હાલમાં કોરોનાના કેસો નહીવત થઇ ગયા છે. જયારે ઘણા વર્ષોથી અટકેલી ભરતીઓ સરકારે કરવાનું ચાલુ કરી દીધું છે. સરકાર દ્વારા જયારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે ગુજરાતના તૈયારી કરતા યુવાનોમાં એક પ્રકારનો ઉત્સાહનો વધારો જોવા મળ્યો છે.
રાજ્યના ગૃહ મંત્રી સંઘવી દ્વારા તાજેતરમાં જ આ જાહેરાત કરવામાં આવી છે. જેમાં તેને 28500 પોલીસની નવી ભરતીની જાહેરાત કરી છે. જેમાં હાલમાં આવેલી આ ભરતીની પ્રક્રીયા 1 ઓક્ટોબરથી ફોર્મ ભરાવાનું ચાલુ થઇ જશે. જે પક્રિયા 21 ઓક્ટોબર સુધી ચાલશે.
હાલમાં આવનારી ચૂંટણીના સંદર્ભે સરકાર દ્વારા ઉત્સાહમાં આવીને આવી જાહેરાત કરવામાં આવે તેનાથી વર્ષોથી ભરતીની રાહ જોઇને બેઠેલા યુવાનોમાં પણ ઉત્સાહનો માહોલ જામ્યો છે. સાથે પંચાયત વિભાગમાં પણ 15000 હજાર જેટલી ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા કરવામાં આવી છે.
આમ પોલીસ અને પંચાયત વગેરેની થઈને કુલ લગભગ 42 થી 43 હજાર જેટલી ભરતી ગુજરાત સરકારમાં કરવામાં આવશે. જેવી જાહેરાત નવી સરકાર દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પોલીસની ભરતી માટે એક બોર્ડની રચના કરવામાં આવી છે. આ જેમાં 4 જેટલા આઈપીએસ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગૃહ વિભાગના સચિવ પણ આ બોર્ડમાં સામેલ છે.
ઓકટોબર મહિનાથી જ આ પ્રક્રિયાના ફોર્મ ભરવાનાં ચાલુ થઇ જશે. આ માટે ભરતી પ્રકિયાને વહેલી તકે પૂરી કરવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં આ રીતે LRD અને SRP સહીત હથિયારી અને બિન હથિયારી પોલીસની આ ભરતી કરવામાં આવશે.
આ ભરતીમાં ઉમેદવારોએ પહેલા દોડ વગેરે શારીરિક ફીજીકલ ટેસ્ટ પૂરી કરવામાં આવશે. પહેલા થયેલી ભરતીમાં પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવતી હતી જયારે આ પ્રક્રિયામાં પહેલા શારીરીક દોડ વગેરે પૂર્ણ કરવામાં આવશે.આ શારીરિક પ્રક્રિયામાં પાસ થનાર ઉમેદવારોમાંથી બે ગણા ઉમેદવારોને લેખિત માટે બોલાવવામાં આવશે.
આ રીતે પરીક્ષામાં સમ્પૂર્ણ તબક્કામાંથી પાસ થયા બાદ ફાયનલ મેરીટ તૈયાર થશે જેમાં નોકરીમાં વેરીફીકેશન માટે બોલાવ્યા બાદ યોગ્ય ઉમેદવારોને છેલ્લે ઓર્ડર આપવામાં આવશે. આમ રીતે ગુજરાત ગૃહ વિભાગ દ્વારા ખુબ જ આયોજન પૂર્વક આ ભરતી પ્રક્રિયા પુરી કરવામાં આવશે.