Gujarat

હવામાન વિભાગની મોટી આગાહી, આ ૨ દિવસ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ

મિત્રો હમણાં થોડા સમયથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે ત્યારે એક વખત ફરી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી આવતો સ્વાતંત્ર્યનો તહેવાર એટલે કે ૧૫ મી ઓગસ્ટના રોજ ગુજરાતમાં ખુબજ વરસાદ પડશે તેવી જાહેરાત કરી દીધી છે તથા તે પછી નો બીજો દિવસ એટલે કે ૧૬ મી ઓગસ્ટના રોજ પણ વરસાદ ધમાકેદાર ખાબકશે તેવી પણ તેમણે જાહેરાત કરી છે.   

હવામાન વિભાગે આ વરસાદ આગાહીના ભાગરૂપે તમામ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવી દીધું છે અને અને આ સમય દરમિયાન તેમણે સાગરખેડુંઓ માટે દરિયો ન ખેડવાની પણ સુચના આપી દીધી.

આ સમય દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ જીલ્લાના કેટલાક સ્થળોએ પણ મધ્યમથી લઈને ભારે વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે તેવું જણાવ્યું છે, આ દિવસો દરમિયાન વધુ વરસાદ પડવાનું મુખ્ય એ કારણ છે કે અરબી સમુંદ્રમાં ડીપ્રેશન હોવાથી વરસાદ પણ વધુ પડશે અને દરિયામાં મોજાં પણ વધુ ઊછળશે તેમજ માછીમારોને આ સમય દરમિયાન દરિયો ન ખેડવા જવા માટે પણ ખાસ સુચન કરી દેવામાં આવી છે.

આ સાથે ગુજરાતના અલગ અલગ સ્થળો જેવા કે વડોદરાના ડભોઇ પંથકમાં પણ જોરદાર મેઘ મહેર થઇ ચુકી છે તેમજ માંગરોળના દરિયાકાંઠામાં પણ કરંટના કારણે ત્યાનો દરિયો ગાંડોતુર અને  તોફાની બન્યો છે ત્યાં 10 થી લઈને 12 ફૂટ જેટલા દરિયાના મોજાં ઊંચા ઉછળવા લાગ્યા છે અને સર્વત્ર વરસાદી માહોલ જામ્યો છે.

આ સાથે વાત કરીએ સુરત જીલ્લાની તો સુરત જીલ્લામાં પણ ખુબજ વરસાદ સાથે તોફાની ગાજ વીજ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદી માહોલ સવાઈ ગયો છે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમ ની સપાટીમાં ખાસ વધારો જોવા મળી રહ્યો છે તેમજ ડેમમાંથી ઉપરવાસમાં વરસાદના પાણીની જોરદાર આવક થતા નર્મદા ડેમના 5 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે તથા એક અંદાજ પ્રમાણે લગભગ દોઢ લાખ કયુસેક પાણી છોડવામા આવ્યું છે.

અત્યારે પાણીની આવકની વાત કરીએ તો લગભગ 1 લાખ 38 હાજર કયુસેક પાણીની આવક આવી રહી છે આ ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે જે અત્યારે 5.03 મીટર જ દુર છે લગભગ આગામી થોડા જ દિવસમાં આ ડેમ સંપૂર્ણ ભરાઈ જશે તેવી તેમણે જાહેરાત કરી છે તથા આ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે. સુરત શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તથા તંત્રને દોડતું કરી દેવા આદેશો અપાઈ ગયા છે.

આમ, અમે તમને આ આર્ટીકલમાં આગામી 15મી અને 16 ઓગસ્ટના રોજ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી વરસાદ અને તોફાની પવનની આગાહી વિશે માહિતી આપી તથા ક્યાં ક્યાં વિસ્તારોમાં વરસાદી વાતાવરણ અત્યારથી જોવા મળી રહ્યું છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *