્વેદમાં ઘીનુ ખુબ જ મહત્વનું છે. તેવી જ રીતે મધનું પણ ઘી જેટલું જ મહત્વ છે. આયુર્વેદમાં આ બંનેને ઉત્તમ ઔષધિઓ માનવામાં આવે છે. તમે કદાચ વિચારતા હશો કે મધ અને ઘી સાથે કેવીરીતે ખાવું. એતો ઝેર બને છે. આપણા આયુર્વેદમાં આ ઘી અને મધનો પ્રયોગ અદભૂત રીતે બતાવ્યો છે. જો ઘી અને મધને સાથે ખાઈને અનેક ફાયદાઓ મેળવી શકાય છે.

પરંતુ તેના માટે તેની માત્રા અને તે ક્યારેઅને કેવી રીતે લેવું તેના વિશે પૂરતી માહિતી હોવી જરૂરી છે. આ લેખમાં આયુર્વેદના સિધાંત પર જ અમે ઘી અને મધના પ્રયોગ વિશે જણાવી રહ્યા છીએ જે તમારા મનમાં રહેલી મધ અને ઘી સાથમાં ન લેવાની માન્યતાને તોડી નાખશે. ઘણા લોકોમાં અધૂરા જ્ઞાનને લીધે તેઓ મધ અને ઘી સાથે લેવાની ચોખ્ખી મનાઈ કરી દેતા હોય છે. પરંતુ આ આર્ટીકલમાં અમે આ પ્રયોગના અદ્ભુત ફાયદાઓ જણાવી રહ્યા છીએ.

તમે મધ અને ઘી સાથે ખાઈ શકો છો અને એના ખુબ જ સારા ફાયદાઓ પણ છે. પરંતુ તે ખાવાના થોડા નિયમો છે એ તમારે અનુસરવા જરૂરી છે. મધ અને ઘી બંને ખુબ જ કમાલની દવા છે. મધ કફની બીમારીઓમાં બેસ્ટ છે. જે પિત્તની બીમારીઓમાં પણ ઉપયોગી છે. ઘી પિત્તની બીમારીમાં શ્રેષ્ઠ ઉપાય છે. ઘી પિત્ત અને વાત્તની બીમારીઓમાં ખુબ જ સારું પરિણામ આપે છે.

ઘી કફ વાળી દવા અને ઘી પિત્ત વાળી દવા. આ બંને ને સાથે ખાવામાં કોઈ તકલીફ નથી. ઘણા લોકો કહે છે કે સાથે ન ખાવું જોઈએ ઝેર બની જાય છે. વ્યક્તિ મરી જાય છે તેવી અફવાઓ ફેલાવે છે.

આ એક સિધ્ધાંત પર આધારીત છે. તમે આયુર્વેદમાં વાંચશો વિરુદ્ધ આહાર નામનો એક કોસેપ્ટ છે. વિરુદ્ધ આહારમાં અઢાર અલગ અલગ પ્રકારના વિરુદ્ધ આહાર બતાવવામાં આવ્યા છે. ઘણા લોકોને એમ હોય છે કે બસ એક જ પ્રકારનો વિરુદ્ધ આહાર છે.

અલગ અલગ સ્થિતિમાં અલગ અલગ ચીજો તમારા માટે વિરુદ્ધ આહાર હોય શકે છે. આવી રીતે અઢાર અલગ અલગ પ્રકારના વિરુદ્ધ આહાર આપવામાં આવ્યા છે. વિરુદ્ધ આહાર એટલે કે એવી ચીજો કે તમે તેને સાથે ખાવ છો તો તે ખાઈને તમારા શરીરમાં વાત, પિત્ત અને કફના દોષોને વધારી દે છે પરંતુ તેને શરીરની બહાર જવા દેતી નથી. જેને વધારી દે છે અને તેને ખરાબ કરી નાખે છે.

વાત, પિત્ત અને કફ ક્યારેય પણ તમારા શરીરમાં અસંતુલિત થાય છે. જેનાથી શરીરમાં બીમારીઓ લાગે છે. જેનાથી તમારા શરીરમાં ચામડીના રોગ થાય છે. વાળ ખરવા લાગે છે. આંખના, કાનના, નાકના વગેરે રોગો લાગે છે. ધાતુ સંબંધિત બીમારીઓ, પેટની બીમારીઓ વગેરે તકલીફ થાય છે. આવી ઘણી બધી બીમારીઓ થાય છે. આ માટે આયુર્વેદમાં વિરોધો ચીજો ખાવાની મનાઈ કરવામાં આવી છે.

આ વસ્તુઓમાં ઘી અને મધ આવે છે તે માત્રા વિરુદ્ધ આહારમાં આવે છે. આમાં બનાવવાની પદ્ધતિ, દેશ વિરુદ્ધ, કાળ વિરુદ્ધ જેવી 18 પ્રકારની કેટેગરીમાં મધનો આ માત્રા વિરુદ્ધની કેટેગરીમાં સમાવેશ થાય છે. માત્રા આધારિત વિરુદ્ધ આહાર એટલે કે જયારે ઘી અને મધ સમાન માત્રામાં લેવામાં આવે તો જ લે ઝેર બને છે.

પરંતુ આ પણ એવું કોઈ ગંભીર ઝેર નથી બનતું કે જેમાં દર્દીનું મૃત્યુ થાય. તમે માત્ર સમાન માત્રામાં ખાશો તો જ તમારા શરીરમાં નુકશાન થશે. તે ધીરે ધીરે શરીરમાં તકલીફ ઉભી કરે છે. આ માટે મધ અને ઘી કોઈ દવા સાથે  તમે ઉપયોગ પણ કરી રહ્યા છો તો સમાન માત્રામાં ઉપયોગ કરવા માટે નીષેધ છે.

એટલે કે ઘી અને મધનું સાથે સેવન કરી શકાય છે. માટે વિષમ માત્રામાં મધ કે ઘી લઈને સેવન કરી શકાય છે આનો મતલબ એવો થાય છે કે મધનું પ્રમાણ વધારે લઈ લો કે ઘીનું પ્રમાણ ઓછુ લઈને સેવન કરો.

તેમજ આનાથી ઉલટું ઘીનું પ્રમાણ વધારે રાખો અને મધનું પ્રમાણ ઓછુ રાખો. આ માત્રામાં સેવન કરી શકાય છે. અલગ અલગ માત્રામાં આ મધ અને ઘીનો ઉપયોગ કરવામાં આવે તો તે ખુબ જ ચમત્કારિક દવા બની જાય છે.

આપણા શરીરમાં સાત ધાતુઓ હોય છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ. મજજા, શુક્ર. આ ધાતુઓમાં 6 નંબરની ધાતુ મજ્જા ધાતુ છે. આ મજ્જા ધાતુમાં વિરુદ્ધ આહારની સૌથી વધારે અસર પડે છે. આ માટે જયારે મજ્જા ધાતુ ખરાબ થાય છે તો તેનાથી સાંધાના દુખાવાની તકલીફ થાય છે. આંખ સંબંધી ઘણી તકલીફ થાય છે. મગજ સંબંધી ઘણી બધી તકલીફો રહે છે. જેનાથી વધારે ટેન્શન, માથાનો દુખાવો, ઓછુ યાદ રહેવું. ખુબ જલ્દી ભૂલી જવું. એવી ઘણી બધી તકલીફો થાય છે.

જો મજ્જા ધાતુ સતત ખરાબ થતી રહે તો તેની બાજુની ધાતુ, અસ્થી કે શુક્ર પર અસર કરે છે. જેમાં અસ્થીના લીધે હાડકાની તકલીફ ઉભી કરે છે. તો વળી ઘણી વખત શુક્ર ધાતુથી રીલેટેડ ઘણી તકલીફ ઉભી કરે છે. માટે કોઇપણ વિરુધ્દ આહાર લેવામાં આવે તો તે મજ્જા ધાતુ સુધી જાય છે. જયારે તમે ઘી અને મધને ભેળવી દો છો ત્યારે તે એક પ્રકારે મજ્જા ધાતુ સુધી પહોચનારૂ ખુબ જ ચમત્કારિક મિશ્રણ બની જાય છે.

જયારે કોઈ પણ કોઈ ઔષધિને મજ્જા ધાતુ સુધી પહોચાડવાની હોય તો આ સમયે મધ અને ઘીનું મિશ્રણ આપણે ખુબ જ સારી રીતે ઉપયોગ કરીએ છીએ. આ માટે આયુર્વેદમાં જેટલી પણ દવાઓ છે જેનું મધ અને ઘી સાથે મિશ્રણ કરીને સેવન કરવામાં આવે તો ખુબ જ જલ્દી ફાયદો મળે છે. માટે આયુર્વેદમાં ઘણી બધી ઔષધીય દવાઓને ઘી અને મધ અલગ અલગ માત્રામાં સાથે લેવાનું કહેવામાં આવ્યું છે.

આમ, ઘી અને મધ સાથે ખાઈ શકાય છે. જેમાં ઘી અને મધ અ અલગ અલગ માત્રામાં સાથે રાખીને ખાઈ શકાય છે. જેનાથી ઘણા બધા ફાયદાઓ મળે છે. આ એક ઔષધીય આયુર્વેદિક દવા બને છે. જે દવાઓને જ્યાં જરૂર હોય તે જગ્યાએ પહોચાડવામાં મદદ કરે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published.