અત્યારે આપણા દેશમાં વેક્સીનની પ્રક્રિયા પૂરજોશ ચાલી રહી છે. જેમાં મોટા ભાગના ગામડાઓમાં પણ વેક્સીનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેથી બધા લોકોને આધારકાર્ડ કે ડોક્યુમેન્ટનાં આધાર પર એક વેક્શીનેશન કર્યું હોવાનું પ્રમાણ પત્ર મળે છે. આ પ્રમાણ પત્ર બધા જ લોકોને આપવામાં આવતું હોય છે. જે મોબાઈલમાં નંબર નાખીને જોઈ શકાય છે.
તેમને જણાવ્યા અનુસાર વેક્સીન સર્ટીફીકેટ મેળવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સેપનો લોકો ઉપયોગ કરી શકશે. જેમાં સરકારે મોબાઈલ નંબર 9013151515 નંબર સેવા કરીને તેમાં covid certificate લખીને આ નંબર મેસેજ કરવાનો રહેશે. આ નંબર પર મેસેજ કરવાથી તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે. જેને તમે મેસેજ કરશો એટલે તમારું કોવીડ વેક્સીનેશન સર્ટીફીકેટ આવી જશે.
ખાસ કરીને આ સર્ટીફીકેટની ભવિષ્યમાં જરૂર પડશે તેવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. જેમાં અમૂક હોટેલો, વિદેશ પ્રવાસ, વિમાની યાત્રા વગેરે જગ્યા પર આ સર્ટીફીકેટની જરૂર પડી શકે છે. આ દેશ વિદેશમાં અત્યારે ટ્રાવેલ્સમાં પ્રવેશ આપતા પહેલા આ સર્ટીફીકેટ દેખાડવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ઘણા રાજ્યોએ કેન્દ્રને આ માટે મજુરી આપી ચુક્યા છે.
આ સુવિધા આપણને અત્યારે મોબાઈલ નાખવાની થોડી પ્રક્રિયા કરવી પડે છે. જેથી બધા જ લોકો માહિતીનાં અભાવે આ સર્ટિફિકેટ કઢાવી શકતા નથી. આ સર્ટીફીકેટ માટે તમારે kowin.gov.in પરથી ડાઉનલોડ કરવું પડે છે. જેના ભાગ સ્વરૂપે મોબાઈલ નંબર, ઓટીપી જેવી વિગત ભરવી પડે છે. જ્યારે ઘણા લોકોને આ પ્રક્રિયા અઘરી લાગે છે. આ સિવાય આરોગ્ય સેતુ એપ, કોવીડ એપ, ઉમંગ એપ વગેરે જગ્યાએથી આ સર્ટીફીકેટ મેળવી શકાય છે. પરંતુ બધા લોકોને આવી લાંબી પ્રોસેસ અઘરી લાગે છે.
જેથી હવે સરકાર દ્વારા તમારા મોબાઈલમાં જ એક નંબર દાખલ કરવાથી આ સર્ટીફીકેટ આવી જાય તેવી સુવિધા ચાલુ કરી છે. કેન્દ્ર્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ બાબત પર ટ્વીટરનાં માધ્યમથી માહિતી આપતા જણાવ્યું છે કે હવે આ વેક્સીન સર્ટીફીકેટ લોકોના વોટ્સેપમાં જ પળવારમાં આવી જશે. સરકારની આ સુવિધાથી હવે લોકોએ વેક્સીન સર્ટીફીકેટ કાઢવામાં કોઈ મુશ્કેલી નહિ પડે.
આ ખુબ જ ઉપયોગી સુવિધા લોકો માટે સરકારે કરી છે. આ માહિતી શશી કપૂર દ્વારા પણ પોતાના ટ્વીટર પર શેર કરવામાં આવી છે. જેમને આ સુવિધા માટે સરકારના વખાણ કર્યા હતા. આ રીતે આં નંબર મોકલવાથી એક ડોઝ લીધો હોય તેને પ્રોવિઝનલ સર્ટીફીકેટ અને બંને ડોઝ લીધા હોય તેઓને ફાઈનલ સર્ટીફીકેટ આપવામાં આવતું હોય છે. આ એક ખુબ જ અગત્યની સુવિધા છે. આ રીતે હવે તમે ખુબ જ સરળતાથી વેક્સીન સર્ટીફીકેટ મેળવી શકો છો.