આપણા દેશમાં આદિ અનાદી પ્રાચીન કાળથી જ દાનનું મહત્વ રહેલું છે. આપણા દેશમાં રાજા હરિચંદ્ર, દાનેશ્વર કર્ણથી માંડીને આજના જમાના સુધી જલારામ બાપા, બજરંગદાસ બાપા, ચેલૈયાનું દાન વગેરે અનેક લોકોએ વિચિત્ર રીતે દાન કર્યું હોય તેવા અનેક કિસ્સાઓ જોવા મળે છે. આજના જમાના ઉદ્યોગ પતિઓમાં જમશેદજી તાતા તેમના મૃત્યુ પછી પણ આજના દાનેશ્વરીઓમાં મોખરે છે.
તે દેશ વિદેશમાં ગુરુ પૂર્ણિમા ખુબ જ મહત્વ છે. આપણા દેશમાં અનેક લોક આજની તારીખે પણ ગુરુ દક્ષિણા આપતા હોય છે અને ગુરુ પાસેથી પોતાના સુખમય ભવિષ્ય માટે આશીર્વાદ માંગતા હોય છે. પરંતુ આવા સમયે અનેક લોકોએ પણ અજીબ પ્રકારનું દાન કરે છે જેનાથી લોકોમાં કુતુહલ જામે છે અને રસપ્રદ કિસ્સાઓ બને છે.
હાલના સમયમાં આ પૂર્ણિમામાં ગુરુને એક પરિવારે અજીબ પ્રકારનું દાન કર્યું હોય તેવો કિસ્સો બન્યો છે. જેમાં ગુજરાત ખાતેના સૌરાષ્ટ્રમાં એક મંદિરમાં દીકરાનું દાન કરવામાં આવ્યું છે. આ બનાવ સુરેન્દ્રનગર જીલ્લાના સાવરકુંડલામાં માનવ મંદિર ગુરુદક્ષિણામાં એક પરિવારે પોતાના દીકરાનું દાન આપ્યું છે. જેમાં મધ્યપ્રદેશ રાજ્યના હરદા શહેરના ઘનશ્યામભાઈ પટેલ કે જેમને બે દીકરાઓ છે, જેમાંથી તેમણે એક 7 વર્ષના દીકરા સોહામનું દાન કર્યું છે.
આ રીતે એને પોતાના દીકરાનું દાન માનવમંદિરમાં ગુરુને આપીને એક સામાજિક અને અદ્ભુત દાખલો બેસાડ્યો છે. આ દાન તેઓને આશ્રમના મહાન કથાકાર અને માનવ મંદિરના પૂજ્ય ભક્તિ બાપુને દક્ષિણામાં દીકરામાં દીકરાનું દાન કરવામાં આવ્યું હોવાની ચર્ચા સમગ્ર સૌરાષ્ટ્રમાં ફેલાઈ છે. આ ગઢડામાં આવેલું માનવ મંદિરનું મહત્વ ખુબ જ મહત્વ રહેલું છે.
આ આશ્રમ સાવરકુંડલા આવેલું છે અને ત્યાં નિરાધાર પાગલ બનેલી મહિલાઓની આ જગ્યા પર સેવા કરવામાં આવે છે. ગુજરાતમાં આવા કિસ્સા હાલમાં બહુજ ઓછા જોવા મળે છે. એક ગુજરાતમાં એક જ એવું સ્થાન વડવાળા ધામ દૂધરેજ છે ત્યાં દીકરાનું દાન લેવામાં આવે છે જયારે આ જગ્યાએ દીકરાનું દાન સ્વીકારીને બીજા સ્થાનમાં આવ્યું છે.
આ સાવરકુંડલામા પોતાના દીકરાનું અનોખું દાન આપ્યું છે ત્યારે ત્યાના પૂજ્ય ભક્તિરામ બાપુ દ્વારા આ દીકરા સોહમના સંસ્કાર અને અભ્યાસની જવાબદારી સ્વીકારવામાં આવી છે. આ આશ્રમ પૂજ્ય બાપુએ સાત વર્ષ પહેલા પાગલ મહીલાઓની વિનામૂલ્ય સેવા માટે બનાવ્યો છે અને જેમાં અત્યાર સુધીમાં 92 જેટલીપાગલ બહેનો જે માનસિક રીતે બીમાર અને પાગલ અસ્થિર મગજની થઈ ગયેલી હતી, જેને આ આશ્રમમાં વિનામુલ્યે સેવા આપતા તેમનામાં યાદદાસ્ત પરત આવી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવામાં આવી છે.
હાલમાં આ માનવસેવા આશ્રમમાં 54 જેટલી બહેનોને સાજી કરવાના પ્રયાસ બાપુ અને તેમનાં આશ્રમનાં સેવકો અને ડોકટરોની ટીમ કરી રહી છે.
ભક્તિરામ બાપુ પોતે સુપ્રસિદ્ધ મહાન કથાકાર છે અને તેમના દ્વારા આ આશ્રમ દ્વારા ક્યારેય ફાળો ઉઘરાવવામાં આવ્યો નથી, લોકો સ્વેચ્છાએ આ આશ્રમમાં દાન આપી જાય છે. બાપુનું કહેવું છે કે આ આશ્રમમાં ભગવાનની કૃપાથી જરૂરીયાત મુજબનું દાન મળ્યા કરે છે. ભક્તો યથાશક્તિ દાનની સરવાણી કરી રહ્યા છે. બાપુ દ્વારા ક્યારેય કોઈ પાસેથી ફાળો માંગવો નહિ દેવો નિર્ણય કરવામાં આવ્યો છે. છતાં આ આશ્રમાં ફૂલ નહિ તો ફૂલની પાખડી જેવા દાન આપનારા ઘણા લોકો આ આશ્રમમાં દાન આપી જાય છે.
અમેં આશા રાખીએ કે આ માહિતી તમારા માટે નવાઈ પમાડે જેવી હશે પરંતુ આ હકીકત છે કે ઘનશ્યામ દ્વારા આ દીકરાને સેવા માટે સમર્પિત સેવા માટે કરવામાં આવ્યો છે. જેથી દેશમાં જરૂરિયાત મુજબ નારી શક્તિની સેવા મળતી રહે. અને દેશમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે.