HealthLifestyle

ભૂખ્યા પેટે માત્ર એક ગ્લાસ મગનું પાણી પીઓ કોઈ દિવસ દવાખાને જવાનો વારો નહિ આવે

બાફેલા મગ ખાવાથી શરીરમાં અનેક ફાયદા થાય છે. માટે પહેલા એક દિવસ અગાઉ મગ પલાળી દેવાના અને તેમાંથી અંકુર ફૂટવા લાગે ત્યારે તેને ઉકાળીને ખાવાથી તેમજ તે બાફેલા મગનું પાણી પીવાથી ફાયદા થાય છે.  દરેક 1 કપ અંકુરિત મગમાં 2 કપ પાણી ભેળવો અને તેને ઢાંકણું ઢાંકીને પકાવી લો. આ રીતે પકાવવાથી સમય ઓછો લાગે છે. સાથે બળતણ પણ ઓછુ વપરાય છે અને વધારેમાં વધારે વિટામીન બની રહે છે.

પાણી ઉકળ્યા પર, આંચ ધીમી કરીને ધીમી આંચ પકાવો.  પકવવામાં લગભગ પાકી જાય એટલા સમય સુધી ગરમ કરો.  જ્યારે તે દાણાને દબાવતા ફાટી જાય ત્યારે મગ પાકી ગયા હશે. તેમાં સ્વાદ વધારવા માટે મીઠું અને બીજા અનેક મસાલાઓ નાખી શકાય છે. આ બાફેલા મગ ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ મળે છે.

બાફેલા મગમાં એન્જાઈમ હોય છે. જે પાચનમાં મદદ કરે છે અને તે કુદરતી રીતે ક્ષારીય હોય છે. જેમાથી અંકુર ફૂટે ત્યારે પ્રોટીન વધે છે. ઉદાહરણ માટે અંકુરિત થવા પર, મગની પ્રોટીનની માત્રા 30 ટકા વધી જાય છે. અંકુરિત થાય ત્યારે વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, વિટામીન કે અને બી કોમ્પ્લેક્સની માત્રા વધી જાય છે, બાફેલા અંકુરિત  મગ ફાઈબરનો સારો સ્ત્રોત છે, જે ડાયાબીટીસ અને હ્રદય માટે અનુકુળ હોય છે.

મગના ઘણા બધા ફાયદાઓ છે. બીમારીથી લઈને તમારા શરીર માટે મગ ફાયદાકારક છે. અંકુરીત મગ ખાવામાં આવે તો શરીરમાં કુલ 30 કૈલોરી અને 1 ગ્રામ ફેટ જ પહોંચે છે. મગને છાલો સાથે પકાવીને શુદ્ધ દેશી ઘીમાં હિંગ અને જીરા સાથે ખાવામાં આવે તો શરીર સાથે જોડાયેલા ઘણા બધા રોગ મટી જાય છે. આ દાળનો પ્રયોગ દર્દી અને નીરોગી બંને કરી શકે છે.

મગનું પાણી પીવાના ફાયદાઓ

આજના સમયે ઘણાબધા લોકો વજન વધી જવાની સમસ્યાથી પરેશાન રહેતા હોય છે, જયારે મગનું પાણી વેટલોસ માટે ખુબ જ ઉપયોગી છે. સાથે તે કેલોરી ઓછી કરે છે અને આ પાણી પીવાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ થતો નથી. જેને પીવાથી વ્યક્તિ એનેર્જેટીક ફિલ કરે છે અને સરળતાથી વજન ઘટાડી શકે છે. આ માટે સવારે અને સાંજે એક વાટકો મગનું પાણી પીવું જોઈએ.

ઘણી વખત પરસેવો વહી જવાથી ઈમ્યુન સીસ્ટમ કમજોર પડી જાય છે. મગનું પાણી પીવાથી શરીરમાં ઉર્જા આવે છે. કોઇપણ બીમાર વ્યક્તિને ડોક્ટર મગ ખાવાની સલાહ આપે છે, કારણ કે  તે હળવા હોય છે અને સરળતાથી પચી જાય છે. તે શરીર અને મસ્તિષ્ક માટે લાભદાયક હોય છે. મગ હળવા હોવાથી શરીરમાં ગેસ બનવા દેતા નથી.

મગમાં ઘણા બધા મિનરલ્સ હોય છે.મગની દાળનું પાણી બાળક માટે ખુબ  જ સ્વાસ્થ્ય વર્ધક હોય છ.મગનું પાણી આસાનીથી પચી જાય છે અને તેને પીવાથી બાળકની ઈમ્યુન પાવર વધવાની સાથે રોગ  પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. ‘

ઝાડા થવા પર કે ડાયેરિયા પર તો તેના માટે  એક વાટકામાં મગની દાળનું પાણી પીવું જોઈએ. એક વાટકો મગનું પાણી પીવાથી શરીરમાં પાણીની જરૂરિયાત પૂરી થાય છે અને સાથે ઝાડાની સમસ્યાને પણ ઠીક કરે છે.

મગ ખાવાથી શરીરમાં સોડીયમ ઈફેક્ટ ઓછી થાય છે જેનાથી બ્લડપ્રેસર અને કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ મળે છે. અંકુરિત થયેલા મગની દાળમાં ભરપુર માત્રામાં સોલ્યુબલ ફાઈબર મળી આવે છે. જે ફ્લેટ ટમીથી  રાહત અપાવી શકે છે.

મગમાં આવેલા એન્ટીઓક્સીડેંટ કેન્સરને વધારનારા ફ્રીરેડીકલ્સને નાબુદ કરે છે. જેના કારણે ચામડીના કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. અંકુરિત મગની દાળમાં ભરપુર માત્રામાં આયર્ન મળી આવેછે જેનાથી વાળ અને ચામડી હેલ્દી બને છે. તેની સાથે તે એનીમિયાથી પણ બચાવે છે. તમને કબજીયાત છે તો બાફેલા મગનું સેવન કરવાથી કબજિયાત મટે છે. તેમાં ભરપુર માત્રામાં ફાઈબર મળી આવે છે. જે પેટ સંબંધી દરેક સમસ્યાથી બચાવે છે. સાથે તે ડાઈજેશન પણ ઠીક ઢંગથી થાય છે.

જો તમારે વજન ઓછું કરવું છે તો તેના માટે બાફેલા મગ ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેમાં કેલોરી ખુબ જ ઓછી હોય છે. ચામડી યુવાન અને હેલ્દી બનાવવા માટે તેમાં આવેલા ફાઈટોએસ્ટ્રોજન એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં કોલેજન અને ઈલાસ્ટીન બનાવે છે.

બાફેલા મગ ખાવાથી શરીરમાં ઇમ્યુનિટી વધે છે જેના લીધે બીમારીઓથી બચાવ થાય છે.  બાફેલા મગ ખાવાથી શરીરના ટોક્સીન્સ દુર થાય છે અને લીવર પ્રોબ્લેમથી બચાવ થાય છે. બાફેલા મગમાં પ્રોટીન હોય છે જેનાથી મસલ્સ મજબુત થાય છે અને સાંધાના દર્દથી બચાવ થાય છે.  ઇમ્યુનિટી વધવાથી મચ્છર કરડવાથી થતી બીમારી છે જ બાફેલા મગનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધવાને પરિણામે મટી જાય છે.

પાચનક્રિયા ઠીક થાય છે. જો પેટની કોઈપણ સમસ્યા કે પછી કોઈ બીમારી લાગુ પડે તો બાફેલા મગ અને ચોથા ખાવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે તે પચાવવામાં આસાન હોય છે. એનાથી પાચન પ્રક્રિયા પર કોઈ જોર લાગુ પડતું નથી.

કમજોરી લાગુ પડે ત્યારે બાફેલા મગનું સેવન ચાલુ કરી દેવું. શરીરમાં આ બાફેલા મગ આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામીન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન હોય છે, જે શરીરની કમજોરી દુર કરવામાં મદદ કરે છે. આ તમામ તત્વો બાફેલા મગમાં સરળતાથી મળી રહે છે.

ચામડી માટે અને ચામડીના સ્વાસ્થ્ય માટે પણ બાફેલા મગ ખુબ જ ફાયદાકારક છે. શરીરમાં આ ચામડીના રોગને દુર કરવામાં બાફેલા મગ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. બાફેલા મગમાં એન્ટીઓક્સીડેંટસ હોય છે જે કેન્સરને વધારવાનારા ફ્રીરેડિકલ્સને ખત્મ કરે છે, જેના કારણે તે ચામડીના કેન્સર જેવી ગંભીર બીમારીઓના ખતરાથી બચાવી શકે છે.

બાફેલા મગના સેવનથી અને બાફેલા મગના પાણીના સેવનથી શરીરમાં મૌજુદ ગંદકી બહાર નીકળી જાય છે, જેનાથી શરીરની સફાઈ થઈ જાય છે. મગમાં સ્પ્રાઉટમાં સાઈટ્રોજેન હોય છે જે શરીરમાં કોલેજન અને એલાસ્ટીન બનાવી રાખે છે જેનાથી ઉમરની અસર, જલ્દી જ ચહેરા પર દેખાતી નથી.

બાફેલા મગમાં પેપ્ટીસાઈડ હોય છે જે બ્લડપ્રેસરને સંતુલિત રાખે છે અને શરીરને ફીટ બનાવી રાખવામાં ઉપયોગી થાય છે. બાફેલા મગમાં ફોલેટ હોય છે જેના લીધે મહિલાઓને પ્રસુતિ દરમિયાન રાહત રહે છે.  ફણગાવેલા મગ ખાવાથી વાળ ખરતા અટકે છે. આમ, અનેક ગુણોથી ભરપુર મગને રોંજિદા ખોરાકમાં સમાવી તમે અનેક બીમારીઓથી દુર રહી શકો છો.

બાફેલા મગ ઠંડા ચાંડામાં ફાયદો કરે છે, તે જયારે ચેપ લાગે છે ત્યારે ક્યારેક તેમાં મુંઢયુ ગુમડું થાય ત્યારે પીડા અસહ્ય થાય છે, અને બીજી જગ્યાએ ચેપ લાગવાનો ભય પણ રહેલો હોય છે. જ્યારે બાફેલા મગમાં લાઈસીન નામનું એક ખાસ એન્જાઈમ હોય છે જે ઘામાં  થતો વધારો અને તેના વિકાસને અટકાવે છે. જે ચામડી પરના આ ઘાવને રોકી લે છે.

સ્ત્રીઓની માસિકની સમસ્યાને કંટ્રોલ કરવા અને તેને અટકાવવા માટે પણ આ બાફેલા મગ ઉપયોગી છે. આઈસોફ્લેવોન્સ આંતરસ્ત્રાવીય પ્રવૃતિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે અનિયમિત માસિક પ્રોબ્લેમ, વધારે પડતું લોહી વહી જવું વગેરે જેવી સમસ્યાને ઠીક કરે છે.

બાફેલા મગમાં તાંબુ આવેલું હોય છે, જે ખોપરીની ચામડીનું પણ રક્ષણ કરે છે. આયર્ન, કેલ્શિયમ અને મેગેનીઝ જેવા ખનીજમાં સમૃદ્ધ , જે વાળના કોશિકાઓ માટે મહત્વપૂર્ણ છે, મગ વાળના કોષને  સારી રીતે પોષણ આપે છે.  મગ બ્લડપ્રેશરને ઘટાડવા માટે પણ ઉપયોગી છે.

બાફેલા મગના પાણીને આયુર્વેદમાં જીવનદાયી અર્થાત જીવન દેનારું કહેવામાં આવ્યું છે, કારણ કે તે જરૂરિયાતના સમયે શરીરને તાકત આપે છે જે શરીરની લાંબી બીમારી જેવી કે ટીબી વગેરેમાં ખુબ જ શરીર કમજોર પડી ગયું હોય ત્યારે તેના થોડું ખાવામાં અને પચાવવામાં સામર્થ્ય નથી બચતું ત્યારે ICU માં હોય છે. ત્યારે તે રોગીને શક્તિ પ્રદાન કરે છે, અર્થાત જીવન આપવામાં કામ કરે છે.

શરીરમાં કોઈ ઈજા થઈ હોય, જખ્મ થયું હોય,પરું કે મવાદ નીકળ્યું હોય ત્યારે મગનું પાણી અવશ્ય પીવું જોઈએ.  કફના રોગોમાં જેવા કે મોટાપા, થાઈરોઈડ કે બ્લોકેજની સમસ્યા હોવી, દમ, અસ્થમા, બ્રોકાઈટીસ, વગેરે જેવી સમસ્યાઓમાં મગની દાળનું પાણીનું સેવન જરૂર કરવું જોઈએ.

લોહીના રોગોમાં ખાસ કરીને જેને બ્લીડીંગ હોય છે, નાકમાંથી લોહી નીકળે છે અને જેવું ઘણી વખત જોવા મળે છે, જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન વધારે લોહી નીકળે છે. આ બધી સમસ્યાઓમાં બાફેલા મગ અને તેનું પાણી ઉપયોગી છે. પેશાબમાં લોહી આવવું, મળ સાથે લોહી નીકળવું અને ઇન્ટરનલ બ્લીડીંગ હોવું વગેરે માં મગનું પાણી ખુબ જ ઉપયોગી છે.

મગનું પાણી લોહીને સાફ કરે છે, જયારે કોઈ બીમારીમાં મોઢામાંથી સ્વાદ ચાલ્યો જાય અને મગનું પાણી પીવાથી ફાયદો રહે છે. મગ ખાવાથી પણ સ્વાદ બની રહે છે. જયારે શરીરમાં સોજો આવી ગયો હોય કે ગાંઠથી દુખાવો અને સોજો આવી જાય ત્યારે પણ બાફેલા મગ ખાવાથી રાહત થાય છે. સાથે તે એડીમાં થતા દર્દને પણ દુર કરે છે.

તે ફીવર અથવા જવરની એટલે કે  તાવની પણ સારી દવા છે, જેમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યું વગેરે જેવા તાવ પણ મટાડે છે.  પિત્તના રોગોમાં જેને વધારે ગરમી લાગે છે, પરસેવો ખુબ જ લાગે છે, જેમાં પણ બાફેલા મગ ખુબ જ ફાયદો કરે છે.

આમ, બાફેલા મગ ખાવાથી શરીરમાં અનેક ફાયદાઓ મળે છે, જે શરીરની ઉપરોક્ત સમસ્યાઓને ખુબ જ સરળતાથી દુર કરે છે. માટે મગ શરીરમાં વજન ઘટાડવું, રોગ પ્રતિકારક શક્તિ વધારવી, ઉર્જા પ્રદાન કરવી જેવા ફાયદાઓ કરે છે. અમે આશા રાખી કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *