આપણે ભારતમાં પ્રાચીન કાળથી પીપળાની પૂજા કરવામાં આવે છે. જેમાં પીપળાની પૂજા કરવા પાછળ વિજ્ઞાનની દ્રષ્ટીએ આયુર્વેદિક મહત્વ રહેલું છે. પીપળાના વૃક્ષના મૂળ, છાલ, પાંદડા, ફળ, બીજ, ગુંદર એમ બધા જ અંગો આયુર્વેદિક રીતે દવામાં ઉપયોગી છે. જે શરીરમાં અનેક ફાયદાઓ કરે છે. પીપળાનું વાનસ્પતિક નામ Ficus religiosa Linn છે.
પીપળાના વૃક્ષ ભારતમાં બધી જ જાગ્યાએ થાય છે, પરંતુ ખાસ કરીને તે મંદિરોને દેવસ્થાનોની જગ્યાએ વધારે જોવા મળે છે. આપણા ઋષિમુનિઓએ પીપળો અનેક રોગોમાં ઉપયોગી હોવાથી તેની પૂજા કરીને તેનું જેમ બને તેમ વધારે જતન થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો છે, છતાં લોકોમાં કોઈ લોકો દ્વારા ગેર સમજણ ફેલાવવામાં આવી જેના લીધે મંદિર સ્થાન સિવાય ઓછી જગ્યાએ પીપળો જોવા મળે છે. . જેના ફળ મીઠા હોય છે જેના લીધે ચામાચીડિયા આ ફળ ઉપર વધારે ખાઈ છે જેના લીધે રાત્રે ત્યાં ચામાચીડિયા વધારે હોય છે અને અવાજ કરે છે જેના લીધે લોકોમાં ત્યાં ભૂત હોવાની અફવા ફેલાવવામાં આવી છે જેના લીધે પીપળાના વૃક્ષો ખુબ ઓછા જોવા મળે છે.
બધા જ વૃક્ષો કરતા પીપળો સૌથી વધારે ઓક્સીજન છોડે છે જેના લીધે પર્યાવરણ રક્ષક પણ છે, જેથી પીપળાના વૃક્ષ રસ્તાની બંને બાજુએ કે બધી જ જગ્યાએ પીપળાનું મોટાપાયે ઉછેર કરવાની જરૂર છે. આ રીતે વિજ્ઞાનિક અને ધાર્મિક તેમજ આયુર્વેદિક મહત્વ ધરાવતા પીપળાના ફાયદાઓ વિશેની માહિતી અમે આ લેખમાં જણાવી રહ્યા છીએ.
પીપળાના પાંદડાનું સેવન કરવાથી ઓક્સીજન વધે છે, આ માટે દિવસમાં દરરોજ બે પાંદડાનું સેવન કરવાથી ઓક્સીજન લેવલમાં વધારો થશે. ફેફસામાં તણાવ, અને સોજા જેવું લાગતું હોય તેમજ શ્વાસ લેવામાં તકલીફ જેવું જણાય, છાતીમાં કફના વધારાના કારણે દુખાવો થતો હોય તેમજ કફના લીધે ઉધરસ આવતી હોય એવામાં પીપળાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. પીપળાના પાંદડાના સેવનથી કફ ઓગળીને છાતીમાંથી અને ફેફસામાંથી બહાર નીકળી જશે.
પીપળો એન્ટી ઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે માટે રોગ પ્રતિકારક શક્તિ ઈમ્યુનીટીમાં પણ વધારો કરે છે. પીપળાના પાંદડા અને ગળો કે ગિલોય વગેરેને મિક્સ કરીને દિવસમાં 4 વખત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અને વાયરસનો નાશ કરવામાં ખુબ જ ફાયદો થાય છે.
પાનનો સૂપ બનાવીને પીવાથી કફ ફેફસામાંથી અને છાતીમાંથી નીકળી જાય છે, પીપળાના સૂપથી કફનો જડમૂળમાંથી નાશ થાય છે. કફના સૂપ બનાવવા માટે પીપળાના પાંદડા ઉપયોગમાં લેવામાં આવે છે. માટે કફ રહેતો હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને તેના લીધે શરીરમાં ઓક્સીજન ઘટી જાય તો પીપળાના પાંદડા અને પાંદડાના સુપનું સેવન કરવાથી છાતીમાં રહેલો કફ નીકળી જશે. જેના લીધે શરદી, ઉધરસ અને ખાંસી પણ મટશે. આ ઉપાય લીવરની સફાઈ અને ફેફસાની સફાઈ બંને માટે ઉપયોગી છે.
શરદી, કફ અને ઉધરસના ઈલાજ તરીકે પીપળો ખુબ જ ઉપયોગી થાય છે. પીપળાનું 1 ગ્રામ ચૂર્ણ મધ સાથે દિવસમાં 3 વખત લેવાથી ખાંસી અને કફ ની સમસ્યા ઠીક થઇ જાય છે. 1 ગ્રામ પીપળાનું ચૂર્ણ, આદુ અને કાળા મરીના ચૂર્ણને ભેળવીને તમાં ખાંડ કે મધ ભેળવીને દિવસમાં 2 થી 3 વખત દર્દીને પીવરાવવાથી કફની નિકાલ થાય છે, જેના લીધે શરદી અને ઉધરસ બીમારી પણ મટે છે. 1 ગ્રામ પીપળાનું ચૂર્ણ મધ સાથે દિવસમાં 2 વખત લેવાથી શરદી અને કફ નીકળી જાય છે અને સાથે આવેલો તાવ પણ મટે છે.
પીપળાની છાલ અને પાકા ફળોને બરાબર ભેળવીને વાટી લો. અડધી ચમચી માત્રામાં ત્રણ વખત સેવન કરવાતી દમમાં લાભ મળે છે. પીપળાના સુકાયેલા ફૂલોને વાટીને 2 થી 3 ગામનું માત્રામાં 14 દિવસ સુધી પાણી સાથે સેવન કરવાથી શ્વાસની બીમારી અને ખાંસીની સમસ્યાથી છુટકારો મળે છે.
આંખોની બીમારી થઇ હોય તો પીપળાના પાંદડા ખુબ જ ઉપયોગી છે. પીપળાના પાંદડા દ્વારા આંખોની બીમારી ઠીક કરી શકાય છે. પીપળાના પાંદડાથી જે દૂધ નીકળે છે જે આંખોમાં લગાવવામાં આવે તો આંખોના દર્દ ઠીક થઇ કાય છે.
દાંતના રોગના ઈલાજ તરીકે પીપળાના અને વડની છાલને સમાન માત્રામાં ભેળવીને પાણીમાં પકાવી લઈને તેના કોગળા કરવાથી દાંતના રોગ ઠીક થઈ જાય છે. પીપળાની તાજી ડાળોથી દાંતણ કરવાથી દાંત મજબુત થાય છે . જેનાથી બેકટેરિયાનો નાશ થાય છે તેમજ પેઢા પણ મજબુત બને છે. મોઢામાંથી દુર્ગંધ મટે છે સને સોજો ઓજો થાય છે, આ રીતે પાયોરિયા રોગ પણ મટે છે.
બાળકોને બોલતા શીખતું હોય ત્યારે પીપળાના ફળો ખવરાવવાથી સરખી રીતે બોલતા શીખે છે.
કોઈ વ્યક્તિને જો બોલવામાં તકલીફ થતી હોય, વ્યક્તિ જો તોતળું બોલ તો હોય, બોલવામાં જીભ અચકાય છે તો પીપળાની અડધી ચમચી પાકા ફળોનું ચૂર્ણમાં મધ ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી આ સમસ્યા ઠીક થઇ જાય છે.
ઉલટીના ઇલાજમાં ઉપયોગી પીપળો છે માટે પીપળાના સુકી લાકડીની રાખ પાણીમાં નાખીને પીવાથી ઉલટી તરત જ બંધ થઈ જાય છે. કોઈ રોગીને ઉલટી થવાથી વધારે તરસ લાગે ત્યારે પીપળાની છાલને આગમાં બાળીને 1 ગ્લાસ પાણીમાં નાખી દો આ પછી તે પાણીને ગાળીને 20-20 મિલીલીટર પીવાથી ઉલટી અને તરસ બંને મટી જાય છે.
મોઢામાં ચાંદી પડી હોય તો પીપળાના તાજા પાંદડા અને છાલને બારીક વાટીને મધ સાથે દિવસમાં 3 વખત થોડું થોડું ખવરાવવાથી મોઢામાં પડેલી ચાંદી ઠીક થઈ જાય છે. પીપળાના છાલના ઉકાળાને સવારે અને સાંજે કોગળા કરવાથી અને છાલના ચૂર્ણને મધમાં બરાબર ભેળવીને લગાવવાથી આવા ચાંદાથી આરામ મળે છે. નાના પીપળાને બારીક વાટીને મધ ભેળવીને જીભ પર રગડવાથી અને લાળ બહાર નીકળવા દેવાથી મોઢામાં ચાંદી ઠીક થાય છે.
પીપળાની છાલનો ઉકાળો દર્દીને પીવાથી અફીણનું ઝેર ઉતરી જાય છે. પીપળાની છાલને બાળીને પાણીમાં ભેળવવીને તેને લોખંડના ટુકડામાં વારંવાર ગરમ કરીને તેમાં નાખો. આ પાણીને દર્દીને સવારે સાંજે પીવા આપવાથી અને ઈન્દ્રવરુણાના મૂળને પાણીમાં ઘસીને સ્ત્રીઓના સ્તન પર લેપ કરવાથી સ્તનના રોગ દુર થઈ જાય છે.
મરડાના ઈલાજ તરીકે નર્મ દંઠલ, ધાણા અને સાકરને બરાબર માત્રામાં લઈને મોઢામાં રાખીને અને દાંતથી ચાવીને તેનો રસ ગળામાં રગડવાથી લોહી વાળો મરડો મટે છે. પીપળાની કોમળ કુંપળો, ધાણાના બીજ તથા માત્રામાં ભેળવીને 3 થી 4 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી મરડો મટે છે.
પીપળાનું ચૂર્ણ 3 ગ્રામ, આદુનો રસ 5 મિલીલીટર આ બંનેને 10 ગ્રામ મધમાં ભેળવીને દિવસમાં 2 થી 3 વખત ચાટવાથી અને ગરમ પાણીમાં લેવાથી તાવ મટે છે. પીપળનાના વૃક્ષની કુંપળોને તોડીને તેને ચાવીને રસને ચૂસવાથી અને ડાળખીને થૂકી નાખવી. તેનાથી મેલેરિયા તેમજ દરેક પ્રકારના તાવ ઠીક થાય છે.
પારસ પીપળાના ફળોની રાહને તેલમાં ભેળવીને ધાધર પર લગાવવાથી ધાધર મટી જાય છે. આ સાથે 30 થી 50 મીલીલીટર પીપળાના વૃક્ષની છાલનો ઉકાળો પીવાથી લાભ થાય છે. 3 થી 4 પીપળાની કૂંપળોનું સતત 7 દિવસો સુધી ખાવાથી એક્ઝીમાં રોગ ઠીક થાય છે.
લકવાના ઇલાજમાં ખાસ કરીને બંને પગના લકવામાં પીપળાને બારીક વાટીને ગરમ પાણી કરીને તેને ગાળી લો. તેને મધ સાથે 30 દિવસ સુધી લેવાથી લકવો મટે છે. આ રીતે શરૂઆતમાં થોડું, થોડું વધારતા અને 10 બાદમાં ઘટાડતા જઈને સેવન કરવાથી ફાયદો મળે છે.
પેટ પાણી ભરાવાને કારણે ફૂલી જાય ત્યારે ચૂર્ણને લગભગ 1 ગ્રામના ચોથા ભાગમાં, સિંધવ મીઠું અને કાળા મરીને બરાબર માત્રામાં લઈને 250 મિલીલીટર છાશ સાથે સેવન કરવાથી પેટમાંથી સોજો ઉતરી જાય છે. પીપળાના ચુરમા સીધાલુણને છાશમાં ભેળવીને પીવાથી વાનું દર્દ મટે છે.
ચામડીના રોગમાં પીપળાના પાંદડાને પાણીમાં ઉકાળીને તેના ઉકાળાથી નહાવાથી ચામડીના અનેક રોગ દુર થઈ જાય છે પીપળાની કોમળ કુંપળોને ખાવાથી ખંજવાળ અને ચામડીમાં ફેલાનારા રોગ દુર થઇ જાય છે. તેનો ઉકાળો 40 મિલીલીટર બનાવીને પીવાથી લાભ થાય છે.
સુકા ફળોનું ચૂર્ણ કાચા દૂધ સાથે અડધી ચમચીની માત્રામાં, માસિક ધર્મ શરૂ થવાના 5 દિવસ પહેલાથી 15 દિવસ સુધી દરરોજ સવારે અને સાંજે સેવન કરવાથી વાંઝીયાપણાની સમસ્યા ઠીક થાય છે. પીપળાના સુકા ફળોને 1 થી 2 ગ્રામ ચૂર્ણને દૂધ સાથે માસિક શરુ થવાના 14 દિવસો સુધી લેવાથી વાંઝીયાપણાની સમસ્યા મટે છે. પુરુષોમાં પીપળાના ફળનું ચૂર્ણ અડધી ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત દૂધ સાથે સેવન કરતા રહેવાથી નપુસંકતા દુર થઈને બળ, વીર્ય અને પુરુષત્વ વધે છે.
કમળાના ઇલાજમાં 5 ગ્રામ નાના પીપળા, 5 ગ્રામ કાળા મરી ચૂર્ણ, સરગવોની છાલ 5 ગ્રામ. આ બધાને ભેળવીને 2 કપ પાણીમાં પકાવીને ઉકાળો બનાવો. પાણી જ્યારે અડધું વધે ત્યારે તેને ઉતારીને અને ગાળીને 8 થી 10 દિવસો સુધી આ ઉકાળો પીવાથી કમળાની બીમારીમાં આરામ મળે છે.
પીપળાના ફળને વાટીને અડધી ચમચીની માત્રામાં 1 કપ દૂધ સાથે દિવસમાં 3 વખત સેવન કરવાથી નપુંસકતા દૂર થઈને બળ, વીર્ય, પુરુષ શક્તિમાં વધારો થાય છે. 50 ગ્રામ પીપળાને વાટીને ગાળી લો. ખાંસીના ઈલાજમાં 40 મિલી પીપળાના વૃક્ષની છાલનો ઉકાળો કે 10 મિલીરસ દિવસમાં ત્રણ વખત લેવાથી ખાંસીની સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
સાપના કરડવાના સમયે પીપળાના પાંદડાનો રસ 2-2 ચમચીની માત્રામાં દરરોજ 3 થી 4 વખત દર્દીને પીવરાવવાથી અને પીપળાના પાંદડા ચાવવાથી ઝેરની અસર ઓછી થઈ જાય છે. પીપળાની તાજી કુંપળને તોડીને સાપે મારેલા ડંખ વાળા વ્યક્તિને કાનની પાસે 15 મિનીટ સુધી રાખવાથી ઝેર ઉતરી જાય છે. એવામાં આ કુંપળ કાનની પાસે ચોટી જાય છે માટે સાવધાનીથી પકડી રાખવી.
દમનો રોગ ધરાવતા વ્યક્તિઓમાં શ્વાસની તકલીફ વધારે રહેતી હોય છે એટલે જો પીપળાના વૃક્ષની આજુબાજુ રહેવામાં આવે તો ખુબ જ લાભ થાય છે. પીપળાનું વૃક્ષ સૌથી વધારે ઓક્સીજન છોડે છે અને હવાને શુદ્ધ રાખે છે જેથી શ્વાસથી જોડાયેલી બીમારીઓમાં ખુબ જ ઉપયોગી છે.
ભૂખ વધારવા માટે પીપળાનું વૃક્ષ ઉપયોગી છે. પીપળાના પાકા ફળોનું સેવન કરવાથી કફ, પિત્ત, રક્તદોષ, વિષ દોષ, જલન, ઉલટી તથા ભૂખની ઉણપમા ફાયદો થાય છે. જો ખાવામાં ભૂખ ન લાગતી હોય તો આ સેવન કરવાથી ભૂખમાં વધારો થાય છે.
ઘણા લોકોને વારંવાર તરસ કે વધારે તરસ લાગવાની સમસ્યા હોય છે. આ સમસ્યામાં પીપળાના 50 થી 100 ગ્રામ છાલના કોલસાને પાણીમાં બોળીને આ પાણીને સાફ કરીને પીવાથી વધારે તરસ લાગવાની સમસ્યા, હેડકીની સમસ્યા વગેરે સમસ્યાઓમાં લાભ મળે છે.
પેટના દુખાવામાં પીપળાના પાંદડાથી ફાયદો થઈ શકે છે. પીપળાના 3 જેટલા પાંદડાને 75 ગ્રામ ગોળમાં ભેળવીને ગોળી બનાવી લેવો. આ ગોળીનું સેવન કરવાથી પેટના ઘણા દર્દો મટી જાય છે. શારીરિક કમજોરીમાં પીપળો ઉપયોગી છે. અડધી ચમચી પીપળાના ફળનું ચૂર્ણ દિવસમાં તત્રણ વખત દૂધ સાથે સેવન કરવાથી શારીરિક કમજોરી દુર થાય છે.
કબજિયાતની સમસ્યામાં પણ પીપળાનું સેવન ફાયદાકારક રહે છે. પીપળાના પાંદડાના ફાયદાથી કબજિયાતની સમસ્યા ઠીક થાય છે. કબજીયાત હોય તો 5 થી 10 ફળને નિયમિત રૂપથી ખાવાથી કબજિયાત મટે છે.
પીપળાના પાંદડા અને કોમળ કૂંપળને 40 મિલી ઉકાળાને પીવડાવવાથી પેટ સાફ થઈ જાય છે અને કબજિયાત ઠીક થાય છે. પીપળાની સુકી ચાલને રાખ બનાવીને ગુમડા ઉપર ચોપડવાથી ગુમડા ઠીક થાય છે.
4 પીપળાના ફળને વાટીને તેમાં અડધી ચમચી મધમાં ભેળવીને સેવન કરવાથી વજન અને શરીર ઘટે છે. પીપળાનું ચૂર્ણ લગભગ અડધા ગ્રામની માત્રામાં સવારે અને સાંજે મધ સાથે દરરોજ 1 મહિના સુધી સેવન કરવાથી વજન ઘટે છે. પીપળાના 1 થી 2 દાણા દુધમાં લાંબા સમયે ઉકાળીને, પછી દુધમાં ગાળીને, પીપળો ઉકાળીને દૂધ પાવાથી વજન ઘટી જાય છે.
પીપળાના ફળોને બારીક સુકાવીને વાટીને ચૂર્ણ બનાવી લેવું. આ પછી આ ચૂર્ણને 3 ગ્રામની માત્રામાં ઠંડા પાણી સાથે લેવાથી એસીડીટીની બીમારી ઠીક થઈ જાય છે. નાના પીપળાને 5 ગ્રામની માત્રામાં મધ સાથે લેવાથી એસીડીટીની બીમારી ઠીક થાય છે.
આમ, પીપળો એક ખુબ જ ઉપયોગી વૃક્ષ છે, જે ઘણા બધા રોગોની ઔષધી તરીકે ઉપયોગી છે. પીપળો એક ઔષધીય વૃક્ષ હોવાથી કોઈ આડ અસર કરતો નથી. આશા રાખીએ કે આ પીપળા વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
મિત્રો માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા SHARE બટન ઉપર ક્લિક કરી બીજા સાથે શેર કરવા વિનંતી