HealthLifestyle

ચેહરા પર કરચલીઓ ન પડવા દેવી હોય તો રોજ રાતે ચહેરા પર આ 1 વસ્તુ લગાવો

મિત્રો જો તમને સતત તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી જતી હોય તો તેને મટાડવા આજે અમે તમને કેટલાક દેશી ઉપાયો વિશે માહિતી આપી દઈશું. જે તમને તમારા ચહેરાને લગતી સમસ્યાને મટાડવા માટે ઉપયોગી થશે. અત્યારે મોટા ભાગની યુવા પેઢીને યુવાન રહેવું સૌથી વધુ ગમતું હોય છે. તથા તમામ ને પોતાનો ચહેરો ગોરો અને મુલાયમ રાખવો હોય છે. તો અમે જણાવેલ ટીપ્સ નો ઉપયોગ કરવાથી તમારી આવી બધી જ સમસ્યા નો સાવ હલ થશે.

જો તમે તમારી સ્કીન ને એકદમ હેલ્ધી, ગ્લોઇગ અને એકદમ ટાઈટ રાખવા માંગતા હોવ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બજાર માંથી મળતા કેમિકલ કે રાસાયણિક તત્વોનો બિલકુલ ઉપયોગ ન કરવી જોઈએ જે તમારી સ્કીન ને પણ નુકસાન કરે છે તથા તમારા ચહેરા ગ્લો પણ તે આવવા દેતા નથી . માટે તેના યોગ્ય નિરાકરણ માટે અમે તમને ઘરેલું નુસ્કાઓ વિશે માહિતી આપી દઈએ તે તમારા ચહેરા ને લગતી તમામ પ્રકારની સમસ્યાને દુર કરવા માટે ફાયદો કરે છે . આ ઉપાયો સ્ત્રી તેમજ પુરુષ બંને માટે ઉપયોગી થાય છે.

નાળીયેર તેલનો ઉપયોગ : તમે થોડું વર્જિન કોકોનટ તેલ લઈને તેને હળવા હાથે તમારા આખા ચહેરા ઉપર મસાજ કરો જો બની શકે તો તમે રાતે પણ આ રીતે તેલ લગાડીને સુઈ જવાથી તમને ફાયદો થાય છે. આ તેલમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ એ તમારી સ્કીનને ખુબજ ફાયદો થાય છે. આ નાળીયેર તેલ એ તમારા ચહેરા ઉપરના રીંકલ્સ ને પણ સાવ દુર કરી નાખશે.

ફ્લોલેસ સ્કીનને દુર કરવા માટે : જો તમારી સ્કીન ફ્લોલેસ થઇ ગઈ હોય તો તેને દુર કરવા માટે તમારે ૧ ચમસી ભરીને ચણાનો લોટ લેવો , થતા તેમાં અડધી ચમસી ભરીને હળદર નાખવી થતા તે પેસ્ટ બની જાય તેટલું કાચું દૂધ તેમાં મિક્સ કરીને તેને ૧૫ થી લઈને ૨૦ મિનીટ સુધી સતત તમારા ચહેરા ઉપર લગાડી દો ત્યારબાદ તેને ચોખ્ખા પાણી ની મદદથી તમારો ચેહરો ધોઈ નાખો . આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ૨ વખત કરવાથી તમારો ફેસ એક્દમ ગોરો અને મુલાયમ બની જશે .

તમારા ચહેરાની સ્કીનને નરીશ કરવા માટે :

તમે એક ચમસી ભરીને એલોવેરા ની જેલ લો અને તેમાં ૧  ચમસી ભરીને મધ નાખો , તથા ૧ ચમસી ભરીને તેમાં દૂધ મિક્સ કરીને તેને બરાબર હલાવી નાખો પસી તે પેસ્ટ ને તમે તમારા ચહેરા અને ગરદન ઉપર લગાવી દો . ત્યારબાદ તમે નવશેકા પાણી ની મદદથી તેને ૧૫ થી ૨૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખો આ પ્રયોગ કરવાથી સ્કીન તમારી નરીશ કરશે અને તમારા ચેહરા ઉપર ગ્લો પણ વધારી દેશે.

તમારા ચહેરાની સ્કીનને ટેન કરવા માટે : જો તમારી ચહેરાની સ્કીન ટેન થઇ જવાનું મુખ્ય કારણ એ હોય છે કે તમે વધુ પડતા સમય તડકામાં રહેવાથી . તેને ઠીક કરવા માટે દહીં , છાશ કે કાકડી નો થોડો રસ કાઢીને તેને તમારા ચહેરા ઉપર લગાડી દેવો ત્યારબાદ તેને ૨૫ થી ૩૦ મિનીટ બાદ તમારો ચહેરો ધોઈ નાખવો.તમારી સ્કીન ટેન્ડ થઈ ગઈ હશે તો પણ  મુલાયમ બની જાશે અને તમને આ સમસ્યામાંથી સાવ ફાયદો થશે.

આમ,અમે તમને આ આર્ટીકલમાં તમારા ચહેરા ને લગતી સમસ્યા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવાથી તમને ફાયદો થાય છે તેના વિશે અમે તમને સંપૂર્ણ માહિતી આપવાની કોશીશ કરી છે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *