દરેક વ્યક્તિ યુવાનીની ઉમરે પહોંચે ત્યારે પોતાના સારા જીવન સાથીની શોધમાં હોય છે. જે જીવન સાથી આખી જિંદગી પોતાની સાથે આખી જિંદગી પોતાની સાથે સારી રીતે પસાર કરી શકે તેવો બધા લોકો પસંદ કરવાનું વિચારતા હોય છે.
ઘણા લોકોને જીવન સાથીની પસંદગી બાબત વિશે અલગ અલગ વિચાર હોય છે. પુરુષો એમ માનતા હોય છે., જે પુરુષ સારો અને સુંદર હોય તેને છોકરીઓ પસંદ કરે છે. અમુક લોકો એવું માનતા હોય છે, જેની પાસે વધારે પૈસા હોય તેને છોકરીઓ પસંદ કરે છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સંશોધન પરથી જાણવા મળ્યું છે કે જેમાં પાર્ટનરના વ્યવહારમાં સેન્સ ઓફ હ્યુમરર, સેક્યુઅલ સેટીસફેકશન જેવી ક્વોલીટીને મહત્વ આપવામાં આવ્યું છે.
એક બીજાને પસંદ કરવા અને તેમની સાથે સહજ મહેસુસ તે સંબંધોમાં પોતાના પણાનો ભાવ આવે છે. લાંબી જિંદગી પસાર કરવા માટે કોઇપણ સમયે એક સહભાગી કુટુંબ હોય તેવું બધા વિચારે છે. જે મુશ્કેલીમાં મદદ રૂપ થાય છે.
ઘણા લોકો પોતાને એકબીજાની વાતને સમજી શકે અને એકબીજાને ભાવના કેળવી શકે તેવા સાથીને પસંદ કરવાનું સ્ત્રીઓ વિચારતી હોય છે. સ્ત્રી એમ ધારે છે કે પોતાનો સાથે ક્યારેય પોતાને એકલતા અનુભવવા નહી દે. જે એકાત્મની ભાવના પર આધાર રાખે છે.
સ્ત્રીઓ પર થયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓ પોતાને ભરોશાપાત્ર જીવન સાથી પસંદ કરે છે કે જે પોતાની ગમે તેવી પરિસ્થિતિમાં સકારાત્મક વલણ અપનાવે. બીજા એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 55 ટકા પુરુષો અન 73 ટકા મહિલાઓ ભાવનાત્મક લગાવ શોધતા હોય છે. જે એક આંતરીક જે ભાવના કેળવી શકે તેવા જીવનસાથીને શોધે છે.
તાજેતરના એક સંશોધન અનુસાર 21 થી 30 વચ્ચેના લોકો વ્યક્તિગત રૂપથી એકબીજાંને રૂબરૂ મળવાનું વિચારે છે, આ ઉમરથી ઉપરના લોકો વાસ્તવિક રીતે સાથે રહેવા પર ભાર આપે છે, જયારે તરુણ યુવાનો કે જેની ઉમર 20 થી નીચે છે તેઓ ખાનગી રીતે મોબાઈલ કે બીજી કોઈ રીતે અવાસ્તવિક ફોન દ્વારા કે ઓનલાઇન પ્રેમમાં વધારે ભાર આપે છે.
ઓનલાઈન પ્રેમમાં નવા નવા લોકોને મળવાથી ખરાબ સંબંધમાંથી બહાર નીકળવાનો રસ્તો નવા લોકોને મળવાથી થાય છે, જે બાબતના 76 પુરુષો અને 57 ટકા મહિલાઓના રીપોર્ટ દ્વારા આ ક્વેક ક્વેક અનુસાર ભારતમાં 1.2 કરોડ લોકોએ આ વધારે યુઝર દ્વારા આ સર્વેમાં જાણકારી આપી છે. ભારતમાં હાલમાં ઓનલાઈને ડેટિંગનું ચલણ વધ્યું છે. માટે હવે જે લોકો એક ધારે છે કે સ્ત્રીઓ માટે રૂપિયા અને આકર્ષક ચહેરો મહત્વનો છે તે માન્યતા ખોટી ઠરે છે.