અત્યારે સામાન્ય લોકોને પજવતી કોઈ મોટી સમસ્યા હોય તો એ છે મોંઘવારી. ગુજરાતના તમામ ધારાસભ્યો તેમજ મંત્રીઓના મોંઘવારી ભથ્થા વધારવામાં આવ્ય છે. મંત્રીઓ ના ભથ્થા માં ૧૨ હજાર રૂપિયા નો વધારો થયો છે જયારે ધારાસભ્યોના ભથ્થા માં ૧૪ હજાર રૂપિયા નો વધારો થયો છે.
તમામ મંત્રીઓનો હાલનો પગાર ૧.૩૨ લાખ છે તથા તથા તેમના ભથ્થામાં રૂપિયા ૧૨૭૬૦ નો વધારો થતા તેમનો પગાર ૧.૪૬ લાખ થયો છે. ગુજરાતના ધારાસભ્યોનો હાલનો પગાર ૧.૧૬ લાખ હતો તથા તેમના ભથ્થામાં રૂપિયા ૧૪૫૨૦ નો વધારો થતા તેમનો પગાર ૧.૨૮ લાખ થયો છે .
કાલે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા સરકારી કર્મચારીના પગારભથ્થામાં 11% નો વધારો કરાયો છે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તે અનુસાર ૧૧ ટકાના વધારા બાદ હવે સરકારી કર્મચારીઓને ૨૮ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવશે . આ ભથ્થા માં તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ ને મોંઘવારી ભથ્થા માં વધારો કરવામાં આવી રહ્યો છે.
ગઈકાલે આપણા નાણા મંત્રી નીતિનભાઈ પટેલે પણ મોંધવારી ના ભથ્થા વધારવાની જાહેરાત કરી છે . તેમને વધુમાં એ પણ જણાવ્યું હતું કે અત્યારે ૧૧ ટકા વધેલો મોંઘવારી ભથ્થા નો દર તેમજ તમાંમ સરકારી કર્મચારીને ૨૮ ટકા મોંઘવારી ભથ્થું મળશે તેવી જાહેરાત પણ કરી છે . તેમની સાથે તેમણે રાજ્યના મંત્રીઓ ને પણ મોંઘવારી ભથ્થા નો લાભ મળશે તેવું પણ તેમને જણાવ્યું હતું . તથા બીજા બધા રાજ્યોની સરખામણી માં ગુજરાત રાજ્ય કેટલું મોંઘવારી ભથ્થું મળશે તથા અન્ય રાજ્યો ની સરખામણી એ ગુજરાત રાજ્ય કેટલામાં ક્રમે આવે તેનો પણ એક અહેવાલ એટલે કે તુલના કરવામાં આવશે .
આ તમામ ભથ્થાનો લાભ આગામી આવતા મહિનામાં ઓકટોબરથી મંત્રીઓ ને ૧.૪૬ લાખ અને ધારાસભ્યોને ૧.૨૮ લાખ રૂપિયા પગાર પેટે મળશે . પગાર તેમજ મોંઘવારી ભથ્થા માં ગુજરાત ૮ માં ક્રમે આવે છે . તથા સૌથી પહેલા ક્રમે તેલંગાણા રાજ્ય આવે છે .