કેરીના ફળને આપણા ગ્રંથોમાં અમૃત ફળ માનવામાં આવ્યું છે. કેરીનું ફળ ઉનાળામાં પાકે છે જેથી તેનું સેવન ઉનાળામાં કરવામાં આવે છે જેનાથી શરીરને ઠંડક મળે છે. હાલના સમયે હાઈબ્રીડ જાતો ઉત્પન્ન કરીને બારેમાસ કેરી પકાવી શકાય છે. આ કેરીન સેવન કરતા પણ વધારે તેની ગોટલીને આયુર્વેદની દ્રષ્ટીએ ઉત્તમ માનવામાં આવે છે. કેરી જે ફળ પાકે છે તે વૃક્ષને આપણે આંબો કહીએ છે.
આંબા પર પાકતું કેરીનું ફળ ગુણકારી હોય છે, કેરીને પાકતા સમયે થોડી વનપક બને ત્યારે તેને તોડી વખારમાં નાખીને પકવવામાં આવે છે. કેરી જ્યારે આ આંબા પર વૃક્ષ બરાબર મોટું થાય ત્યારે આવે છે. આંબા પર જલ્દી કેરી લાવવા માટે તેની ડાળની કલમ કરીને ઉછેરવામાં આવે છે. કલમ કરીને રોપવામાં આવેલા આંબા પર કેરી વહેલા આવે છે. પરંતુ અમે અહિયાં આ આંબા પર પાકતી કેરીની ગોટલીના ચમત્કારી ફાયદાઓ વિશે આ લેખમાં જણાવી રહ્યા છીએ. જે તમારે માટે ખુબ જ ઉપયોગી થશે.
દાંતના પેઢાનો રોગ: કેરીની ગોટલીને ફાડીને તેમાંથી જે બીજ ગર્ભ નીકળે છે જેના દ્વારા દાંતનું મંજન કરવાથી દાંતના પેઢાના રોગ મટે છે. દાતના પેઢાનો સડો તેમજ મોઢામાંથી આવતી દુર્ગંધ અને પાયોરિયા રોગ વગેરેને આ કેરીની ગોટલી દ્વારા દુર કરી શકાય છે.
માટી ખાવાની ટેવ: નાના બાળકોમાં માટી ખાવાની ટેવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જે આ કેરીના ગોટલા દ્વારા મટાડી શકાય છે. આ ઈલાજ માટે બાળકોને પાણી સાથે કેરીની ગોટલીને તોડીને જેની અંદરનો ગર્ભ બીજનું ચૂર્ણ કરી દિવસમાં 2 થી ૩ વખત પિવડાવવાથી આ ધૂળ ખાવાની ટેવ મટી જાય છે. તેમજ પેટમાં રહેલા કૃમિ પણ મરી જાય છે. કેરીની આ ગોટલીને સોપારીની જેમ શેકીને ખાવાથી પર માટી કે ધૂળ ખાવાની આદત છૂટી જાય છે.
નસકોરી ફૂટવી: નસકોરી ફૂટવાની સમસ્યા બાળકથી માંડીને મોટા દરેક વ્યક્તિને જોવા મળે છે. ખાસ કરીને ઉનાળામાં તડકો લાગવાથી કે વધારે પડતું શ્વાસ રૂંધાય તેવું કે બળવાળું કાર્ય કરવાથી નાકમાંથી નસકોરી ફૂટે છે. કેરીની ગોટલીને ફાડીને તેમાંથી ગર્ભ કાઢવો અને આ ગર્ભમાંથી રસ કાઢીને નાકમાં તેના ટીપા પાડવાથી નસકોરી મટે છે.
કરોળિયાનું ઝેર: કરોળિયાનું ઝેર ઉતારવા માટે કેરીની ગોટલીમાંથી ગર્ભ બીજ કાઢીને તેને વાટીને કરોળિયાના ડંક મારેલા સ્થાન પર લગાવવાથી કરોળિયાનું ઝેર ઉતરે છે. કેરીની ગોટલીમાં ઝેર શોષક ગુણ હોય છે. જેના લીધે આ નાના ઝેરી જીવજંતુનું ઝેર ઉતરે છે.
રક્ત સ્ત્રાવ: રક્ત સ્ત્રાવ અટકાવવા માટે કેરીની ગોટલી ખુબ જ ઉપયોગી છે. કેરીની ગોટલીમાં રહેલા ગુણના કારણે તે વહેતા લોહીના સ્ત્રાવ વાળી જગ્યા પર લગાવવામાં આવે તો તે સ્ત્રાવને અટકાવી શકે છે. આ રીતે કેરીની ગોટલીનું એક ચમચી જેટલું ચૂર્ણ હરસમસા અને રક્ત સ્ત્રાવ પર લગાવતા તે સ્ત્રાવ અટકે છે.
આગના લીધે બળવા પર: કેરીની ગોટલી દ્વારા આગના કારણે શરીરનું અંગ બળ્યું હોય તો તે ભાગ કેરીની ગોટલીને ફાડીને તેમાંથી ગર્ભ કાઢીને તેને આગ દ્વારા જે અંગ બળ્યું હોય અંગના ભાગ લગાવી દેવું. જેનાથી અંગ ઠીક થાય છે. તેમજ તે ભાગ પર રાહત થાય છે.
અજીર્ણ: અજીર્ણની સમસ્યામાં કેરીની ગોટલી ઉપયોગી છે. કેરીની ગોટલીને તડકામાં સુકવી દેવી. જ્યારે તે બરાબર સુકાઈ ગયા બાદ તેને યોગ્ય રીતે ખાંડીને તેનું ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી અજીર્ણ રોગ મટે છે.
લોહીવાળા હરસમસા: લોહીવાળા હરસમસામાં મળત્યાગ સમયે લોહી નીકળે છે. હરસમસાની સમસ્યામાં કેરીની ગોટલીનું ચૂર્ણ યોગ્ય રીતે વાટીને ખાંડીને તેનું ચૂર્ણ બનાવી તેનું સેવન કરવું. આ સિવાય કેરીની ગોટલીનું ચૂર્ણ હરસમસા વાળા ભાગ પર લગાવવાથી હરસ મટે છે. કેરીના ગોટલીના ચૂર્ણ 1 થી 2 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વખત સેવન કરવાથી લાભ થાય છે.
વારંવાર તરસ લાગવી: વારંવાર તરસ લાગવાની સમસ્યામાં કેરીની ગોટલી ફાયદો કરે છે. તડકામાં બે કોઈ બીમારીમાં વારંવાર તરસ લાગવાની સમસ્યા થતી જાય છે. તરસ લાગવાની સમસ્યામાં કેરીની ગોટલીને વાટીને તેમાં 50 થી 60 મિલીની માત્રામાં ઉકાળો બનાવીને તેમાં 10 ગ્રામ સાકરનો ભૂકો ભેળવીને સેવન કરવાથી તરસ લાગવાની સમસ્યા દુર થાય છે.
ઝાડા: બાળકોના ઝાડાની સમસ્યામાં કેરીની ગોટલી દ્વારા ઈલાજ કરવામાં આવે તો તે ઝાડા મટે છે. કેરીની ગોટલીનો ગર્ભ કાઢીને તેને શેકી લેવો. 1 થી 2 ગ્રામની માત્રામાં ચૂર્ણ કરીને 1 ચમચીની માત્રામાં મધ ભેળવીને દિવસમાં 2 વખત ચાટવા માટે આપવાથી ઝાડા મટે છે. આ ઈલાજ મરડો એટલે કે લોહી વાળો મરડો થયો હોય તે મટે છે.
સંગ્રહણી રોગ: કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ 60 ગ્રામ, જીરું, કાળા, મરી અને સુંઠનું ચૂર્ણ 20-20 ગ્રામ, આંબાના વૃક્ષનો ગુંદરનું ચૂર્ણ 5 ગ્રામ તથા અફીણ ચૂર્ણ લઈને તેને વાટીને કોઈ ચોખ્ખા કાપડમાં છાળી લઈને એક બોટલમાં સાચવી લેવું. 3થી 6 ગ્રામની માત્રામાં દિવસમાં ૩ થી 4 ગ્રામની માત્રામ સેવન કરવાથી સંગ્રહણી મટે છે.
વાળની સુંદરતા: કેરીની ગોઠલીનું તેલ લગાવવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે તથા કાળ વાળ સફેદ થતા નથી. આ ઈલાજ કરવાથી વાળ ખરવાની અને માથાનો ખોડો મટી જાય છે. આ રીતે વાળની સુંદરતા તેમજ સિલ્કી વાળ માટે બને છે.
ઝાડા-મરડો: જૂની કેરીની ગોટલી લઈને તેની ગોટલીમાંથી ગર્ભ કાઢી ચૂર્ણ બનાવી 5-5 ગ્રામની માત્રામાં મધ અને પાણી સાથે ભોજન પહેલા 2 કલાકે દિવસમાં ૩ વખત સેવન કરવાથી લાભ થાય છે. આ ઈલાજથી મરડો મટી શકે છે.
અતિસાર: કેરીની ગોટલીનો ગર્ભ લગભગ 6 ગ્રામની માત્રામાં 100 મીલીલીટર પાણીમાં ઉકાળી લેવો. આ પછી તેમાં 6 ગ્રામ આ ગોટલી વાટી લઈએ તેનું દિવસમાં ૩ વખત દહી સાથે સેવન કરવાથી તથા ખાવાથી ઉપર ચોખા તેમજ દહી લેવું.
માથાની ટાલ: કેરીની ગોટલીનું તેલ ફેટી એસિડ, મિનરલ્સ અને વિટામીનથી ભરપુર હોય છે,. તેમાંથી તમે તેલ કાઢી શકો છો. કેરીની ગોટલીને 20 થી 12 ગોટલા લઈને તેને સુકવીને તેને ખાંડીને તેમાં નારિયેળનું તેલ ભેળવી દેવું, આ મિશ્રણ 30 દિવસ જેટલા સમય સુધી માથા પર લગાવવાથી માથાની ટાલ મટે છે. તેમજ વાળ પણ કાળા થવા લાગે છે.
વજન ઘટાડે: વધારે પડતું વજન ધરાવતા લોકો માટે કેરીની ગોટલીનો પાવડર ખુબ જ ફાયદાકારક છે. જે વજન ઘટાડવા માટે ઉપયોગી છે, તે પાવડર વજન ઘટાડે છે. કેરીની ગોટલીનો પાવડર કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે. અને સાથે લોહીનું પરીસંચરણ પણ જાળવી રાખે છે.
પેટના કૃમિ: કાચી કેરીની ગોટલીનું ચૂર્ણ 250થી 500 મીલીગ્રામ સુધી દહી કે પાણી સાથે સવારે અને સાંજે સેવન કરવાથી પેટના કૃમિ મરી જાય છે અને તે મળ વાટે શરીરની બહાર નીકળી જાય છે. આ ઈલાજથી પાચનતંત્ર વ્યવસ્થિત કાર્ય કરે છે.
પાયોરિયા: કેરીની ગોટલીનું ચૂર્ણ કરીને તેને બ્રશ કે દાતણ સાથે ઘસીને મંજન કરવાથી દાંતના રોગો ઠીક થાય છે. આ ઈલાજથી મોઢામાંથી આવતી દુર્ગંધ અને પેઢામાંથી નીકળતું પરું બંધ થાય છે. જેના લીધે પાયોરિયા રોગ મટે છે.
શ્વાસ રોગ કે દમનો રોગ: કેરીની ગોટલીને ફાડીને તેમાંથી ગર્ભ કાઢી લેવો. તેને સુકવીને વાટી લેવા/ આ ચૂર્ણની 5 ગ્રામની માત્રામાં મધ સાથે ચ્ચાત્વાથી દમના રોગમાં લાભ મળે છે. કેરીની ગોટલીનું ચરુન 2 થી ૩ ગ્રામની માત્રામાં મધ સાથે ચાટવાથી દમ, ઉધરસ, ખાંસી તેમજ મરડો જેવા રોગમાં લાભ થાય છે.
ઉધરસ: કેરીની ગોટલીનું ચૂર્ણ ખાંસી કે ઉધરસની દવા માનવામાં આવે છે. કેરીની ગોટલીને શેકીને તેને ખાંડી લીધા બાદ તેને કાચની બોટલ ભરી લેવી. આ દવાને મધ સાથે ભેળવીને જયારે ઉધરસની સમસ્યા થાય ત્યારે લેવાથી ઉધરસ મટે છે.
હેડકી: કાચી કેરીની ગોટલીને સુકવીને તેની ગોટલીમાંથી ગર્ભ કાઢી લો.તેનું ચૂર્ણ કરીને તેનું મધ સાથે સેવન કરવાથી હેડકી મટે છે. હેડકી મટાડવા માટે આ ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે. હેડકી સમયે અન્નનળીમાં ફસાયેલા કચરાને કેરીની ગોટલીનું ચૂર્ણ ખાવાથી દુર કરી શકાય છે.
રક્તપ્રદર: રક્તપ્રદર રોગમાં કેરીની ગોટલી ઉપયોગી છે, કેરીની ગોટલીની અંદરના માજાનું લીલી કેરીમાંથી કાઢીને તેને રક્ત પ્રદરમાં સવારે અને સાંજે 1 થી 2 ગ્રામની માત્રામાં સેવન કરવાથી લોહી નીકળતું બંધ થાય છે. આ ઈલાજ લકરવાથી ખૂની પ્રદર મટે છે.
બાળરોગ: કેરીની ગોટલી, લોહચૂર્ણ, સોનાગેરૂ અને દારુ હળદર લઈને તેને વાટી લો. તેને મધમાં ભેળવીને લેપ કરવાથી બાળકોને મોઢામાં પડેલી ચાંદી મટે છે. જેનાથી મુખ પાક રોગમાં લાભ થાય છે. કેરીની ગોટલી, ખીર અને સિંધવ મીઠાનું ચૂર્ણ બનાવીને મધમાં ભેળવીને ચાટવાથી બાળકને ધાવણ બાદ દુધની ઉલ્ટી થતી હોય તે રોગ મટે છે.
માથાનો દુખાવો: કોઈ વ્યક્તિને માથામાં દુખાવો થતો હોય તો તેમાં કેરીની ગોટલી ફાયદાકારક થાય છે. કેરીની ગોટલી અને નાની હરડેને પાણી સાથે ઉકાળી લેવી અને તેનો આ ઉકાળો બનાવી તેમાંથી આ ગોટલી અને હરડેને બહાર કાઢીને તેને વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.
ઘાવ ઠીક કરે: કેરીની, શાખાવળીના બીજ, બહેડા આ ત્રણેય ઔષધીઓને વગેરેને બાળીને તેની રાખ કરો. આ રાખ જૂના ઘાવ પર લગાવવાથી જૂના ઘાવ મટે છે. આ ઈલાજથી તાજા ઘાવ પર અપનાવી શકાય છે. આ ઈલાજ કરવાથી રૂઝ વળી જાય છે.
ગઠીયો વા: આ વા ના રોગમાં શરીરના સાંધાના ભાગે અને શરીરના ભાગો પર ગાંઠ થાય છે. આ ઈલાજ કરવાથી ગાંઠ મટી જાય છે. આ એક પ્રકારનો વા છે. જેમાં 100 ગ્રામ કેરીની ગોટલીઓને ખાંડીને ખરલ કર્યા બાદ તેમાં સરસવનું તેલ ભેળવી દેવામાં આવે છે. ત્યારબાદ તેને ગાંઠ પર લગાવવાથી ગાંઠ મટે છે.
આમ, દવા કરતા પણ વધારે ગુણકારી છે કેરીની ગોટલી. આવી રીતે કેરીની ગોટલીનું સેવન કરવાથી કે કે તેનો લેપ, પેસ્ટ, મલમ, ચૂર્ણ, પાવડર કે તેલ બનાવીને ઉપયોગ કરવાથી શરીરમાં અનેક રોગમાં તેનો ઉપયોગ થઇ શકે છે. આ ફળની ગોટલીની અસર દવા કરતા પણ વધારે અસરકારક માનવામાં આવે છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમને ફાયદો કરે.
આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે.