દેશના સરકાર દ્વારા ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવે છે. જેમાં યોજના સ્વરૂપે તેમજ કોઈ વખત સીધા જ લાભ દ્વારા નબળા અને પછાત વર્ગને ઉપયોગી થવા માટે સરકાર જરૂરી પગલા ભરતી હોય છે અને સેવાઓ આપતી હોય છે.
દેશમાં નબળા અને ગરીબ વર્ગના લોકોને ઉપયોગી થવા માટે સરકાર દ્વારા ખુબ જ સારી યોજનાઓ આપવામાં આવે છે. ઘણી યોજના એવી હોય છે કે આ યોજનાને લીધે વ્યક્તિને સરકાર દ્વારા વીમા સ્વરૂપે લાભ આપવામાં આવતો હોય છે. દેશમાં કેન્દ્ર સરકારમાં ભાજપ આવ્યા બાદ દેશના દરેક નાગરિકોને ખાતા હોવા જરૂરી બનાવવા માટે પ્રધાનમંત્રી જનધન યોજના ચાલુ કરવામાં આવી હતી, જેમાં ઝીરો બેલેન્સ પર ખાતું ખોલી આપવામાં આવતું હતું.
આ યોજનામાં બે મુખ્ય યોજનાઓ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને બીજી છે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ બંને યોજનાઓ એવી છે કે જેમાં દેશના નાગરિકને ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા સુધીનો વીમો આપવામાં આવે છે.
આ વીમાનો લાભ લેવા માટે માત્ર મહિનાની 30 રૂપિયા જેટલી રકમ ભરવી પડે છે. આ યોજના હેઠળ તમારે ફક્ત મહિનામાં 342 રૂપિયા વાર્ષિક રકમ ભરવી પડે છે. રીતે ચાર લાખ રૂપિયા સુધીનો વીમો મેળવી શકાય છે.
આ બે યોજના યોજનાઓ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના હેઠળ તમે દર મહિનાના 1 રૂપિયા લેખે રકમ જમા કરાવીને આ યોજના તમે કરી શકો છો. જેમાં તમને વાર્ષિક 2 લાખ રૂપિયાનો આકસ્મિક વીમો તમે મેળવી શકો છો. આ યોજના સરકાર દ્વારા થોડા વર્ષો પહેલા જ આ નજીવા દર ઉપર ચાલુ કરવામાં આવી છે. આમ, PMSBYનું વાર્ષિક પ્રીમીયમ માત્ર 12 રૂપિયા છે. આ પ્રીમીયમ દર વર્ષે મેં મહીનાનાં અંતમાં 31 મે ના રોજ બેંક ખાતામાંથી આપમેળે કાપી લેવામાં આવે છે.
બીજી યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં ઓન બે લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે. આ યોજનામાં નોંધણીપછી જો કોઈ વ્યક્તિ કોઈ રોગ અથવા અકસ્માતને કારણે મૃત્યુ પામે છે. તો તેના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની આવક મળી શકે છે. આ યોજના 2015માં શરુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ 18 થી 50 વર્ષની કોઈ પણ વ્યક્તિ લાભ લઇ શકે છે.
આ યોજનાનો લાભ કોઇપણ વ્યક્તિને મળી શકે છે પરંતુ આ માટે આ વ્યક્તિ પાસે બેંક ખાતું હોવું જરૂરી છે. આ યોજના હેઠળ આ વીમો મેળવનારે વાર્ષિક 330 રૂપિયા જમા કરાવવાના રહેશે. જે લોકોએ આં સ્કીમ લીધી હોય તેમની પાસેથી આ રકમ દર વર્ષે બેંક ખાતામાંથી સીધી જ કાપી લેવામાં આવે છે.
આ યોજના સરકાર અને LICની અન્ય બીજી પ્રાઈવેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવે છે. જે વ્યક્તિઓ આ આ વીમા યોજનાનો લાભ મેળવવા માંગે છે તે કોઈપણ તેમની નજીકની બેંકમાં જઈને આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ એક ખુબ જ ઉપયોગી થાય તેવી યોજના છે.
આમ, આ યોજનાનો લાભ મેળવનાર વ્યક્તિઓને આ રીતે આ યોજનાનો લાભ ખુબ જ સરળતાથી લઇ શકે છે. જે કકેન્દ્ર સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી અને ખુબ જ નજીવી રકમ પર મળતી એક વીમા યોજના છે. આ યોજનાનો લાભ દરેક બેંકના ગ્રાહકને મળી શકે છે.