HealthLifestyle

હાથ પગમાં ખાલી ચડતી હોય તો આ રહ્યો અક્સીર આયુર્વેદીક ઈલાજ

ઘણી વખત આપણે લાંબો સમય બેઠા હોઈએ અને સીધા જ ઉભા થઈએ તો આપણને ખાલી ચડી જાય છે. ઘણી વખત શરીરનું વજન વધુ હોવાથી અથવા શરીરની સ્થિતિ બદલ્યા વગર સતત બેસી રહેવાથી હાથ પગમાં ખાલી ચડી જાય છે અને શરીરમાં જ્યાં ભાગમાં ખાલી ચડી હોય ત્યાં ઝન ઝન થાય છે.

ખુબ જ પ્રમાણમાં ખાલી ચડે તો હલન ચલન પણ મુશ્કેલ થઈ જાય છે. ખાલી ચડવી એ કોઈ બીમારી નથી, તેથી ગભરાવું નહિ, શરીરમાં લોહીનું ભ્રમણ સરખી રીતે ન થાય તો પણ ખાલી ચડે છે, અમે આ લેખમાં અહિયાં આ ખાલી ચડવાના ઇલાજના આયુર્વેદિક નુસ્ખાઓ જણાવી રહ્યા છીએ જેના લીધે ખાલી ચડવાની સમસ્યાને દુર કરી શકાય છે.

આ ખાલી ચડવાના ઈલાજ તરીકે કપૂર અને તલનું તેલ લેવું. આ બંને વસ્તુ લઈને તેમાંથી તલનું તેલ ગરમ કરવું. આ તેલમાં કપૂર ઓગાળીને તેની જ્યાં ભાગમાં ખાલી ચડતી હોય ત્યાં માલીશ કરવું. કપૂરને થોડી વાર ગરમ તેલમાં રાખતા જ એકરસ થઈને પ્રવાહી થઈ જશે. આ તેલમાં કપૂર ઝડપથી ન ઓગળે તો તેને હલાવવું. તેને હલાવતા તેલ ભેગું ભળીને એકરસ થઈ જશે.

આ મિશ્રણને બોટલમાં ભરી લઈને સાચવી શકાય છે. આ તેલ અવારનવાર ખાલી ચડતી હોય, જેટલા ભાગમાં ખાલી ચડતી હોય ત્યાં આ કપૂરનું તેલ લગાવી દેવું. આ તેલ લગાવ્યા બાદ ત્યાં પર માલીશ કરવી, ચોળવું. આ ઈલાજ કરવાથી ખાલી ચડવાની સમસ્યા દુર થઇ જશે.

તલનું તેલ ન ઉપલબ્ધ હોય તો સરસવનું તેલ પણ લઈ શકાય છે. આ બંને તેલ ન ઉપલબ્ધ ન થઈ શકે તો અન્ય તેલ પણ વાપરી શકાય છે. જેનાથી ખાલી ચડવાની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ ઈલાજ એક રામબાણ ઈલાજ છે.

આ ખાલી ચડવાની સમસ્યા બધા જ લોકોને થતી હોય છે. રાત્રે સુતી વખતે હાથ દબાઈ ગયો હોય, એક જ જગ્યાએ હાથ રહી જાય અને દબાઈ જાય અને જ્યારે જાગીએ ત્યારે હાથમાં ખાલી ચડી જાય છે. આવી રીતે પગમાં પણ વધારે સમય સુધી પલાઠી વાળીને બેસવાથી પગમાં ખાલી ચડી જાય છે. આ સમસ્યા પાછળનું મુખ્ય કારણ શરીરનો કોઈ ભાગ દબાવાથી ત્યાં લોહીનું પરિભ્રમણ ઓછુ થઈ જાય છે. એટલા માટે ખાલી ચડે છે. આ સ્થિતિ જ્યારે યોગ્ય થઈ જાય ત્યારે ખાલી ઉતરી જાય છે. આ કોઈ સમસ્યા નથી.

પરંતુ જયારે આવા કોઈ ઉપરોક્ત કારણ વગર હાથમાં કે પગમાં ખાલી ચડે તો એ ગંભીર બીમારીનું કારણ છે. વારંવાર કારણ વગર તમતમ થવા માંડે છે એ કોઈ સમસ્યા હોય છે. આવા સમયે હાથ પગમાં ખાલી ચડવાના ત્રણ કારણ છે. જેમાં પ્રથમ કારણ હળવું લોહીનું દબાણ એટલે કે લો બી.પી. જ્યારે લો બીપી થયું હોય ત્યારે ખાલી ચડે છે. ધીમું બ્લડ પ્રેસર થવાનું કારણ જયારે લોહીમાં કોઈ ઇન્ફેકશન લાગ્યું હોય, સુગર ઘટી ગઈ હોય.

હિમોગ્લોબીનની ઉણપ સર્જાય તો પણ ખાલી ચડે છે. હિમોગ્લોબીન 13 ટકા કરતા ઓછુ થાય. કોઈનું 6 ટકા, 7 ટકા, 10 ટકા થઇ જાય ત્યારે હાથ પગમાં ખાલી ચડવાની અને અશક્તિની ફરિયાદ જોવા મળે છે.

વિટામીન B-12 ની ઉણપથી પણ હાથ પગમાં ખાલી ચડે છે. હાલના સમયે ઘણા  લોકોને આ વિટામીન બી-૧૨ ની કમી જોવા મળતી  હોય છે. જેના લીધે ઘણા લોકોને વારંવાર હાથ પગમાં ખાલી ચડે છે. પશ્વિમી દેશોમાં વિટામીન બી ૧૨ ની ઉણપની સમસ્યા ઘણા લોકોને જોવા મળે છે.

આ સમસ્યાના ઈલાજ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં કે હોસ્પીટલમાં જઈને બ્લડપ્રેસર માપી લેવું. જ્યારે બીપી 100 થી નીચે જાય ત્યારે તમને હળવા બ્લડ પ્રેસરની સમસ્યા હોય છે. આવા સમયે ઈલાજ તરીકે લીંબુ, મીઠું અને ખાંડનું સરબત બનાવી લેવું. જેમાં મીઠું વધારે નાખવું. કારણ કે મીઠામાં જે આયોડીન આવે છે તે બીપીને હાઈ કરે છે. આ સરબતનું એક ગ્લાસની માત્રામાં સેવન કરી લેવું. જે લોકોને લો બીપી રહેતું હોય તેવા લોકોએ જમવામાં મીઠાનું વધારે પડતું સેવન કરવું.

જ્યારે જોઈ ઇન્ફેકશન થયું હોય જેવા કે ટાઈફોડ, મેલેરિયા થયો હોય અને જો આવા રોગને લીધે લો બીપી થઈ ગયું હોય તો આવા રોગની દવા કરાવવી. જેના લીધે બીપી સામાન્ય થઇ જશે અને હાથ પગમાં ખાલી ચડવાનું બંધ થઈ જશે.

હિમોગ્લોબીનની ઉણપથી પણ ખાલી ચડે છે. માટે નજીકની લેબોરેટરીમાં જઈને રીપોર્ટ કરાવવો. જેના લીધે હિમોગ્લોબિન ઉણપ હશે તો રીપોર્ટમાં જોવા મળશે. આ રીપોર્ટમાં પુરુષોમાં હિમોગ્લોબીન 13.5 ટકા થી 17 ટકા હોવું જોઈએ. જયારે સ્ત્રીઓમાં ઓછામાં ઓછું 12.5 ટકા હોવું જરૂરી છે. માટે જો 10 ટકાથી ઘટે તો ખાલી ચડવાની સમસ્યા થતી હોય છે.

આ હિમોગ્લોબીનની સમસ્યાના ઈલાજ તરીકે જો પાલખની ભાજી ખાવામાં આવે તો યોગ્ય થઈ જશે. સૌથી વધારે હિમોગ્લોબીન પાલખની ભાજીમાં છે. બની શકે તો સવાર, બપોર અને સાંજ પાલખની ભાજી ખાવાની શરુઆત કરી દેવી. આ ઈલાજથી માત્ર 15 દિવસમાં જ હિમોગ્લોબીનની સમસ્યા ઠીક થઇ જાય છે. આ સિવાય કાચું બીટનું સલાડ બનાવીને ખાઈ જવું. આ રીતે દિવસમાં બે થી ત્રણ વખત ખાવું. અ ઉપચારનો ઈલાજ કરવાથી કોઈ દવા કરવાની જરૂરિયાત પડશે નહિ.

વિટામીન બી 12 ઓછું હોય તો પણ ખાલી ચડે છે. બી 12 નો રીપોર્ટ મોટી હોસ્પીટલમાં કે લેબોરેટરીમાં થતો હોય છે. તે બધી જ લેબોરેટરીમાં થતો નથી. આપણે ત્યાં ભારતમાં પુનામાં આ રીપોર્ટ થાય છે. જયારે આ રીપોર્ટમાં વિટામીન B-12 જયારે 200 પોઈન્ટથી ઓછું હોય ત્યારે તેની ઉણપ સર્જાય છે.

આ વિટામીન બી-12 ની ઉણપ દુર કરવા માટે આથાવાળા ખોરાક જેવા કે ઢોકળા, ખમણ, ઈડલી, ઇદડા, આ બધા આથા વાળા ખોરાકમાં ભરપુર માત્રામાં B12 હોય છે. એટલે તેનું વધારે પ્રમાણમાં સેવન કરવું. ફણગાવેલ કઠોળ ખાવાથી પણ વિટામીન બી-12 ની ઉણપ દુર થાય છે. માટે જો બી 12 જો 150 થી ઓછું હશે તો પણ કાબુમાં આવી જશે. બી-6 જો 25, 30 કે 50 જેટલું નીચું જાય તો એલોપથી સારવાર કરાવવી, જેમાં ન્યુરોલીઓન નામનું ઈન્જેકશન આવે છે, જે 5 ઈન્જેકશનનો કોર્ષ કરવો જે B-12 ના ઈન્જેકશન આવે છે જે એકાંતરા દિવસે લઈ શકાય છે. અને સાથે આ ઉપરોક્ત આથાવાળા ખોરાક અને ફણગાવેલા કઠોળ ચાલુ રાખવા. આ ઈન્જેક્શન લેવાથી બી 12 વધી જશે.

આમ, ઉપરોક્ત ઉપચાર કરવાથી હાથ પગમાં ખાલી ચડવાની સમસ્યા ઠીક થાય છે. આ ઉપચાર ઘણા લોકોને અનુભવ સિદ્ધ કરેલો પ્રયોગો છે. આ પ્રયોગો કરવાથી શરીરમાં ખાલી ચડવાની સમસ્યા કાયમ માટે દુર કરી શકાય છે. જો ખાલી ચડે તો કપૂર અને તેલ વાળા પ્રયોગ ખુબ જ અસરકારક છે. સાથે ઉપરોક્ત ઉણપની સમસ્યામાં અમે બતાવેલા ખોરાક લઈને પણ આ ખાલી ચડવાની સમસ્યા ઠીક થઈ જશે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

મિત્રો અત્યારે આ રોગ ઘણો ફેલાતો જાય છે અને લોકો તેની જપટમાં આવતા જાય છે, એટલે આયુર્વેદ દ્વારા તેને અટકાવી શકાય છે. બને એટલા લોકો સુધી આ શેર કરવા વિનંતી

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *