કબજીયાતની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે, આં એક એવી સમસ્યા છે કે જેનો સીધો જ સંબંધ પાચન શક્તિ સાથે રહેલો છે. આ સમસ્યામાં પેટમાં આંતરડામાં મળ રહેલો હોય છે. જે સતત આંતરડામાં રહ્યા કરે છે, અને તે આંતરડામાંથી બહાર નીકળી શકતો નથી. તેમજ ત્યાં જ સુકાઈ જઈને ચડી છે.
આ સમસ્યામાં ઘણા લાંબા સમય સુધી મળ પેટમાં રહેવાથી ગેસ, દુર્ગંધ જેવી તકલીફ ઉભી કરે છે. જે ગેસ ક્યારેય આંતરડા વાટે ઉપર ચડે છે, જે શરીરમાં મોઢામાંથી દુર્ગંધની સમસ્યા ઉત્પન્ન કરે છે., ક્યારેક આ સમસ્યાને લીધે પાયોરિયા, ગુમડા જેવા અનેક રોગો થાય છે.
કબજીયાતને અનેક રોગોનું મૂળ ગણવામાં આવે છે. જેનાથી લોહી અશુદ્ધ થાય છે. જેનાથી બીજા રોગો થવાની શક્યતાઓ રહેલી છે. માટે કબજીયાત થાય તો તેનો ઈલાજ કરવો જરૂરી છે. એક સર્વે અનુસાર ભારતમાં લગભગ 20 ટકા લોકો આ કબજિયાતની સમસ્યાથી પરેશાન છે.
કબજીયાતનો ઈલાજ કરવા માટે સૌપ્રથમ ઈલાજ છે કે ભોજન કર્યા બાદ ઓછામાં ઓછા 10 થી 20 મિનીટ પછી એક ગ્લાસ પાણી પી લેવું. જયારે વધારે પડતી કબજીયાતની સમસ્યા રહેતી હોય ત્યારે એક ગ્લાસ પાણી લઈને પી લેવાથી શરીરનાં આંતરડામાં પડેલો મળ ઢીલો રહે છે, જેના લીધે મળ ત્યાગમાં સરળતા રહે છે કે જેનાથી કબજીયાત રહેતી નથી.
કબજિયાત માટે ઘણી એવી ઔષધિઓ છે, કે જેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા ઠીક થઇ જાય છે. જેમાં આ ઇલાજમાં પપૈયું મુખ્ય છે. પપૈયાને ચીરીને જેના ટુકડા કરીને કે કચુંબર બનાવીને ખાવાથી કબજિયાતને દૂર કરવાનો શ્રેષ્ઠ ઈલાજ છે, આ પપૈયા સાથે કાળા મરીનું સેવન કરવાથી વધારે લાભ થાય છે.
મૂળા એક લીલા પાંદડા વાળા શાકભાજી છે, ક જેનો કચુંબર તરીકે ઉપયોગ કરવામાં આવે તો પણ ફાયદો થાય છે. મૂળાના પાંદડાની ભાજી કે ચટણી બનાવીને ઉપયોગ કરી શકાય છે. આ સિવાય મૂળાના પાંદડા તેમજ તેના કંદમૂળનો ઉપયોગ કરવાથી પણ કબજિયાત ઠીક થાય છે. અને આવનારા સમસ્યામાં કબજિયાત થવાની શક્યતાઓ સામે રક્ષણ આપે છે.
વરીયાળી અને સાકર પણ કબજીયાતની સમસ્યામાં ખુબ જ ઉપયોગી છે. વરીયાળી તેમજ સાકર ચાવી જવી. આ રીતે ચાવી ગયા બાદ એક કલાક પછી હુંફાળું પાણી પી લેવું. આ ઈલાજ તરીકે યમે એકલી વરીયાળીને પણ ખાઈ શકો છો. જેનાથી પેટ સાફ રહે છે. જે પાચન તંત્રને ઠીક કરવા માટે પણ ખુબ જ ઉપયોગી છે. જેનાથી પેટ પણ સાફ રહે છે.
લસણ અને આદુના ટુકડાનો પણ આ રીતે કબજીયાતને ઠીક કરવા માટે ઉપયોગ કરી શકાય છે. આ માટે આદું લઈને તેની ચા બનાવીને પી શકાય છે. આદુના ટુકડા અને તેની બનાવેલી ચા પીવાથી પેટ સાફ રહે છે. આદુની આ રીતે ચા બનાવીને પીવાથી કબજિયાતને ઠીક કરવામાં ઘણી હદે ફાયદો મળે છે.
આમ, જયારે કબજિયાતની સમસ્યા રહેતી હોય, તો આ ઉપરોક્ત ઉપાય કરવાથી આ સમસ્યા ઠીક થઇ જાય છે. શરીરમાંથી આ રોગ ઠીક થઇ જાય છે અને આવનારા સમસ્યામાં આ રોગની સંભાવના પણ ઓછી રહે છે. અમે આશા રાખીએ કે આ માહીતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.