બેંકો અને ઇન્સ્યોરન્સ દ્વાર ગ્રાહકોને જરૂરીયાતના સમયે પૈસા મળી રહે તેવી યોજના અપાય છે. જયારે સરકાર દ્વારા પણ નાગરિકોને ફાયદો થાય તેવી યોજના રૂપે સહાય આપવામાં આવતી હોય છે. આ માટે જયારે કેન્દ્રમાં જયારે ભાજપની સરકાર બની ત્યારથી અનેક યોજનાઓ આપવામાં આવી રહી છે.
આ યોજનામાં જનધન યોજના મુખ્ય છે. આ યોજનાને આજે લગભગ સાત વર્ષ પુરા થયા છે. આ યોજનાનો લાભ આપવામાં માટે સરકાર દ્વારા 40 કરોડથી પણ વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાં વીમા સહિતની અનેક સુવિધાઓ નાગરિકોને મળી રહે છે.
આ યોજનામાં બધા જ ગ્રાહકોને ફાયદાકારક સ્કીમ હોય તો તે ઓવરડ્રાફ્ટની સ્કીમ છે. આ સુવિધાથી ખાતામાં પૈસા ન હોય તો પણ ગ્રાહકને 10 હજાર રૂપિયા મળી રહેશે. જે રીતે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે તે પ્રકારે આ સ્કીમ આપવામાં આવે છે. આ પહેલા આ સ્કીમ નીચે 5 હજાર મળતા હતા જે અત્યારે 10 હજાર કરી દેવામાં આવ્યા છે.
આ સ્કીમમાં પણ અમુક ધારાધોરણ રાખવામાં આવ્યા છે, જેમાં આ સ્કીમ જે વ્યક્તિની ઉમર 65 કે તેનાથી નીચે તે લોકોને આ સુવિધામાં લાભ મળે છે. બેંકમાં ખાતા ધારક જો 6 મહિનાથી ખાતું ધરાવે છે તો આ સ્કીમનો લાભ મળે છે. આ સમય પહેલા 2000 રૂપિયાનો લાભ મળી શકે છે.
PMJDY યોજના નીચે દેશમાં 2015થી લઈને અત્યાર સુધીમાં 43 કરોડથી વધુની સંખ્યાના ખાતા આ સ્કીમમાં ખોલવામાં આવ્યા છે. આમાં પણ 55 ટકા જેટલા તો માત્ર મહિલાઓમાં જ ખાતા છે. ગ્રામીણ વિસ્તારોમાંથી આ જનધન યોજનામાં 67 ટકા ખાતાઓ છે. જેમાંથી 43.04 કરોડ માંથી અત્યારે 36.86 કરોડ ખાતા કાર્યરત છે.
આ જનધન ખાતા ધારકોને રૂપે કાર્ડ આપવામાં આવે છે. આ માટે ત્યરે 31.23 કરોડ ખાતા ધારકોને રૂપે કાર્ડ આપવામાં આવ્યા છે. દેશમાં ચાલી રહેલી આ મહામારીના પ્રથમ તબક્કામાં ગરીબ કલ્યાણ યોજના હેઠળ કોવિડ લોકડાઉન દરમિયાન મહિલા PMJDY ખાતાધારકોના ખાતામાં કુલ 30,945 કરોડ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
આમ, આ જનધન યોજના હેઠળ અલગ અલગ રીતે નાગરીકોને વિવિધ સહાય સ્વરૂપે લાભ મળી શકે છે. સરકારનો આ યોજનામાં ઝીરો બેલેન્સથી ખાતા ખોલવાનો હેતુ જ આ યોજનાનો લાભ આપવાનો છે. જેથી જે આ ખાતાને લાગુ પડતી યોજના હોય તેનો લાભ ગ્રાહકોને મળે છે. જનધન ખાતું કોઇપણ વ્યક્તિ ખોલાવી શકે છે, આ માટે જરૂરી ડોક્યુમેંટ બેન્કને આપવા પડે છે. આ રીતે ખાતું ખુલી ગયા બાદ સરકારી સહાયતા તેમજ ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.
Bank of Baroda