HealthLifestyle

વગર દવાએ અજીર્ણ, શરદી, ઉધરસ અને કફનો 100% અસરકારક ઈલાજ

આજના સમયમાં કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં મોટાપાયે ફેલાઈ ચુકી છે. પરંતુ તેને રોકવા માટે ઘણા ઉપાયો કરવામાં આવ્યા છે છતાં તેને રોકી શકાયો નથી. કોરોનાને રોકવા માટે જો શ્રેષ્ઠ ઉપાય હોય તો તે આદું છે. આદુંનું જો નિયમિત સેવન કરવામાં આવે તો ઘણા બધા જ રોગોને મટાડી શકાય છે.

આદુ દ્વારા અસંખ્ય રોગોને મટાડી શકાય છે. જેમાં શરદી, ઉધરસ, કફ, તાવ વગેરે જેવા અનેક રોગો સામે આદુ દ્વારા કાબુ મેળવી શકા છે. આદુ શરીરમાં શ્રેષ્ઠ રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન કરે છે. જેના લીધેને સામે સામે આપણું શરીર લડી શકે છે.

આપણે મોટાભાગે ભોજનનો સ્વાદ વધારવા અને પાચનયુક્ત બનાવવા માટે આદુનો ઉપયોગ કરીએ છીએ. ખાસ કરીને આદુ બધા જ પ્રદેશોમાં ઉત્પન્ન થાય છે. જેમાં ખાસ કરીને ભારતમાં તેનું કેરળ રાજ્યમાં વધારે પ્રમાણમાં વાવેતર થાય છે. આ આદુને સુકવીને તેની સુંઠ બનાવવામાં આવે છે. તે પણ અનેક રોગોમાં ઉપયોગી છે.

આદું ખાસ તો  ભેજવાળી તેમજ કાંપવાળી રેતાળ જમીનમાં થાય છે. કારણ કે કાંપવાળી જમીનમાં તેને પોષક તત્વો અને રેતાળ હોવાથી કંદમૂળ સરખી રીતે વિકાસ પામી શકે છે. તેનો છોડ થાય છે. જેના કંદ અસલી હળદરના કંદ જેવા જ હોય છે. આદું ગરમ, તીક્ષ્ણ, વજનદાર, પાકમાં મધુર, ભૂખ વધારનાર, પાચક, ચટપટુ, રુચિકારક અને ત્રિદોષ મુક્ત અને પિત્ત અને કફ નાશક છે. માટે આજે કોરોના માટે ખુબ જ ઉપયોગી છે.

આદુંમાં 53 ટકા સ્ટાર્ચ, 12.4 ટકા પ્રોટીન, 7.2 ટકા ફાઈબર, 1.8 તેલ જેવા તત્વો હોય છે. આ સિવાય આદુંમાં એમીનો એસીડ, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુકટોસ, કેલ્શિયમ, વિટામીન, એન્જાઈમ, લોહતત્વ જેવા ઘણા ખનીજો અને તત્વો હોય છે. જેના કારણે અનેક અનેક રોગોના ઈલાજ શક્ય બને છે. અમે અહિયાં આદું દ્વારા ક્યાં રોગને મટાડી શકાય તે જણાવીશું. એટલે તમે ઘરમાંજ મળતા આ ઔષધનો ઉપયોગ કરી શકશો.

કોરોના: કોરોના રોગમાં આદું લઈને તેને ખાંડી લઈને પાણીમાં નાખીને ગરમ કરવું, તેમાં લીંબુનો રસ, મધ, હળદર, તુલસીના પાંદડા, લવિંગ, તજ, દ્રાક્ષ, સંચળ, ગળોનો રસ નાખી પાણીને ઉકાળી જેમાંથી અડધું પાણી બચે ત્યારે તેને ઉતારી લઈને તેને હુંફાળું પીવાથી  કોરોના થતો નથી, અને થયો હોય તો જલ્દી રીકવરી આવે છે.

હેડકી: બધા જ પ્રકારની હેડકીઓમાં આદું ખુબ જ ઉપયોગી છે. આ માટે સુકાયેલી આદુંની છાલ સુચવાથી હેડકી મટે છે. આદુને બારીક ટુકડામાં સુચવાથી હેડકી જલ્દી બંધ થઇ જાય છે. ઘી કે પાણીમાં સિંધવ મીઠું વાટીને સુંઘવાથી હેડકી બંધ થાય છે. એક ચમચી આદુનો રસ લઈને ગાયના 250 મિલીલીટર તાજા દુધમાં ભેળવીને પીવાથી હેડકી બંધ થાય છે.

પેટના દર્દ: આદું અને લસણને બરાબર માત્રામાં વાટીને એક ચમચીની માત્રામાં પાણીથી સેવન કરવું. વાટેલી સુંઠ એક ગ્રામ અને થોડી હિંગ લઈને તેમાં સિંધવ મીઠું નાખીએ ફાકી લેવાથી પેટના દર્દ ઠીક થાય છે.  એક ચમચી સુંઠ વાટી તેમાં સિંધવ મીઠું એક ગ્લાસ પાણીમાં ગરમ કરીને પીવાથી પેટના દર્દ, કબજિયાત, અપચો વગેરે ઠીક થાય છે. આદુનો રસ અને તુલસીના પાંદડાનો 2-2 ચમચી થોડા ગરમ પાણી સાથે પીવાથી પેટનો દુખાવો મટે છે.

દાંતનો દુખાવો: વાટેલું અને દળેલું સિંધવ મીઠુંનો પાવડરને આદુંના રસમાં ભેળવીને દુખતા દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે.  દાંતમાં અચાનક દર્દ ઉપડે તો આદુના નાના નાના ટુકડા કરીને દુખતા દાંત પર લગાવવાથી દાંતનો દુખાવો મટે છે. શરદી વખતે દાંતનો દુખાવો થાય ત્યારે આદુને ચાવવાથી દાંતનો દુખાવો મટે છે.

ભૂખની ઉણપ: આદુના નાના નાના ટુકડાને લીંબુનો રસમાં પલાળીને તેમાં સિંધવ મીઠું ભેળવી દો. આ રીતે તેને ભોજ કરતા પહેલા ખાવાથી ભૂખમાં વધારો થાય છે. વધારે ખાવાથી શરીરમાં તત્વોની પુરક થાય છે. તેમજ તેમાંથી શરીરની નબળાઈ મટે છે.

ગળું ખરાબ થવું: આદુ, લવિંગ, હિંગ અને મીઠું ભેળવીને વાટી લો. આ પછોઈ તેની નાની નાની ગોળીઓ બનાવીને તૈયાર કરો. દિવસમાં 3 થી 4 દિવસ સુધી આ ગોળીઓ સુચવાથી ગળું બેસી જવું, ગળું બળવું, ખંજવાળ આવવી તેવી તમામ ગળાની તકલીફો મટે છે.

લકવો: પક્ષાઘાત કે જેને આપણે લકવો કહીએ છીએ. તેના ઈલાજ માટે આપણે ઘીમાં અડદની દાળ તળીને,તેની અડધી માત્રામાં ગોળ અને સુંઠ ભેળવીને વાટી લો. તેને બે ચમચીની માત્રામાં દિવસમાં 3 વખત ખાવાથી લકવો મટે છે. અડદની દાળ વાટીને ઘીમાં શેકી લો આ પછી તેના ગોળ અને સુંઠ વાટીને ભેળવીને લાડુ બનાવીને રાખી લો. આ લાડુનું દરરોજ સેવન કરવાથી તેમજ સુંઠ કે અડદ ઉકાળીને તેનું પાણી પીવું. આ ઉપાય કરવાથી લકવો ઠીક થઈ જાય છે.

પેટ અને છાતીમાં બળવું: એક ગ્લાસ પાણીમાં શેરડીનો રસ લઈને તેમાં બે ચમચી આદુનો રસ ભેળવીને અને ટેક ચમચી ફુદીનાનો રસ ભેળવીને પીવાથી પેટમાં બળવાની સમસ્યા તેમજ છાતીમાં બળવાની સમસ્યા મટે છે.

પાંસળીઓ દુખવી: 30 ગ્રામ સુંઠને અડધો કિલો  પાણીમાં ઉકાળીને અને તેને ગાળીને 4 વખત પીવાથી પાંસળીઓનું દર્દ મટે છે. તેમજ પાંસળીઓ વચ્ચે થતું કળતર પણ મટે છે. આદુ ખાવામાં ગરમ છે પરંતુ સ્વભાવે ઠંડક ધરાવે છે. જેથી દુખાવો મટાડે છે.

ઈજાનો ઈલાજ: ઈજા થવાથી કે ભારે વસ્તુ ઉંચકવાથી કે શરીરનું કોઈ અંગ ચીપટી આવી જવાથી ત્યાં દુખાવો થાય છે. અથવા તો કોઈ કારણસર ઈજા થવાથી  ઈજા થાય ત્યારે ત્યાં પર આદુને વાટીને ગરમ કરીને તેનો અડધી ઇંચ મોટો લેપ કરવાથી અને ત્યાં પર પાટો બાંધી દેવાથી ત્યાં દુખાવો અને ઈજા મટે છે. આ પાટો  બે કલાક બાદ હટાવી લેવો અને ત્યાં સરસવના તેલથી શેક કરવો. આ પ્રયોગ દિવસમાં એક વખત કરવાથી દર્દ ખુબ જ ઝડપથી મટે છે.

ભૂખ વર્ધક: બે ગ્રામ સુંઠનું ચૂર્ણ લઈને ઘી સાથે અથવા કેવળ સુંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે દરરોજ સવારે ખાવાથી ભૂખ વધે છે. દરરોજ ભોજન પહેલા મીઠું અને આદુની ચટણી ખાવાથી જીભ અને ગળાની શુદ્ધિ થાય છે અને ભૂખ વધે છે. આદુનું અથાણું બનાવીને ખાવાથી ભૂખ વધે છે. સુંઠ અને પિત્તપાપડાનો ઉકાળો તાવમાં રાહત આપીને ભૂખ વધારે અછે. માટે દરરોજ 5 થી 10 ગ્રામની માત્રામાં આ ઉકાળાનું સેવન કરવું.

અજીર્ણ: દરરોજ સવારે અજીર્ણ કે જેમાં ભોજન ન પચવાની સ્મ્સુઆ થાય છે. ત્યારે આ રોગના  ઈલાજ તરીકે હરડે, સુંઠ અને સિંધવ મીઠું લઈને તેનું ચૂર્ણ બનાવી લેવું. આ ચૂર્ણનું પાણી સાથે બપોરે અને સાંજે સેવન કરવા સાથે ભોજન ઓછું લો. આ ઈલાજથી અજીર્ણ મટે છે.

અજમા, સિંધવ મીઠું, હરડે, સુંઠ, તેનું ચૂર્ણને એક સમાન માત્રામાં એકત્રિત કરી લો. એક એક ચમચી દરરોજ આ સેવન કરવાથી અજીર્ણ મટે છે. આદુના 10 થી 20 મિલીલીટર રસમાં સરખા ભાગે લીંબુનો રસ ભેળવીને પીવાથી મંદાગ્ની દુર થાય છે.

પેટના રોગ: સુંઠ, હરડે, બહેડા, આમળા બધાને સરખા ભાગે લઈને તેનો કલ્ક બનાવી લો. ગાયનું ઘી અત્થા તલના તેલ અઢી કિલોગ્રામ, દહીંનું પાણી અઢી કિલોગ્રામ, આ બધાને સરખા ભેળવીને વિધિપૂર્વક ઘી પાક કરો. તૈયાર થયા પછી તેને ગાળીને રાખી લો. આ ઘીનું સેવન 10 થી 20 ગ્રામની માત્રામાં સવારે અને સાંજે સેવન કરવાથી પેટના રોગ નાશ પામે છે.

પેશાબમાં બળવું: સુંઠ, ભોયરીંગણી, બલામૂળ, ગોખરું આ બધાને બે-બે ગ્રામની માત્રા તથા 10 ગ્રામ ગોળને 250 મિલીલીટર દુધમાં ઉકાળીને સવારે અને સાંજે પીવાથી મળમૂત્ર સમયે થતું દર્દ મટી જાય છે. આ સમયે યોની કે શિશ્નમાં બળવાની સમસ્યા દુર થાય છે. સુંઠને વાટીને દુધમાં મિશ્રી ભેળવીને પીવાથી આ સમસ્યા મટે છે. અંડકોષ વૃદ્ધિમાં આદુના 10 થી 20 મિલીલીટર રસમાં બે ચમચી મધ ભેળવીને સેવન કરવાથી લાભ થાય  છે. તેનાથી અંડકોષ વૃદ્ધિ અટકે છે. તેમજ વધેલા અંડકોષ બેસી જાય છે.

અતિસાર: સુંઠ, ખસખસ, બીલીફળનો ગર્ભ, મોથા, ધાણા, મોરસ તથા નેત્રબળા નો ઉકાળો પીવાતી ઝાડા અને પિત્ત અને કફ તાવ મટે છે. ધાણા, સુંઠ બંનેનો ઉકાળો બનાવીને તેનો સવારે અને સાંજે સેવન કરવાથી ઝાડામાં રાહત મળે છે.

વાત રક્ત: અંશુમતીના ઉકાળામાં 640 મિલીલીટર સુધને પકાવીને તેમાં 80 ગ્રામ મિશ્રી ભેળવીને પીવાથી, તેમાં આ પ્રકારે પીપળી અને સુંઠનો ઉકાળો તૈયાર કરીને 20 મીલીલીટર પીપળી અને સુંઠનો ઉકાળો તૈયાર કરીને 20 મિલીલીટર સવારે વાના રોગીને આપવાથી વાનો રોગ મટે છે.

સોજો: સુંઠ, પીપળી, જમાલ ગોટાના મૂળ, ચિત્ર કમળ, વાવડીંગ અ બધી જ વસ્તુને સરખા ભાગમાં લો અને બમણી માત્રામાં હરડે ચૂર્ણ લઈને તેનું સેવન ત્રણથી છ ગ્રામની માત્રામાં ગરમ પાણી સાથે સવારે કરવાથી સોજો મટે છે.  સુંઠ, પીપળી, પાન, ગજપીપળી, નાની ભોયરીંગણી  ચિત્રકના મૂળ, પીપળીમૂળ, હળદર, જીરું, મોથા આ બધી જ વસ્તુને 2 ગ્રામની માત્રામાં લઈને તેનું ચૂર્ણ કરીને બે ગ્રામની માત્રામાં ગરમ પાણી સાથે દિવસમાં  ત્રણ વખત સેવન કરવાથી ત્રણેય દોષો મટે છે.

શુળ: સુંઠ ઉકાળા સાથે કાળું મીઠું, હિંગ તથા ચૂર્ણ નું સેવન કરવાથી કફવાત હ્રદયશુળ, પીઠનું દર્દ, કમરનું દર્દ, જળોદર,  વિસુચિકા વગેરે રોગ મટે છે. જો મળ બંધ થઇ જાય તો આ ચૂર્ણ જવ સાથે ખાવાથી ફાયદો થાય છે.

સંધિવાત: આદુના એક કિલોગ્રામ રસમાં 500 મીલીલીટર તલનું તેલ નાખીને આગ પર પકાવવું જોઈએ, જયારે આ રસ પાકીને તેલ માત્ર વધે ત્યારે ઉતારીને ગાળી લેવું જોઈએ. આ તેલની શરીર પર માલીશ કરવાથી સાંધાના દુખાવાઓ મટે છે.  આદુના રસને ગરમ કરીને માલીશ કરવાથી પણ સાંધાનો દુખાવો મટે છે.

કોલેરા: આદુનો રસ 10 ગ્રામ, આકડાના મૂળ 10 ગ્રામ, આ બધાને ખાંડીને તેમાં કાળા મરીની બરાબર ગોળી બનાવીને આ ગોળીઓનું ગરમ પાણી સાથે સેવન કરવાથી કોલેરા મટે છે. આ પ્રકારે આદુના રસના તુલસીનો રસ સરખા ભાગે લઈને તેમાં થોડી માત્રામાં મધ અથવા મોર પીંછની રાખ ભેળવીને લેવાથી કોલેરા મટે છે.

વાતશુળની સમસ્યામાં સુંઠ અને એરંડાના મૂળના ઉકાળામાં હિંગ અને સૌવર્ચલ મીઠું ભેળવીને પીવાથી વાતશૂળ મટે છે. કમળોની બીમારીમાં આદુ, ત્રિફળા અને ગોળના મિશ્રણનું સેવન કરવાથી લાભ થાય છે. બહુમુત્રની સમસ્યામાં આદુના બે ચમચી રસમાં મિશ્રી ભેળવીને સવારે અને સાંજે સેવન કરવાથી પેશાબ ઓછું થાય છે.

હરસમસાનો રોગ હોય તેને દુર્લભા અને પાઠા, બીલીફળનો ગર્ભ,અને પાઠા, અજમા અને પાઠા તેમજ સુંઠ અને પાઠામાં કોઈ એક સાથે સેવન કરવાથી હરસમસામાં થતું દર્દ દુર થાય છે. સંગ્રહણી- લોહીવાળા ઝાડાની સારવારમાં સુંઠ, નાગરમોથા, અતિસ, ગળો, વગેરેને સરખા ભાગે લઈને પાણી સાથે ઉકાળો બનાવો. આ ઉકાળાને સવારે અને સાંજે પીવાથી લોહીવાળા ઝાડા તેમજ મરડો મટે છે.

ગ્રહણી- ઝાડા થયા હોય ત્યારે ગળો, અતિસ, સુંઠ, નાગર મોથા વગેરેનો ઉકાળો બનાવીને 20 થી 25 મિલીલીટર દિવસમાં બે વખત લેવાથી ઝાડા મટે છે. શરદી- કફના ઈલાજ તરીકે પાણીમાં ગોળ, આદું. લીંબુનો રસ, અજમા, હળદર બરાબર માત્રામાં નાખીને ઉકાળો બનાવો અને પછી તેને ગાળીને પીવો. આમ ઈલાજ કરવાથી શરદી અને કફ મટે છે.

મોઢાની દુર્ગંધમાં એક ચમચી આદુના રસ એક ગ્લાસ પોમાં ભેળવીને કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ મટે છે. વા તેમજ કમરનો દુખાવો થાય ત્યારે આદુનો રસ નારિયેળના તેલમાં ભેળવીને માલીશ કરો અને સુંઠને દેશી ઘીમાં ભેળવીને ખાવાથી કમરનો દુખાવો અને વાના કારણે થતો દુખાવો મટે છે.

આ રોગો સિવાય  તાવમાં વારંવાર તરસ લાગવી, કોઢનો રોગ, તાવમાં બળે, ઇન્ફ્લુંએન્ઝા, સન્નિપાત, ગાંઠો વાળો વા, ગૃધસી, કમર દર્દ, વાત દર્દ, જાંઘ દર્દ, માસિક ધર્મ દર્દ, પ્રદર, હાથ પગ સુન્ન થઈ જવા, પેઢામાં સોજો, ગળું બેસવું, શ્વાસ ખાંસી, કફ, માથામાં દુખાવો, આધાશીશી, માંસ પેશી દર્દ, ગળું બેસી જવું, કફનો તાવ, કોરોના, અપચો, પાચન તંત્ર સમસ્યા, કાનની સમસ્યા, કાનમાં અવાજ આવવો, આમવાત વગેરે રોગો.

વારંવાર પેશાબ, શીળસ, ગળામાં ખરાશ,  દમની ઉધરસ, તેજ તાવ, બહેરાશ, શિયાળામાં અવાજ બેસવો, સાંધાનો સોજો, ખાટા ઓડકાર, વાયુ વિકાર અંડકોષ વૃદ્ધિ, દમ, બ્રોકાઈટીસ, ભીની ખાંસી, કાળી ખાંસી, બાળકોના રોગ, સામાન્ય ખાંસી, નીમોનીયા, આફરો, ગેસ, રતાંધળાપણું, કબજિયાત, ઉલટી, ગર્ભાવસ્થા, જીવ મૂંઝાય, પરસેવો થાય, આમઅતિસાર, માસિક અનિયમિતતા, કીડની રોગ, હ્રદય રોગ, બરોળ સમસ્યા, ટાઈફોઈડ, કમજોરી, નબળું હ્રદય, મૂર્છા, મસ, મહ, ખીલ, તલ, સફેદ કોઢ અને ડાઘ, એસીડીટી આવા 111 જેટલા રોગોમાં આદું ખુબ જ ઉપયોગી છે.

આમ, આદુ વર્ષોથી આ બધા જ રોગોમાં ઉતમ રહ્યું છે. આ આદુંનો ઉપયોગ આપણે વર્ષોથી ઉપયોગ કરીએ છીએ માટે તે શરીરમાં કોઈ આડઅસર કરતું નથી. આશા રાખીએ કે આ આદુ વિશેની માહિતી  તમારા માટે ખુબ જ ઉપયોગી થાય છે તમે તેનો ઉપરોક્ત તમામ રોગોમાં ખાઈને, રસ, કે પાવડર, ચૂર્ણ અને ઉકાળો કરીને પીવો અને રોગ મુક્ત બનો.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *