આગામી સમયમાં ઉત્તરપ્રદેશમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને સરકાર જાગૃત થઈ છે. સરકાર દ્વારા એક પછી એક યોજનાઓ અને લાભો યુપીના લોકોને આપવા માંડ્યા છે. જેમાં સરકાર દ્વારા થોડા સમય પહેલા જ ઓબીસી ક્રીમીયર માટેની આવક મર્યાદા 8 લાખથી વધારીને 12 લાખ કરવામાં આવી છે.
જયારે હાલમાં જ સરકાર દ્વારા એક ચુટણીલક્ષી લાભ માટે એક જાહેરાત કરી છે રાજ્યના એક કરોડ યુવાનો ને સ્માર્ટ ફોન આપવામાં આવશે. આ જાહેરાત યોગીજી વિધાનસભામાં પૂરક બજેટ ભાષણ કરી રહ્યા હત ત્યારે કરી છે.
આસિવાય પણ યુપી મુખ્યપ્રધાન દ્વારા અન્ય જાહેરાતો કરવામાં આવી છે. જેમાં મુખ્ય જાહેરાત જોઈએ તો અ સરકારી ભરતીની તૈયારી કરતા યુવાનો માટે સરકારી ભથ્થુ, 1 કરોડ જેટલા યુવાનોને સ્માર્ટ ફોન, જમીન હડપનારા લોકો પાસેથી ખાલી કરેલી જમીન ગરીબોને માટે નવા આવાસો ઉભા કરવા, સરકારી અધિકારીઓ અને નોકરિયાતોને માટે મોંઘવારી ભથ્થું તેમજ વકીલોની સુરક્ષાના માટે પગલા ભરવા અને સુરક્ષા ફંડ બાબતના અંશો આ ભાષણ દરમિયાન રહ્યા હતા.
યુપી રાજ્યમાં અનેક લોકો અને માથાભારે તત્વો દ્વારા જમીન હડપ કરી લેવામાં આવી હતી, જેને લઈને સરકાર દ્વારા આ જગ્યાએ ગેરકાયદેસર થયેલા બધા જ બાંધકામો પાડી દેવામાં આવ્યા હતા. જે જમીનનો ઉપયોગ હવે રાજ્યના ગરીબ લોકો માટે કરવામાં આવશે. જ્યાં પર નવા સરકારી બાંધકામો થશે અને તે ગરીબ દલિત લોકોને રહેણાંક માટે આપવામાં આવશે. અ સિવાય યોગીજી દ્વારા સરકારી કર્મચારીઓના સતત વધી રહેલી મોંઘવારીને લીધે મોંઘવારી ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આ લાભ સરકારનાં વિભાગમાં અલગ અલગ ક્ષેત્રો પર કાર્ય કરતા લોકોને મળી રહેશે.
સરકારી વકીલો પર હમણાથી હુમલાઓ અને હત્યાઓના મામલા વધી રહ્યા છે. જે માટે સરકારી વકીલોની સુરક્ષા માટે ખાસ ભંડોળ વધારવાની જાહેરાત કરી છે. જેમાં પહેલા આ ભંડોળ દોઢ લાખ રૂપિયા હતું તે હવે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. આ સિવાય સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સરકાર દ્વારા ભથ્થું આપવામાં આવશે. આ સિવાય યુવાનોને સ્માર્ટ ફોન પણ આપવામાં આવશે.
આ સિવાય હાલમાં યુપીમાં શાંતિ સ્થાપવાના દરેક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પહેલાનાં સમય કરતા હાલમાં તોફાનો પણ ખુબ જ ઓછા થયા છે. ભ્રષ્ટાચારમાં પણ થયો છે. તેમજ રાજ્ય દ્વારા વિકારની હરણફાળ ભરવામાં આવીં છે. તે બાબતને યોગીજી દ્વારા ભાષણ કરવામાં આવ્યું હતું.
યુપીમાં જ્યારથી ભાજપની સરકાર બની છે ત્યારથી ખાસ તો યોગી આદિત્યનાથના નેતૃત્વમાં અનેક રીતે વિકાસની વણઝાર છૂટી મુકવામાં આવી છે. દરરોજ કોઈને કોઈ કાર્ય માટે યોગીજી પણ સમાચારોમાં ચમકતા રહે છે.
આમ, આગામી આવનારી ચૂંટણીને અનુલક્ષીને સરકાર દ્વારા એક પછી એક ભેટ લોકોને આપવામાં આવી રહી છે. જેમાં હાલમાં એક કરોડ યુવાનોને સ્માર્ટ ફોન અને ભરતીની તૈયારી કરતા યુવાનો માટે ભથ્થું આપવાની જાહેરાત કરવામાં આવી છે.