હાર્ટએટેક આવતા પહેલા આપણું શરીર ઘણા બધા સંકેતો આપે છે. હ્રદયની બીમારી જે લોકોને હોય, એ લોકોના શરીરમાં ઘણા બધા એવા સંકેતો જોવા મળે છે. જેનાથી તમારે છેતી જવું જોઈએ. જયારે હાર્ટએટેક આવવાનો હોય કે હ્રદયનો હુમલો જયારે આવે તે પહેલા આપણા શરીરમાં અનેક પ્રકારના સંકેતો જોવા મળે છે. જે સંકેતો વિશે આ આર્ટીકલમાં જણાવી રહ્યા છીએ અને તેના ક્યાં ક્યાં ઉપાયો કરવા એ પણ બતાવી રહ્યા છીએ.
જ્યારે હાર્ટએટેક આવવાનો હોય તેની શરુઆતનો સૌપ્રથમ સંકેત તો એ છે કે તમને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થાય. ઘણી વખત શ્વાસ લેવામાં ઘણું જોર અને દબાણ લગાવવું પડે છે. ઘણી વખત તમે થોડું ચાલો અને હાંફી જાવ તો આ સંકેત પણ હ્રદયની બીમારીને લગતો સંકેત છે.
આ સિવાય વધારે પ્રમાણમાં શરીરમાં પરસેવો વળવો.. જયારે ગરમીની ઋતુ હોય ત્યારે શરીરમાં પરસેવો વળવો એ સ્વાભાવિક બાબત છે. પરંતુ ઠંડીની ઋતુમાં પણ અને શિયાળામાં પણ તમને શરીરમાં વધારે પ્રમાણમાં પરસેવો વળતો હોય તો આ સંકેત પણ હ્રદયની બીમારીને લાગુ પડતો સંકેત છે.
જીવ મુંજાવો કે મોળો જીવ થવો એ પણ હ્રદયની બીમારીને લાગુ પડતો સંકેત છે. આ સમસ્યા હ્રદયની બીમારી સાથે સંકળાયેલા રોગોમાં જોવા મળે છે. જીવ મુંજાવો એ પણ હ્રદયની એક બીમારીનો સંકેત છે. કારણ કે રક્તવાહીનીઓમાં જયારે અવરોધ ઉભો થાય ત્યારે શરીરમાં જીવ મુંજાય અથવા તો ગભરામણ વારંવાર થવા લાગે, બેચેની થાય ત્યારે આ હાર્ટએટેકનો ગંભીર સંકેત છે માટે આ લક્ષણ જોવા મળે તો ચેતી જવું જોઈએ.
આ પછી હ્રદય ભારે ભારે લાગવું એ પણ હ્રદય રોગની સમસ્યાનો સંકેત છે. હ્રદય ભારે ભારે લાગે અથવા તો છાતીમાં ભારે ભારે લાગે અથવા છાતીમાં જીણો જીણો દુખાવો થઇ રહ્યો હોય, તો આ હાર્ટએટેક આવવાનો ખુબ જ ગંભીર સંકેત છે. આવા સંકેત જો તમને વારંવાર દેખાતા હોય તો તમારે ચેતી જવું જોઈએ.
આ સમસ્યામાં હાથ સુન્ન થઇ જવાનું લક્ષણ પણ જોવા મળે છે. ઘણા બધા લોકોમાં આ પણ સંકેત સ્વરૂપે જોવા મળે છે. ઘણા લોકોને હાથ સુન્ન થઇ જાય છે. જેમાં હાથની અંદર કોઈ શક્તિ જ ન હોય તેવો અહેસાસ થાય છે ત્યારે આ પણ હ્રદયની બીમારીને લગતો આ એક સંકેત છે.
બોલવામાં પડતી તકલીફ પણ પડે છે. જ્યારે કોઈ શબ્દ ઉચારવામાં તકલીફ પડે. શબ્દના ઉચ્ચારણમાં કોઈ તકલીફ પડે. જેને ઘણા લોકો લોચા વળવાની સમસ્યા કહે છે. જયારે અવાજમાં લોચા વળવા માંડે. શબ્દમાં કે વાક્ય બોલવામાં તકલીફ પડે અને શબ્દ ઉચ્ચારવામાં તકલીફ પડે તો આ હ્રદયની બીમારીને લગતો સંકેત છે. જો તમને આવા સંકેતો અમુક દિવસોથી શરીરમાં દેખાતા હોય તો તમારે તાત્કાલિક ઉપાય કરવો જોઈએ.
જો આવા સંકેતો દેખાય તો દરરોજ સવારે ઉઠીને બે કળી લસણની ચાવી જવી. આ કળી ચાવી ગયા બાદ તેની ઉપર હુંફાળું પાણી પી લેવું. આ સિવાય સવારે ઉઠી અને વહેલી સવારે સૂર્યોદયની પહેલા વોકિંગ કરવું ખુબ જરૂરી છે. હ્રદયની બીમારી માટે વહેલી સવારનું વોકિંગ ખુબ જ ફાયદાકારક છે.
આ સિવાય બ્લડ સુગર, બ્લડ પ્રેસર અને કોલેસ્ટ્રોલ. આ ત્રણેય વસ્તુને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. જેને સંપૂર્ણ કન્ટ્રોલમાં રાખવી પડશે. જો કન્ટ્રોલમાં ન રાખવામાં આવે તો હ્રદયને લગતી તકલીફ થઈ શકે છે. જેનાથી હાર્ટએટેક આવી શકે છે.
જે લોકોને હાર્ટએટેક આવી ગયો હોય તો એના માટે ઈમરજન્સી સારવાર કહી શકાય. જો દર્દી ખાઈ શકે કે પી શકે તેવી હાલતમાં હોય તો તમારે તરત બે કળી લસણની લઈ અને તેને છુંદી નાખવી. તાત્કાલિક પેસ્ટ બનાવીને એક કપ પાણીમાં આ પેસ્ટ નાખી અને આં પાણી દર્દીને તરત પાઈ દેવુ અને તેની ઉપર ચારથી પાંચ તુલસીના પાન પીવરાવી દેવા. જો દર્દી ખાઈ શકે કે પી શકે તેમ હોય તો આ આ ઉપાય કરી લેવો.
જો તમે ઈમરજન્સીમાં આટલું કરશો તો તમને દવાખાને પહોંચવાનો સમય મળી રહેશે. જેનાથી દર્દીને બ્લડ પ્રેસર કે લોહી પાતળું થયું હોય તેવી સમસ્યા હોય તો તેમાં આ ઉપાય કરવાથી થોડા સમયમાં સુધારો થઈ શકે છે. દર્દીની ખરાબ થતી સ્થિતિને થોડા સમય માટે રોકી શકાય છે. આ ઉપાય કુદરતે આપણને આપેલી અણમોલ ભેટ છે.
આ સ્થિતિથી દર્દીની હાલતમાં સુધારો આવે છે. જો ઉપરોક્ત બતાવેલા સંકેતો તમારા શરીરમાં દેખાય તો તમારે સાવચેત થઇ જવું. સવારે ઉઠી અને લસણની કળી ખાવાની શરૂ કરી દેવી. સૂર્યોદય પહેલા વહેલી સવારે વોકિંગ શરૂ કરી દેવું. આ સિવાય કોલેસ્ટ્રોલ, બ્લડ સુગર અને બ્લડ પ્રેસર આ ત્રણ વસ્તુને કન્ટ્રોલમાં રાખશો તો હાર્ટએટેક છે તેનાથી બચી શકાય છે.
આમ, જો તમારા શરીરમાં હાર્ટ એટેકની સમસ્યા હોય, હાર્ટએટેકના સંકેતો જોવા મળે અને હાર્ટએટેકની સ્થિતિ સર્જાય ત્યારે આ ઉપાય શરૂ કરી દેવાથી ફાયદો થાય છે. દર્દીના આરોગ્યમાં સુધારો લાવી શકાય છે. આ ઉપાય આપણા કુદરતી તત્વો હોવાથી તેની આડઅસર થવાની પણ કોઈ સમસ્યા રહેતી નથી. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય તમે હાર્ટએટેકની સમસ્યાથી બચી શકો.