HealthLifestyle

દવા લીધા વગર દાંત-દાઢનો દુખાવો અને સડા કાયમ માટે દૂર કરવાનો 100% ઈલાજ

મોટા ભાગના લોકોને દાંતના દુખાવાની સમસ્યા રહે છે. દાંત જયારે ચડે છે ત્યારે તેમાં દુખાવો થતો હોય છે, જયારે ઘણા લોકોને દાંત નબળા પડી ગયા હોય, પેઢા ઘસાઈ ગયા હો ત્યારે દાંત અને દાઢનો દુખાવો થતો હોય છે. ઘણા લોકોને દાંત ચડવામાં પાયોરિયા અને દાંતના ગંભીર રોગને લીધે પણ દુખાવો થાય છે.

આ દાંત દુખાવાની ઘણા લોકો દવા  લેતા હોય છે. પરંતુ જો આયુર્વેદ અપનાવવામાં આવે તો આ દાંતના દુખાવાને અટકાવી શકાય છે અને મટાડી શકાય છે. જેમાં કોઇપણ ખર્ચો કરવાની જરૂર પડતી નથી. માટે અમે આ લેખમાં દાંત-દાઢના દુખાવાના ઈલાજ જણાવી રહ્યા છીએ.

ઘણા લોકો સારામાં સારી ટુથપેસ્ટનો ઉપયોગ કરે છે છતાંપણ નાની ઉમરે દાંતનો દુખાવો થાય છે. જેના લીધે રૂટ કેનાલ પણ કરાવવી પડે છે એ ઘણા લોકોને દાઢ પણ કઢાવવી પડે છે. જયારે આપણા વડીલો ટુથ પેસ્ટનો ઉપયોગ કરતા ન હતા છતાપણ તે લોકોના દાંત સારા રહેતા હતા.  તેમના દાઢ અને પેઢા મજબુત રહેતા હતા.

આપણે તે ટુથ પેસ્ટ વાપરીએ છીએ તેમાં કેમિકલ વાપરવામાં આવે છે, જેના લીધે ફીણ ઉત્પન્ન થાય છે. આ કેમિકલ આપણા શરીરમાં જવાથી આપણા શરીરને નુકશાન કરે છે. જયારે આપણે બ્રશ કરીએ છીએ ત્યારે બે દાંત વચ્ચે વારંવાર ઘસાવાથી અને આ કેમિકલના લીધે જગ્યા થાય છે. આ દાંત ઘસાવાથી દાંતની મજબૂતાઈ રહી શકતી નથી.

હવે આ સમસ્યાના ઈલાજ માટે દરરોજ ઉઠીને લીમડાનું દાંતણ કરવું. આ દાંતણ કરીએ છીએ ત્યારે આ દાંતણને ચાવીએ છીએ જેના લીધે દાંતની કસરત થાય છે. જેના લીધે દાંતના પેઢા મજબુત થાય છે. આ દાંતણને લીધે કડવો રસ ઉત્પન્ન થાય છે, જે આખા મોઢામાં જાય છે. જેના લીધે કોઈપણ જગ્યાએ કીટાણું હોય કે બેક્ટેરિયા હોય તે નાશ પામે છે. જો આ લીમડાનું દાંતણ નિયમિત દરરોજ કરવામાં આવે તો આજીવન દાંત કે પેઢા કઢાવવાની સમસ્યા નહિ આવે. ક્યારેય દાઢની અંદર દુખાવો નહિ થાય.

આ ઈલાજમાં દરરોજ દાંતણ કરવામાં જે લીમડાનો રસ ઉત્પન્ન થાય છે તેને લાળમાં ભેળવીને શરીરમાં ઉતારી દેવો. જેને થૂંકવું નહિ. આ પ્રયોગ કરવાથી તાવ પણ નહિ. લીમડાનું દાંતણ આપણે જેમાં જેમ ચાવીએ છીએ તેમ એક બ્રશ બની જાય છે. જેને દાંત પર ઘસવું. ઘણા લોકો ટુકડા કરીને  જીભ ઉપરથી ઉલ ઉતારતા હોય છે.

પરંતુ આમ કરવાની જગ્યાએ આપણે ચાવીને જે ભાગ બ્રશ જેવો બનાવ્યો છે તેને જીભ ઉપર ઘસવો. જ્યારે આ ક્રિયા પૂરી થાય ત્યારે આ એક ઇંચ જેવડા ટુકડાને કાપીને ફેકી દેવો. આ ટુકડાને આવી રીતે બીજા દિવસે ઉપયોગમાં લઈ શકાય છે. આ રીતે લીમડાના દાંતણનો 3 થી 4 વખત ઉપયોગ કરી શકાય છે.

આ લીમડાના દાંતણે લાવીને 10 થી 20 દિવસ સુધી સાચવી શકાય છે. લીમડાના દાંતણ લીલા રાખવા માટે તેને કોઈ ભેજ રહે તેવા શણના કોથળામાં રાખીને તેના ઉપર દરરોજ થોડું પાણી નાખીને તેને ભેજ રહિત રાખીને લાંબા સમય સુધી રાખી શકો છો.

ગામડામાં લીમડો ઉપલબ્ધ થઈ શકે છે. જયારે શહેરમાં આ રીતે લાંબા સમય સુધી લીમડાના દાંતણને લીલા રાખવાની આ સરળ રીત છે.

આ સિવાય દાંતને ટકાવી રાખવા માટે તમે જયારે પણ મોઢાની અંદર કંઈપણ ખાવ, ચા પીવો, કોફી પીવો, દૂધ પીવો, કોલ્ડ્રીંકસ પીવો, આઈસ્ક્રીમ ખાઓ, ચોકલેટ ખાઓ, નાસ્તો કરો, બપોરનું ભોજન કે રાત્રિનું ભોજન કરો કે કંઈપણ ભોજન કરો એ પછી તમારે અડધો ગ્લાસ પાણી લઈંને મોઢાની અંદર કોગળા કરીને બરાબર મોઢું સાફ કરી લેવુ. જેનાથી દાઢમાં જે ખોરાકના કણ ફસાયેલા હશે તે સાફ થઈ જશે. આ કણ દાંતમાં ભરાઈ રહે છે તો તે સડવા લાગે છે અને દાંત અને દાઢમાં દુખાવો કરવા લાગે છે.

આ સિવાય દરરોજ રાત્રે સુતા પહેલા કોઈ વાસણમાં પાણી ગરમ કરીને તેમાંથી અડધો ગ્લાસ જેટલું પાણી લઈને આ પાણીમાં મીઠું નાખીને તેને હલાવીને તેના કોગળા કરવા. આ રીતે દરરોજ આ પ્રયોગ અપનાવવામાં આવે તો દાંત કે પેઢા ચડી જવાની સમસ્યા ક્યારેય નહિ આવે, દુખાવો હશે તો દુર થશે.

આ સિવાય ઘણા લોકોને દાંત કે દાઢ ખુબ જ દુખતી હોય છે, પેઢામાં સોજો આવે છે, ઘણી વખત દાંતમાં સડો થાય છે, દાંત ખોરાય જાય છે, જેના માટે આયુર્વેદમાં ઉપયોગી ઉપચાર આપવામાં આવ્યા છે તે પણ કરવા જોઈએ.

દાંતના દુખાવા માટે બોરસલ્લી એક રામબાણ ઔષધી છે. ગામડાઓમાં આ બોરસલ્લીના છોડ જોવા મળે છે. આ છોડની છાલને મોઢામાં નાખીને ધીમે ધીમે ચાવવી. લગભગ 5 મિનીટ સુધી આ છાલને ચાવવી. ચાવતા ચાવતા જે પાણી કે રસ થાય તેને થૂકી નાખવું. આ છાલ દેશી ઓસડીયા વાળાની દુકાને પણ મળી રહેતી હોય છે. આ વૃક્ષનો થોડો સમય સુધી કરવાથી હલતા દાંત મજબુત થાય છે.

જો દાંતમાંથી લોહી નિકળતું હોય તો ફટકડી, મધ અને ઘી વગેરેની દવા બનાવવા જરૂર પડે છે. આ ફટકડીને તવા જેવા શેકી શકાય તેવા વાસણમાં ગરમ કરવી. તે ગરમ થવાથી તેનો રસ થાય છે અને આ રસ ગરમ થવા દેવાથી તે રસ સુકાઈને સફેદ પતાસા જેવું બની જાય છે.

જેને ખાંડીને તેનો પાવડર બનાવી લેવો. આ પાવડરને કપડામાંથી છાળીને આ પાવડરને કોઈ બોટલમાં ભરી લેવો. આ પાવડરમાંથી દાંતણ કરવાના પ્રમાણમાં પાવડર લેવો. આ પાવડરમાં ઘી અને મધ નાખવું. જે પલળે તેટલું ઢીલું થાય એટલા પ્રમાણમાં લેવું અને તેને દાંત પર અને પેઢા પર દાઢોમાં ઘસવુ.

આ ઉપચાર કર્યા બાદ પાણીમાં લીમડાના પાંદડા નાખીને ગરમ કરવું. આ પાણીમાં લીમડાનો કલર બેસીને લીલા જેવું થઈ જાય ત્યાં સુધી ગરમ કરવું. આ બાદ પાણીને ઉતારીને ગાળી લેવું અને આ પાણીથી કોગળા કરવા. આ બંને પ્રયોગ નિયમિત કરવાથી દાંતમાંથી લોહી નીકળતું બંધ થઈ જશે.

દાંતમાં સબાકા આવતા હોય, દાંત કળવા લાગે તેમ દુખે ત્યારે તેના ઈલાજ તરીકે અક્કલકરો થી ઉપચાર કરી શકાય છે. આ અક્કલ કરો લાવીને તેને ધીમે ધીમે ચાવવો અને જ્યાં પર દાંતમાં સબાકા આવતા હોય ત્યાં લઈ જવો. આ ઉપચારથી સબાકા બંધ થઇ જાય છે.

આમ, દાંતના દુખાવા માટે, દાંતના રોગને મટાડવા માટે અને પેઢાની સમસ્યાને દુર કરવા માટે આ ઉપચાર ખુબ જ ઉપયોગ છે. આ ઉપરોક્ત તમામ ઉપચારો નિયમિત કરવામાં આવે તો દાંત અને પેઢાની દુખાવાની, દાંત હલવાની અને લોહી નીકળવાની  સમસ્યા મટે છે. અમે આશા રાખીએ કે આ ઉપચારો તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે દાંત પેઢાની સમસ્યામાથી છુટકારો મળે.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *