અત્યારે મોટાભાગની યુવા બહેનોને આ રીતે સ્કીનની સમસ્યા વધુ જોવા મળતી હોય છે તેથી અમે તમને આ સમસ્યાને ઘરે બેઠા કઈ રીતે મટાડી શકો તેની સંપૂર્ણ માહિતી વિશે વિગતે સર્ચા કરીશું. આ ફેસ પેક તમે ઘરે બેઠા સાવ સરળતાથી કરી શકો છો. આમ જોઈએ તો શિયાળાની તુલનાએ ઉનાળામાં સ્કીનને લગતી સમસ્યા વધુ જોવા મળે છે.
આ ઉનાળાની સીઝનમાં સૌથી વધુ ગરમી પડતી હોય છે તેથી ત્વચા કાળી પડી જવી વગેરે જેવી સ્કીનને લગતી સમસ્યા જોવા મળતી હોય છે, માટે અમે તમને એક એવો ઉપાય બતાવી દેશું કે જેનો તમે પ્રયોગ કરશો તો ખુબજ ફાયદો થશે.
અમે તમને ફુદીના દ્વારા કઈ રીતે દેશી ઓસડીયું બનાવવું તેના વિશે સમજ આપી દઈએ કે તમે ફુદીના દ્વારા સહેરાને બહુ સુંદર બનાવી શકો છો. ફુદીનામાં રહેલા ઔષધીય તત્વો એ સ્કીનને એકદમ હેલ્ધી અને ગ્લોઈગ અપાવે છે. ફુદીનો એ તમારા ચહેરાને સૌથી વધુ ચમકદાર બનાવે છે.
1 કાકડી અને ફુદીના નો રસ
ઉનાળામાં તમારી સ્કીનને હાઈદ્રેટ રાખવી જરૂરી છે તથા કાકડી પણ તમારા ચહેરાને દેખાવડો બનાવવા માટે ખુબજ ફાયદો કરે છે, ફુદીનો એ ત્વચાને ઠંડક આપે છે તથા ફુદીનો એ સ્કીનને બહુ લાંબા સમય માટે ફ્રેશ રાખે છે, તેના યોગ્ય ઈલાજ માટે તમે એક છીણેલી કાકડી લો ત્યારબાદ તેનો એક વાસણમાં રસ કાઢી લો અને પસી તેમાં થોડા ફુદીનાના પાનનો રસ કાઢી અને પેસ્ટ બનાવો. આ પેસ્ટ બની જાય ત્યારબાદ તેને તમારા ચહેરા ઉપર હળવા હાથે લગાડવાથી ફાયદો થાય છે, આ લગાડેલા પેકને થોડી વાર પસી સુકાઈ જાય એટલે તેને ઠંડા પાણીની મદદથી તમારો ચહેરો ધોઈ નાખવાથી ખુબજ ફાયદો થાય છે.
2 તુલસી અને ફુદીનાનો રસ
ફુદીનાની જેમ તુલસીમાં પણ ઔષધીય ખુબજ ગુણો હોય છે તે સ્વાસ્થ્યની માફક તમારી ત્વચા માટે પણ ફાયદો કરે છે. આ ઓસદીયું બનાવવાની યોગ્ય રીત તમે સૌ પ્રથમ તુલસી અને ફુદીનાનો પેસ્ટ બનાવીને પસી તે પેસ્ટ તમારા ચહેરા ઉપર લગાડો થોડાક જ સમય પસી તમારા સહેરામાં ગ્લો આવી જશે.
3 ફુદીનો અને મુલતાની માટી નો પેસ્ટ
ત્વચાની સંભાળ માટે મુલતાની માટીનો સારો એવો ઉપયોગ થાય છે તમે મુલતાની માટીમાં થોડો ફુદીનાનો રસ તેમાં મિક્સ કરીને પસી તેને સહેરા ઉપર લગાડવાથી સહેરામાં એકદમ ગ્લો આવે છે અને સહેરો તમારો એકદમ સુંદર અને દેખાવડો બને છે.
આમ, અમે તમને આ આર્ટીકલ દ્વારા તમારા ચહેરા ઉપર ગ્લો લાવવા માટે કેવા કેવા દેશી ઉપાયો અજમાવવા જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી આપી.