જે લોકોને તાવ આવ્યો હોય તે લોકોને ખુબ જ પરેશાની થતી હોય છે. ભવિષ્યમાં કોઇપણ લોકોને જયારે તાવ આવે ત્યારે આપણે દવાખાને જઈએ છીએ. આ દવાખાને જતા પહેલા પણ તમે આ એક સારવાર કરી શકો છો. અમે જે એક ઉપાય બતાવી રહ્યા છીએ તેનો તમે દવાખાને જતા પહેલા ઉપયોગ કરશો તો તાવમાંથી ખુબ જ વહેલા રાહત મળી શકે છે. આ એક એવો ઉપાય છે કે જેનાથી જે તાવ આવી ગયો હોય છે તે તાવ ઉતરી પણ જાય છે.
આ ઉપાય એકદમ વધારે તાવ આવી ગયો હોય, તાવ ચડ્યો હોય અને ઠંડી લાગવાથી અચાનક તાવ ચડી જતો હોય, શરીરનું તાપમાન વધી જતું હોય, તો આ તાવ માટે આ ઉપાય રામબાણ સાબિત થાય છે. આ ઉપાય કરવા માટે તમારે ત્રણ વસ્તુઓ લેવી.
આ ત્રણ વસ્તુઓમાં તુલસીના પાન, બીજું આદું અને ત્રીજી વસ્તુમાં ફુદીનાના પાન લેવા. આ ત્રણેય વસ્તુઓ તાવની દવા પેરાસીટામોલ જેવું જ પરિણામ આપે છે તેમજ શરીરનું તાપમાન ઘટાડવામાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે.
તમે દવાખાને ડોક્ટર પાસે પહોંચો એ પહેલા આ ઉપાય કરી લેવો જરૂરી છે. જેનાથી શરીરનું તાપમાન નીચું આવવા લાગે છે અને તાવ ઉતરવા લાગે છે. આ પછી તમે દવાખાને જઈ શકો છો પરંતુ આ પહેલા તમારે આ ઉપાય કરી લેવો જોઈએ.
ઘણી વખત આ ઉપાય કરવાથી પણ દવાખાને જવાની પણ જરૂર પડતી નથી. આ ઉપાય કેવીરીત કરવો તેની વાત કરવામાં આવે તો તમારે આદુને છીણી લેવું. આ આદુની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટમાંથી આદુનો રસ કાઢવો.
આં આદુનો રસ એક ચમચી જેટલો લેવો. આ પછી તુલસીના પાન લઈને તેને વાટી લેવા. તુલસીના 15 થી 20 પાન લઈને તેમાંથી પણ રસ કાઢવો. આ રસમાંથી એક ચમચી જેટલો તુલસીનો રસ લેવો. આ પછી ફુદીનાના પણ 15 થી 20 પાન લઈને તેની પણ પેસ્ટ બનાવી અને તેનો રસ કાઢી લેવો.
આ ત્રણેય રસ એક એક ચમચી લઈને આ ત્રણેય રસને બરાબર મિક્સ કરી દેવા. આ રીતે મિક્સ કર્યા બાદ જે લોકોને તાવ આવ્યો હોય, તેને આ રસ પાઈ દેવો. તેને ધીમે ધીમે આ રસ ચટાડી દેવો. આ એક એવો ઉપચાર છે જે ઉપચાર કરવાથી શરીરનું તાપમાન નીચું આવવા લાગે છે. માટે જે લોકોને તાવ આવ્યો હોય, વાયરલ ઇન્ફેકશન હોય કે કોઇપણ પ્રકારે તાવ આવ્યો હોય, શરીરનું તાપમાન વધી ગયું હોય, ત્યારે તરત આ ઉપચાર તમે કરાવી લો. એટલે તાવ ઉતરવા લાગે છે.
શરીરનું જે રીતે તાપમાન વધતું હોય છે, જે આ ઉપચારથી વધતું નથી અને તાવ ઓછો થવા લાગે છે તેમજ તાવ ઉતરવા લાગે છે.
તુલસી, ફુદીનો અને આદુ આ ત્રણેય એવી વસ્તુ છે કે જે શરીરના તાપમાનને ઘટાડવા માટે એકદમ અકસીર છે. જેને તાપમાન ઘટાડવા માટે રામબાણ માનવામાં આવે છે. જેથી જયારે પણ તમને તાવ આવે ત્યારે દવાખાને પહોંચો એ પહેલા આ પ્રયોગ કરી લેવો. આ ઉપાય કરવાથી તમને ઉપાયથી તાવ ઉતારવામાં ખુબ જ સારું પરિણામ મળશે.
તાવ આવે ત્યારે મોટા ભાગે શરીરનું તાપમાન એકદમ વધી જાય છે. શરીરનું તાપમાન 99થી ઉપર જતું રહે છે. ત્યારે વધારે તાવ હોય તેવું માનવામાં આવે છે. તાપમાણ વધી જાય છે ત્યારે વ્યક્તિ ગભરાઈ જાય છે અને દવાખાને લઈ જવો પડે છે.
જો આવા તાવમાં તમને સામાન્ય તાવ હોય અને તાપમાન અચાનક વધી જાય તો શરીરમાં કળતર થવા લાગે છે, હાથ પગ તૂટવા લાગે છે, શરીરમાં એકદમ આળશ આવે છે, આખું શરીર ભાંગતું હોય તેવું લાગે છે. શરીર આખું તૂટતું હોય તેવું લાગે છે.
આવા સમયે તમે ઘરે પણ આ તાવની સારવાર કરી શકો છો. આ માટે એક ખુબ જ ઉપયોગી અને અસરકાર ઘરેલું ઉપચાર છે જે અમે તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાય તમે ડોક્ટર પાસે જાવ એ પહેલા કરી લેવો જોઈએ. આ ઉપાય કરવાથી શરીરનું તાપમાન ઝડપથી નીચું આવે છે.
અમુક સંજોગોમાં તમારે દવાખાને જવાની જરૂર પણ નહિ પડે. આ ઉપાય ખુબ જ અકસીર અને આયુર્વેદિક છે. જેની શરીરમાં કોઈ આડઅસર પણ થતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે આ માહિતી તમને અથવા તમારા પરિવારમાંથી કોઈને પણ તાવ આવે ત્યારે તાવ ઉતારવા માટે ખુબ જ ઉપયોગી થાય.