તારક મહેતાના ઉલટા ચશ્માં દરેક ઘરમાં જોવાતો એક લોક પ્રિય શો છે. આ શોને નાના મોટા સૌ કોઈ મનોરંજન ને હાસ્ય સાથે જોવે છે. હાલ આ શોને લગભગ 13 વર્ષો થયા છે છતાં પોતાની લોક પ્રિયતા જાળવી રાખી છે. આ શોમાં છેલા ઘણા સમયથી પાત્રોમાં કોઈને કોઈ પરેશાની આવી રહી છે.
જયારે હાલમાં નટુકાકાની પરિસ્થતિ સ્થિતિ વિશેના સમાચાર આવ્યા છે. જે જેમને એક વખત કેન્સરનું ઓપરેશન કરાવ્યું હતું, જયારે હવે ફરી વખત તેમને આ સમસ્યા થઇ રહી છે. નટુકાકા નામનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયકની હાલમાં કેન્સરની તકલીફ વધી ગઈ હોય તેવા સમાચાર આવ્યા છે.
હાલમાં તે શોના સેટ પર જોવા મળતા નથી, પરંતુ તેમને ફરી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, જે તેમના ચાહકો માટે એક ખુબ જ દુખદાયક ઘટના છે. હાલમાં તેમના ગળામાં ફરી વખત કેન્સરના સ્પોટ દેખાયા છે. જેના લીધે તે હાલ હોસ્પિટલમાં છે.
હાલમાં તેમના પરિવારે તેમની કિમોથેરાપીની સારવાર ચાલુ કરવાઈ દીધી છે, તેમના ચાહકો પ્રાર્થનાં કરી રહ્યા છે, તેમની આ સારવાર વહેલા પતે અનેવહેલા સેટ પર આવે. પરંતુ હાલમાં ઘણા લોકોને તેમની ઈચ્છા ઈચ્છા પણ જણાવી દીધી છે.
આં છેલ્લી ઈચ્છામાં તેમને જણાવ્યું છે કે તેઓ પોતાનું નિધન થાય તો મેકઅપ પહેરીને જ મરવા ઈચ્છે છે. ઈન્સ્ટન્ટ બોલીવુડ નામના એક પ્રમાણિત ઈન્સ્ટાગ્રામ પેજ પર જણાવ્યા પ્રમાણે તેમની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેઓ છેલ્લા શ્વાસ સુધી પોતાના ચાહકોને હસાવી લેવા માંગે છે માટે તેવો છેલ્લા શ્વાસે શોનના સેટની વચ્ચે હોય તેવું ઈચ્છે છે. ભગવાનને એટલી પ્રાર્થના કરી કે તેવી ઝડપથી સાજા થઇ જાય અને તબિયત સ્થિર થઇ જાય.
હાલમાં તેઓ જેઠાલાલના કામદાર તરીકે દુકાનમાં કામ કરતા જોવા મળે છે અને ભરપુર મનોરંજન કરાવે છે. આ બીમારીની વચ્ચે પણ તેઓ એક વખત આ શોના સેટમાં આવ્યા હતા અને શૂટિંગ કર્યું હતું. છેલ્લે ઓપરેશનમાં તેમણે ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું ત્યારથી શોમાં ઓછા જોવા મળ્યા છે. જેમાં ૨૦૨૦માં તેમણે સર્જરી કરાવી હતી પરંતુ ચેકઅપ કરાવ્યા બાદ થોડા સમય પછી પાછા સ્પોટ જોવા મળ્યા છે.