HealthLifestyle

એસીડીટી, તાવ, કબજીયાત, ગર્ભાવસ્થા જેવા અનેક રોગો માટે ઉપયોગી છે આ ફળનું જ્યુસ

ચીકુ એક એવું ફળ છે કે જ સ્વાદમાં રસીલું અને મીઠું હોવાથી સાથે સ્વાસ્થ્ય વર્ધક પણ છે. ચીકુ દરેક ઋતુમાં મળી આવતું ફળ છે. શરીરમાં પાણીની ઉણપ દુર કરવાની સાથે સાથે તે ડીહાઈડ્રેશન થવાથી બચાવે છે. આયુર્વેદ અનુસાર ચીકુ એક એવું ફળ છે જે અગણીત લાભ મળે છે. ચીકુમાં વિટામીન અને મીનરલ ભરપુર માત્રામાં હોય છે. અહિયાં આપણે ચીકુના ફળના ફાયદાઓ વિશે જણાવીશું.

ચીકુનું વાનસ્પતિક નામ Manikara zapota છે. જેને સંસ્કૃતમાં કન્દુક ફળ કહેવામાં આવે છે. તેને અંગ્રેજીમાં Noseberry, Beef apple, American bully તરીકે ઓળખવામાં આવે છે. ચીકુ તાસીરે મીઠા અને સ્વાદિષ્ટ હોય છે. તે લગભગ 7 થી 10 મીટર ઊંચા, મધ્યમ આકારના અને સતત લીલા, નાની ડાળીઓ વાળા અને અંતમાં ગુસ્સો વાળા હોય છે. ચીકુના પાંદડાની લંબાઈ 7.5 થી 12.5 સેમી અને બધી જ બાજુએ ચમકતા હોય છે. તેના ફૂલ સફેદ અને પીળા રંગના હોય છે. તેના ફળ માંસલ અને, ગોળાકાર, 4 થી 8 સેમી વ્યાસ ધરાવતા હોય છે. તેમજ ભૂરા રંગના અને રસીલા હોય છે, તેના બીજ  સંખ્યામાં 4 થી 12 મોટા, હળવા કાળા રંગના ચમકદાર અને કઠોર હોય છે.

ઝાડા કે અતિસાર: ખાવા પીવામાં બદલાવ અને અસંતુલનને કારણે ઝાડા થવા લાગે છે. એવા સમયમાં પાકેલા ચીકુ ખાવાથી ઝાઝાડથી છુટકારો મળે છે. આ સમસ્યામાં તે ઝાડા તેમજ પાચન સમસ્યાને ઠીક કરે છે જેના લીધે ઝાડાની પરેશાની ઠીક થાય છે.

ફોડલાઓ: ક્યારેક ક્યારેક ફોડલાઓ સુકાવાનું નામ જ નથી રહ્યા તો તેના ઈલાજ ચીકુ દ્વારા કરવાથી ફોડાઓ પાકીને સુકાઈ જાય છે. આ માટે કાચા ચીકુના ફળને વાટીને ફોડલો પર લગાવવાથી તે પાકીને ફૂટી જાય છે.  ચીકુના ઔષધીય ગુણ ફોડલાઓને ઠીક કરવામાં મદદ કરે છે.

કમજોરી: ખાસ કરીને શરીરમાં યોગ્ય પૌષ્ટિકતાની ઉણપ અથવા ઘણા દિવસો સુધી બીમાર રહેવાના કારણે કમજોરી આવે છે. ચીકુ આવી કમજોરીને દુર કરવામાં મદદ કરે છે. ચીકુના 1 થી 2 ફળોનું નિયમિત સેવન કરવાથી શરીર પુષ્ટ થાય છે અને દુર્બળતા દુર થાય છે. કમજોરી દુર કરવા માટે ચીકુનું સેવન ખુબ જ ઉપયોગી છે.

એસીડીટી: પીતાશ્યમાં બેક્ટેરીયલ ઈન્ફેકશન થવાના કારણે આ બીમારી થાય છે. ચીકુના ઔષધીય ગુણોના કારણે પિત્તને સંતુલિત કરવામાં મદદ મળે છે. ચીકુનું સેવન કરવાથી પિત્તના કારણે જે સમસ્યાઓ આવે છે તેને દુર કરવામાં ચીકુ ખુબ જ ઉપયોગી થાય છે.

તાવ: ક્યારેક ક્યારેક કોઈને કોઈ કારણસર તાવ આવવાની સમસ્યા દરેક લોકોને થતી હોય છે. આ સમસ્યા વારંવાર થઇ રહી હોય અને તે મટવાનું નામ જ ન લઈ રહી હોય તો તેના ઈલાજ તરીકે ચીકુની છાલનો ઉકાળો બનાવીને 5 થી 10 મિલી માત્રામાં પીવાથી તાવ મટી જાય છે. તાવથી જલ્દી રાહત મેળવવા માટે ચીકુનો ઉકાળો ખુબ જ ઉપયોગી છે.

આંખો: ચીકુનું સેવન આંખો માટે ખુબ જ ફાયદાકારક છે.  ચીકુમાં વિઆમીન એ પુષ્કળ માત્રામાં હોય છે. જેના કારણે આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. ખાસ કરીને વધારે ઉમર ધરાવતા લોકો માટે આ ઉપાય તરીકે ચીકુ ખુબ જ ઉપયોગી છે.

કેન્સર: ચીકુનું સેવન કેન્સરના ખતરાથી બચાવે છે. તેમાં મળી આવતા વિટામીન એ અને બી આંતરડાઅને ચામડીના કેન્સરથી બચવામાં સહાયક થાય છે. ચીકુના આ ગુણના કારણે કેન્સરનું જોખમ ઘટાડનાર ગુણ હોય છે. જેથી કેન્સરથી પરેશાન લોકોએ ચીકુનું સેવન કરવું જોઈએ.

હાડકા: ચીકુનું સેવન હાડકાની મજબૂતી આપે છે. કારણ કે  તેમાં શક્તિવર્ધક ગુણ હોય છે, જે શરીરમાં કમજોરીને દુર કરે છે. સાથે સાથે તેમાં પુષ્કળ માત્રામાં કેલ્શિયમ, આયર્ન અને અન્ય મિનરલ હોય છે હે હાડકાને મજબૂતી પ્રદાન કરે છે.

કબજીયાત: ચીકુ કબજિયાત દુર કરવાનો અચૂક ઉપાય છે. કારણ કે ચીકુમાં ફાયબર વધારે હોય છે સાથોસાથ તેમાં વિરેચકનો પણ ગુણ હોય છે. આ ગુણના કારણે ચીકુ કબજિયાત દુર કરીને પાચનતંત્રને મજબુત કરવાનું કાર્ય કરે છે.

ગર્ભાવસ્થા: ગર્ભાવસ્થામાં ચીકુનું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે ચીકુમાં કાર્બોહાઈડ્રેટનો પ્રમુખ સ્ત્રોત હોવાના કારણે તે ગર્ભાવસ્થાના સમયે થનારી કમજોરીને દુર કરવામાં સહાયક હોય છે.  સાથે તે ગર્ભાવસ્થા સમયે થનારા રોગોથી પણ રાહત અપાવે છે. તેમાં રહેલા પોષકતત્વો જરૂરી ઘટકો પુરા પાડે છે.

શરદી અને ખાંસી: શરદી અને ઉધરસ થવા પર ચીકુનું સેવન ખુબજ ઉપયોગી થાય છે. કારણ કે તેમાં ચીકુમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણ હોય છે જે સંક્રમણને દુર કરીને શરદી અને ઉધરસથી રાહત અપાવવામાં મદદ કરે છે. આ ઉપાય દ્વારા કફને દુર કરવામાં પણ સરળતા રહે છે.

મગજની શાંતિ: ચીકુ ખાવાથી મગજનો થાક દુર થાય છે અને માગને શાંત રાખવામાં મદદ મળે છે. ચીકુમાં પ્રચુર માત્રામાં મિનરલ અને વિટામીન હોય છે, જે મગજને શાંત કરવામાં માટે ઉર્જા પ્રદાન કરે છે, જેનાથી મગજનો થાક દુર થાય છે.

પથરી: ચીકુના બીજ સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. જેના લીધે ચીકુના બીજનું ગર્ભ પથરીને કાઢવામાં સહાયક થાય છે. કારણ કે તેમાં મૂત્રલ એટલે કે ડયુરેટીકનો ગુણ મળી આવે છે.  જે મૂત્રને વધારે માત્રામાં કાઢવામાં મદદ કરે છે. જેના લીધે પથરી નીકળી જાય છે.

ચામડીની સ્વચ્છતા: ચીકુ ચામડીને આરોગ્ય પ્રદ બનાવી રાખવામાં મદદ કરે છે સાથે તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે. તેમાં ચામડીની કોમળતા અને રોગને દુર કરવાના ગુણ હોય છે જેના લીધે ચામડીને સુંદર બનાવી રાખે છે. સાથે સાથે પર્યાવરણ અને બીજા સંજોગોના કારણે ચામડીમાં અવત ફેરફારોને પણ રોકે છે.

આમ, ચીકુ એક ખુબ જ ઉપયોગી અને આયુર્વેદિક ફળ છે, જે શરીરમાં થતા ફેરફારો તેમજ રોગ પ્રતિકારક શક્તિ વગેરે ગુણોના કારણે શરીરને સ્વસ્થ રાખે છે. આ સાથે ઉપરોક્ત તમાંમ રોગોને પણ ઠીક કરે છે. આશા રાખીએ કે આ ચીકુ વિશેની મ=માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમારી આ સમસ્યાઓને ઠીક કરે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *