GujaratHealthLifestyle

ખાંસી, કફ, કબજીયાત, તાવ જેવા 30થી વધુ રોગનો રામબાણ ઈલાજ છે આ ઔષધી

નિશોથને સંસ્કૃતમાં ત્રીવૃત કહે છે. નિશોથના વેલાઓ ઘણા વર્ષો સુધી જીવિત રહે છે. તેના મૂળ મોટા, માંસલ, ડાળીઓથી ભરપુર તથા સ્થૂળ હોય છે. તે બે પ્રકારના ઓય છે. કાળા અને સફેદ. સફેદ નિશોથના મૂળ સફેદ રંગના તેમજ કાળી નિશોથના મૂળ કાળા રંગના હોય છે.

નિશોથ

નિશોથની વચ્ચે તથા તેના ઔષધીય ગુણો વિશે ઘણા ઓછા લોકો જાણતા હોય છે. નિશોથ ઘણા પ્રકારના રોગો માટે ઉત્તમ જડીબુટ્ટી છે. આયુર્વેદમાં નિશોથના ફાયદાઓ વિશે બતાવવામાં આવ્યું છે. નિશોથની વાનસ્પતિક નામ Ipomoea Turpethum છે. અમે અહિયાં આ લેખના માધ્યમથી અમે નિશોથ વિશે જણાવીશું.

પાચનશક્તિ: નિશોથ એક ઉત્તમ રેચક વસ્તુ છે. પેટની અંદર તેની ક્રિયા પાણીના સમાન હોય છે. તેનાથી પાણીના સમાન પીળા રંગના ઝાડા થાય છે. તેને એકલા આપવાથી પેટમાં મરોડ ઉત્પન્ન થાય છે. એટલા માટે તેને સુંઠ સાથે લેવું જોઈએ.

આમવાત: વિરેચન માટે નિશોથ ભારતમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સુખ વિરેચન દ્રવ્યોમાં તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમવાત અબે વાતરક્તમાં તે વિશેષ ગુણકારી છે. વાના રોગોમાં અને ખિન્ન વૃતિ વાળા મનુષ્યો માટે તે વિશેષ પ્રમાણમાં ઉપયોગી છે.

ખાંસી: આમાશયની ખરાબીથી જે ખાંસી થાય છે તે તેના સેવનથી મટી જાય છે. નિશોથને કાબુલી હરડે સાથે દેવાથી વાઈ અને પાગલપન રોગોમાં લાભ થાય છે. આ માટે તે ઉપયોગી વસ્તુ છે અને દરેક લોકો તેનો ઉપયોગ કરે છે.

કફ: નિશોથના સેવનથી કફ પાતળો થઈને નીકળી જાય છે. સુંઠ વગેરે સાથે દેવાથી તે ઘટ્ટ અને જામેલા કફને પણ કાઢી નાખે છે. નિશોથના ચૂર્ણને વધારે બારીક વાટવું ન જોઈએ તેમજ કપડામાં ગાળવું ન જોઈએ. વધારે બારીક થવાથી તે ચરબી અને આંતરડામાં છોટી જાય છે. તેને જો માજુનમાં ભેળવવું હોય તો તેને ખુબ જ બારીક વાટવું જોઈએ.

જળોદર: નિશોથને થોડાક થોરના દુધમાં તર કરીને સુકાવીને જળોદર વાળા વ્યક્તિને આપવાથી મોટો લાભ થાય છે. ઘણા તાકતવર આદમી ઉપર કરવામાં આવેલા પ્રયોગ અનુસાર જેને વારંવાર જળોદર થતો રહ્યો. પરંતુ તે પ્રયોગ કમજોર આદમીઓએ ન કરવો જોઈએ. કારણ કે આનાથી વધારે ઝાડા લાગે છે.

કાળી નિશોથ એક ઝેરીલી વસ્તુ છે. તેને લેવાથી ખુબ જ જોરથી ઝાડા આવે છે. માથામાં ચક્કર અને બળતરા થાય છે અને અવાજ ખરાબ થઇ જાય છે. ભારતમાં ખુબજ પ્રાચીન સમયથી આ વનસ્પતિનો લુંઆબમાં ઉપયોગ થાય છે. ગઠીયો વા અને લકવામાં તેનો લુઆબ ખુબ જ ખ્યાતિપ્રાપ્ત છે અને તેને કાબુલી હરડે સાથે ભેળવીને લેવામાં આવે તો લકવો પણ મટાડે છે.

આંખોની બીમારી: કાળી નિશોથના ચૂર્ણમાં મધ અને સાકર ભેળવી દો. તેને આંખોમાં કાજળની જેમ લગાવવાથી આંખોની ફૂલવાની બીમારીમાં લાભ થાય છે. કાળી નિશોથના મૂળનો રસ કાઢી લો. તેમાં બરાબર માત્રામાં મધ ભેળવી દો અને આંખોમાં કાજળની જેમ લગાવવાથી પાંપણો સાથે જોડાયેલી બીમારી ઠીક થાય છે.

પિત્તજ વિકાર: પિત્તજ વિકારમાં નિશોથના ઔષધીય ગુણોથી ફાયદાઓ મળે છે. નીશોથનો પેસ્ટ બનાવીને એરંડાના મૂળ અને ઉકાળો બનાવો. તેના માટે બંનેને દૂધ અને પાણીમાં પકાવો. તેને પીવાથી પેટ સાફ થાય છે તેમજ પિત્તજ વિકાર મટે છે.

વા નો વિકાર: નિશોથ, મધુશિગ્રુ અને જડીના બીજને તેલમાં પકાવીને તેને પી લો. તેને પીવાથી અને તેનાથી મસાજ કરવાથી વાના દોષના કારણે થનારા વિકાર ઠીક થાય છે. આ ઉપાય માટે કોઈ આયુર્વેદિક વેદની સલાહ લેવી જરૂરી છે.

પેટનો રોગ: જો પેટની બીમારીના કારણે વ્યક્તિને કબજિયાત થઈ જાય તો ખાતા પહેલા યવતીત્કા, થોર, નિશોથ, દંતી અને ચીરબીલ્વના પાંદડાની શાકભાજી ખવરાવવી લાભદાયક છે. રોગીની બીમારી અને પાચનશક્તિ અનુસાર નિશોથ અને સુંઠસાથે 1 થી 2 ગ્રામ ચૂર્ણને દૂધ અથવા અંગુરના રસ સાથે સેવન કરવાથી પેટ ફૂલવાની બીમારીમાં લાભ થાય છે.

કબજીયાત: 1 થી 2 ગ્રામ નિશોથના ચૂર્ણ લો. તેમાં તેના ચોથાભાગનો તજ, તમાલ પત્ર અને મરીનું ચૂર્ણ ભેળવી દો. તેને સાકર અને મધ સાથે સેવન કરવાથી કબજીયાતની સમસ્યા ઠીક થાય છે. આ કબજીયાત માટે ખુબ જ અસરકારક ઈલાજ છે.

ટાઈફોડ: ત્રિફળા, ત્રાયમાળ, અંગુર અબે કુટકીનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી માત્રામાં આ ઉકાળાના ચોથા ભાગમાં સાકર અને નિશોથનું ચૂર્ણ મેળવી શકાય છે. તેનું સેવન કરવાથી ટાઈફોઈડ તાવ મટે છે. નિશોથના ચૂર્ણમાં મધ ભેળવીને સેવન કરવાથી ટાઈફોઈડનો ઉપચાર થાય છે.

ઉંદરનું ઝેર: થોરના  દુધમાં વાટેલી નિશોથ અને મજીઠના ચૂર્ણને 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરો. તેનાથી ઉંદર કરડવાનું ઝેર અથવા ઝેરના કારણે થનારા નુકશાન ઠીક થાય છે. મજીઠ ઝેર ઉતારવાનો ગુણ ધરાવે છે, સાથે તે શરીરના ઝેરને નાબુદ કરવામાં પણ ઉપયોગી છે.  ઝેરીલા જીવજંતુ કરડતા સમયે બરાબર માત્રામાં તાંદળજાના મૂળ અને 1 થી 2 ગ્રામ નિશોથના ચૂર્ણ લો. તેમાં ઘી ભેળવીને પીવું જોઈએ. જેનાથી જીવજંતુ કરડવાનો ઈલાજ થાય છે.

રક્તપિત્ત: રક્તપિત્ત જેમાં આંખ, નાક, કાન વગેરે જગ્યાએથી લો હી ની સ્ત્રાવ થાય છે. જેમાં નિશોથના 1 થી 2 ગ્રામ ચૂર્ણ લો. તેના સાથે નીશોત રસ 5 થી 10 મિલી અથવા 10 થી 20 મીલીમાં અધિક માત્રામાં મધ અને સાકર સાથે સેવન કરવાથી તે મટે છે.

ઈન્ફ્લુંએન્ઝા: પુષ્ય નક્ષત્રમાં કાળી નિશોથના મૂળ કાઢીને લો. તેનાથી લાલ રંગના દોરામાં બાંધીને રોગીને બાંધવાથી તેના શરીરમાંથી ઈન્ફ્લુએન્ઝા નામનો રોગ મટે છે. આ રોગનો ઈલાજ માટે આ અસરદાર ઈલાજ છે.

તાવ: તાવ ઉતારવા માટે મધ, ઘી યુક્ત 1 થી 2 ગ્રામ નિશોથ ચૂર્ણ લો. આ ચૂર્ણને પાણી કે દૂધ સાથે લેવાથી તાવ ઉતરે છે.

ફોલ્લીઓ: આયુર્વેદ અનુસાર કાચા ગુમડાની અવસ્થામાં નિશોથના પ્રયોગ કરવાથી ફાયદો મળે છે. જ્યારે નાની નાની ફૂંસીઓ થવા પર નિશોથ અને 1 થી 2 ગ્રામ હરડેના ચૂર્ણમાં મધ ભેળવીને સેવન કરો. તેનાથી કાચી ફોલ્લીઓની સમસ્યામાં લાભ મળે છે. વિર્સપ રોગ કે જેમાં પાણી ભરાયેલા ફરફોલા શરીરમાં થઈ જાય છે, આ રોગથી રાહત માટે 1 થી 2 ગ્રામ નિશોથ ચૂર્ણને ઘી, દૂધ, અંગુરના રસ સાથે પીવાથી આ વિસર્પ રોગમાં લાભ થાય છે.

ટીબી રોગ: નિશોથના ફાયદાથી ટીબી રોગમાં લાભ થાય છે. કાળી નિશોથના ચૂર્ણને સાકર, મધ અને ઘી અથવા અંગુર રસ, સવણનો રસ તેમજ વિદારીકંદ રસ વગેરે સાથે આપવાથી ટીબી રોગનો ઈલાજ થાય છે. આ ઈલાજ કરવાથી ટીબી રોગના લક્ષણોમાં ઘટાડો થાય છે.

ગઠીયો રોગ: ગઠીયા રોગમાં નિશોથ, વિદારીકંદ અને ગોખરુંનો ઉકાળો બનાવીને 10 થી 20 મિલી માત્રામાં સેવન કરો. તેનાથી ગઠીયાના ઉપચારમાં મદદ મળે છે. વધારે લાભ માટે આયુર્વેદિક ઉપચારો કરી શકાય છે.

કમળો:  2 થી 3 ગ્રામ નિશોથના ચૂર્ણને ત્રિફળાના ઉકાળા સાથે સેવન કરો. તેનાથી કમળાની બીમારીમાં લાભ મળે છે. તેના વધુ લાભ માટે મિશ્રી સાથે સેવન કરી શકાય છે. આ ઉપયોગ માટે નિશોથ ખુબ જ ઉપયોગી થાય છે અને જલ્દી ફાયદો મળે છે.

હરસમસા: 20 મિલી ત્રિફળાના ઉકાળામાં 2 ગ્રામ નિશોથનું ચૂર્ણ ભેળવીને પીવાથી પેટ સાફ થઈ જાય છે. તેનાથી મળદ્વારથી જોડાયેલો રોગ હરસમસાનો ઈલાજ થાય છે. નિશોથના પાંદડાની શાકભાજીને ઘી અથવા તેલમાં તળીને દહી સાથે સેવન કરો. તેનાથી હરસમસાનો ઉલાજ થાય છે. દરરોજ ત્રિફળાના ઉકાળા સાથે ચૂર્ણનું સેવન કરો તેનાથી હરસમસા મટે છે. નિશોથ અને દંતીના પેસ્ટનું સેવન કરો. જેનાથી ગેસની અને હરસમસાની સમસ્યા મટે છે.

આંતરડાના રોગ: તમે પેટમાં કીડા પડવા પર નિશોથના ફાયદા લઇ શકો છો. 1 થી 2 ગ્રામ નિશોથનો પેસ્ટ બનાવીને છાશ સાથે સેવન કરીને પેટના કીડાનો નાશ કરી શકો છો. રાત્રે 2 થી ૩ ગ્રામ ભૂરા રંગના નિશોથના ચૂર્ણને કલાકંદ સાથે સેવન કરો. જેનાથી સવારે પેટ સાફ થii જાય છે અને આંતરડાથી જોડાયેલા રોગમાં પણ લાભ થાય છે.

આમ, આ નિશોથ નામની વનસ્પતિ આરોગ્યની દ્રષ્ટીએ ખુબ જ ઉપયોગી ઔષધી છે. જેનાથી આ રોગની બીમારીમાં લાભ મળે છે. ઉપરોક્ત તમામ સમસ્યાઓ દુર કરવાની સાથે તે અન્ય ઘણી બધી બીમારીઓનો ઈલાજ કરે છે. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published.