મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદ ભારે થી અતિ ભારે પડવાની શક્યતા છે ત્યારે અમુક લોકોને સવાલ થતો હોય છે કે ક્યાં જીલ્લા માં વરસાદ કેટલો પડશે તેની તેમને જાણ હોતી નથી . આજ રોજ હવામાન વિભાગે સાર્વત્રિક ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે . હવે હવામાન વિભાગે ૭ સપ્ટેમ્બર ના રોજ ગાજવીજ સાથે વરસાદ આખા ગુજરાતમાં વરસાદ ની આગાહી કરી છે.
તથા તેમને વધુ એ પણ જણાવ્યું હત કે ૬ સપ્ટેમ્બર સુધી સામાન્ય વરસાદ રહેશે જયારે ૭ થી ૯ સપ્ટેમ્બર દરમિયાન ફૂલ વરસાદ પડશે તેવી શક્યતાઓ રહેલી છે . ગુજરાતમાં વરસાદ આગાહી ની ખેડૂતો વાત સાંભળીને ખુશ ખુશ થઇ ગયા છે . કારણ કે અમુક ગુજરાતના જીલ્લામ વરસાદ પડ્યો જ નથી .
આ વખતની વરસાદની આગાહી ઉપરથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે આ વખતે આખા ગુજરાત રાજ્યમાં વરસાદ સારો પડવાની શક્યતાઓ છે .હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૭ સપ્ટેમ્બર ના રોજ ગુજરાત રાજ્ય ના વલસાડ , તાપી , જામનગર , સુરત , આહવા , નવસારી , દીવ , ભાવનગર ,ડાંગ , ગીર સોમનાથ આ મુખ્ય જીલ્લામાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં ૮ સપ્ટેમ્બર ના રોજ વડોદરા , ખેડા , અમદાવાદ , પાટણ , મહેસાણા , ગાંધીનગર , નડિયાદ વગેરે જીલ્લા માં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી હોય છે . અમુક જીલ્લામાં વરસાદ સારો પડી રહ્યો છે ત્યારે ખેડુંતો તેમના પાકને લઈને ચિંતામાં મુકાય ગયા છે કે વધુ વરસાદ પડે તો પણ પાકને નુકસાન થાય છે અને જો ઓછો વરસાદ પડે તો પણ પાકને નુકશાન થાય છે , માટે ખેડુંતો ને માટે માધ્યમ અને થોડો ઓછો વરસાદ પડે તો તેના માટે ખુશીના સમાચાર કહેવાય છે .
મળતી માહિતી અનુસાર હવામાંન વિભાગે ૭ થી લઈને ૯ સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ પડી શકે છે . ઓછા વરસાદ ને કારણે અજ્જુ અમુક ડેમો સાવ ખાલી છે તથા અમુક ડેમો તો સાવ તળિયાઝાટક છે તો સારો વરસાદ પડવાથી ડેમોમાં નવા નીર આવવાની શક્યતાઓ રહેલી તેથી અમુક કુવામાં તળિયે જતા રહેલા પાણી પણ થોડા રીચાર્જ થઇ જશે . જેથી કરીને ખેડુંતો ને સિંચાઈ માટે પાણી ભરપુર પ્રમાણ મળી રહે છે . તથા વધુમાં હવામાન વિભાગે ૯ સપ્ટેમ્બરના રોજ મોરબી , રાજકોટ , ગીર સોમનાથ , સાબરકાંઠા વગેરે મુખ્ય જીલ્લામાં વરસાદની સારી આગાહી કરી છે .