GujaratPolitics

ગરીબ લોકો માટે જે કામ સરકારે કરવું જોઈએ એ કામ ખજુરભાઈ કરી રહ્યા છે

ગુજરાતમાં ઘણા વર્ષોથી યુટ્યુબમાં જીગલી અને ખજુરના નામે પ્રખ્યાત થયેલો કોમેડી કિંગ કે જેને લોકો હવે ખજુરભાઈના નામથી ઓળખે છે. જે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતીમાં કોમેડીમાં ધૂમ મચાવી રહ્યા છે.  તેમને શરૂઆતમાં યુટ્યુબમાં જીગલી અને ખજુર નામે ચેનલ બનાવી હતી. જેમાં ખજૂરનું પાત્ર નીતિન જાની અને જીગલીનું પાત્ર ધવલ દોમાડીયા ભજવતા. જે કોમેડીને ગુજરાતમાં લોકોએ ખુબ જ સહકાર આપ્યો અને ગુજરાતી કોમેડી યુટ્યુબ અને સોશિયલ મીડિયામાં ખુબ જ પ્રખ્યાત થઈ હતી.

તેમની આ કોમેડી જોઈને ઘણા ગુજરાતી લોકો કોમેડી વિડીયો બનાવવા લાગ્યા પરંતુ ખજુર ભાઈ જેટલી ખ્યાતી કોઈ મેળવી શક્યું નથી. ખજુરભાઈ પોતે ડાયરેક્ટર અને એક્ટર અને પ્રોડ્યુસર પણ છે. જે હાલના સમયમાં તેના એક અનોખા કાર્યને લીધે ખુબ જ પ્રસંશા મેળવી રહ્યા છે. જેના લીધે ગુજરાતના લોકોને તેને ગુજરાતના સોનું સૂદ જેવું બિરુદ આપી રહ્યા છે.

હાલમાં જ ગુજરાતમાં તાઈતે નામનું ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું હતું. જેના લીધે સૌરાષ્ટ્રના ગામડાઓને ભારે નુકશાની થઈ હતી. જેમાં ઘણા લોકો પૈસાની જરૂરીયાતને લીધે નિસહાય બની ગયા હતા. ઘણા બધા લોકોના નળિયા વાળા ઘર હતા તે પડી ગયા હતા.

આ બધા જ વિસ્તારમાં પ્રવાસ માટે બે દિવસ માટે ગુજરાતના યુટુબર નીતિન જાનીની ખજુરભાઈ એન્ડ ટીમ આવી રહી હતી. જેમનો પ્રવાસ માત્ર બે દિવસ પૂરતો અને વિડીયો બનાવવાના હેતુસર તેઓ આવી રહ્યા હતા. જયારે તેઓ આ વિસ્તારમાં આવ્યા ત્યારે લોકોની દયનીય સ્થિતિ જોઇને તેનું હ્રદય પીગળી ઉઠ્યું.

તેઓ બે દિવસના પ્રવાસને બદલે ઘણા દિવસો આ વિસ્તારમાં હાલમાં રોકાઈ ગયા છે અને લોકોને ઘર નિસહાય લોકોને ઘર બનાવી આપે છે અને જરૂરી સહાય કરે છે. અત્યાર સુધીમાં તેને 1.30 થી વધુ રૂપિયાને આ કામમાં ખર્ચી નાખ્યા છે.


ખજૂરભાઈ અને તેમના ભાઈ તરુણ જાનીએ અસહાય લોકોની મદદ કરવા માટેની ઝુંબેશ ઉપાડી છે. જેમાં તેમની ટીમ પણ પૂરો સાથ આપી રહી છે.  ખજુર બનતા નીતીન જાનીએ આ ઝુંબેશ ઉપાડ્યા બાદ તેમના સંપર્કમાં હોય તેવા 16-17 જેટલા બિલ્ડરનો સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી માર્ગદર્શન માંગ્યું હતું. તેમાંથી કોઈએ કહ્યું હતું કે હું આવા નાના કામ નથી કરતો અને આડકતરી રીતે મદદ કરવાની ના પાડી દીધી હતી. ત્યારે તે દરેક વ્યક્તિને જવાબ આપ્યો હતો અને પોતાનો નંબર ડીલીટ મારી દેવા અને આજ પછી ક્યારેય મને મોઢું નહિ બતાવતા એવું કહી દીધું હતું.

આ પછી તેઓ પોતે જ પોતાની દેખરેખ નીચે આ કાર્ય કરવાનું ચાલુ કર્યું અને જે લોકોને જરૂરીયાત હોય તેવા પ્રયત્નો કર્યા. જેઓ સૌરાષ્ટ્રના 26 ગામડાઓમાં ફર્યા અને લોકોને નળિયા અને પતરાની જરૂર છે  પરંતુ લોકો પાસે પૂરતા રૂપિયા નથી તેમ જોયું જેથી તેમણે લોકોને આ કાર્યમાં મદદ કરી છે.

એકબાજુ દેશમાં મહામારી વધી છે અને સાથે મોંઘવારી પણ વધતી જાય છે જેનાં લીધે સામાન્ય માણસ કે વર્ષોથી આવા કાચા મકાનમાં રહેતા હતા. હવે આવા સમયમાં વ્યક્તિ રૂપિયા કયાથી લાવી શકે. જેથી પોતે જે યુટ્યુબમાં મનોરંજન થતી રૂપિયાની કમાણી કરી છે જે સેવા કાર્યમાં વાપર્યા છે. ખજુર ભાઈ લોકોના કોમેડીથી લોકોના ચહેરા પર હસી લાવવા માંગે છે તે હવે આ સમયે દુખી લોકોને ઘર બનાવીને પણ હસી આપવા લાગ્યા છે.

ખજુર ભાઈની આ સેવા કાર્યને જોઈને ઘણા રૂપિયા વાળા અને દયાળુ લોકો પણ રૂપિયા આપી રહ્યા છે અને પોતાના થકી આ રૂપિયા જરૂરીયાત મંદ લોકોની સેવામાં વાપરજો એવું કહી રહ્યા છે. ઘણા લોકો હજુ પણ સરકારની સહાયની રાહ જોઇને બેઠા છે તેવા સમયે સરકારની જગ્યાએ ખજુર ભાઈ કરી રહ્યા છે.

જે લોકોને ખાવા માટે કરિયાણું નહોતું તેમને કરિયાણું પહોચાડવાની વ્યવસ્થા પણ ખજુરભાઈએ કરી છે. ઘણા લોકો પાસે અનાજ હતું પણ વાવાઝોડાને લીધે મકાનમાંથી પત્તરા ઉડી ગયા અને ઘરમાં પાણી ઘુસી ગયા જેને લીધે લોકોને અનાજ પણ બગડુ ગયું છે જેના લીધે ખાવા અનાજ અને કરીયાણાની વ્યવસ્થા પણ ખજુર ભાઈએ કરી છે.

ઘણી વખત આવા સમયે લોકોને જરૂરીયાતમાં સરકારમાં અરજી કરવી પડે અને તે અરજી જો સરકારી ઓફીસ સુધી પહોચે તો સરકારી અધિકારીઓ તપાસમાં આવે અને પછી સહાય મળતા મળતા ઘણા દિવસો વીતી જાય છે. ક્યારેક આવી અરજીઓ ટેબલ ટેબલ ફરીને ટલ્લે પણ ચડી જતી હોય છે તો સહાયથી વંચિત રહેવું પડે છે.

ખજુરભાઈ ખાલી ખોખું જ નહિ પરંતુ પતરાં-નળિયા, પ્લાસ્ટર,લાદી, લાઈટીંગ સહિતની અનેક સુવિધાઓ સાથે 25 લોકોને અત્યાર સુધીમાં મકાન બાંધી આપ્યા છે અને હજુ 200 લોકોને તતેઓ મકાન બાંધી આપશે. ખજુર ભાઈ આ વિસ્તારમાં કડીયાકામ કરતા લોકોની અછત સર્જાતા મહુવાથી સ્પેશ્યલ કડિયાની ટીમો બોલાવીને કામ શરૂ કર્યું છે.

આ પહેલા પણ ખજુરભાઈએ વેશ્વિક વાયરલ મહામારીમાં 25 હજાર લોકો સુધી રાશન કીટ પહોચાડી હતી. જેની તેઓને ક્યાય પણ જાહેરાત કરી નથી કે પબ્લીસીટી કરી નથી. માત્ર સેવાના ભાવથી જ કાર્ય કરે છે. જેમણે વાવાઝોડામાં અસરગ્રસ્ત ગામો ઉના, ગીર ગઢડામ સોનારીયા, મહોબતપુરા, શિયાળબેટ, અમરેલીના લાઠી સહિત અનેક ગામોમાં નુકશાની જોઇને તેને લોકોને પાક્કું મકાન બનાવી આપવાનો વિચાર આવ્યો કે તરત તેને અમલ શરૂ કરી દીધો.

ખજુર ભાઈ જે મકાન બનાવે છે જે સમ્પૂર્ણ પાયાથી લઈને મકાન બનાવે છે સાથે ચણતર પૂરું થયા બાદ લાદી ફીટીંગ, ઇલેક્ટ્રિક કામ, પ્લાસ્ટર, પતરા નળિયા અને દરવાજા સહિતનું કામ પણ કરાવે છે જેના લીધે લોકોને બીજી કોઈ મુશ્કેલી ન સર્જાય.

હાલમાં યુટ્યુબ અને ફેસબુકમાં તેમના વિડીયો ખુબ જ ફની અને હીટ હોવાથી તેમને ઘણી આવક થાય છે.  જેમના માટે યુટ્યુબ કમાણીનો મુખ્ય સ્ત્રોત છે. જેથી આ કમાણીમાંથી થતા રૂપિયા ખોબલે ખોબલે લોકોની સેવામાં આપીને ખુશી અને આશીર્વાદ મેળવી રહ્યા છે. માટે લોકો કહી રહ્યા છે કે યુટ્યુબર હોય તો આવો. આ સિવાય તમેણે અનેક સંસ્થાઓ અને કલાકારોને પણ આવા લોકોની મદદે આવવાનું કહ્યું છે.

આમ, હાલમાં એક કોમેડીયન દાનવીર બનીને ગરીબોનો મસિહા બની ગયો છે. જેથી નોંધ દરેક સમાચાર પત્રો, મીડિયા, ટીવી અને સોશિયલ મીડિયામાં લેવાઈ રહી છે. તેમના વખાણ કરતા અનેક લેખો પણ પ્રસિદ્ધ થયા છે. અમે આશા રાખીએ કે આપણી સેવા ભાવી ભારતની ભૂમિ પર આવા દાનવીર જન્મતા રહે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *