GujaratHealthLifestyle

જાણો ફળ અને શાકભાજી ઉપર સ્ટીકર શા માટે લગાવામાં આવે છે? 99% લોકો નથી જાણતા

આપણે બજારમાં ફળ ખરીદવા જઇએ ત્યારે આપણે તેના પર લાગેલા સ્ટીકર જોઈએ છીએ. આ સ્ટીકર જોઈને તમારા મનમાં પ્રશ્ન થયો જ હશે કે આ ફળ પર સ્ટીકર શા માટે લગાવવામાં આવતા હશે?. પરંતુ આજે અમે અહિયાં આ સ્ટીકર શા માટે લગાવવામાં આવે છે જેના વિશેની સમ્પૂર્ણ માહિતી જણાવી રહ્યા છીએ.

બજારમાં મળતા અમુક ફળો પર સ્ટીકર લાગેલા હોય છે. આ ફળ પરના સ્ટીકર ફળની એક્સપાયરી ડેટ  વિશેની માહિતી આપે છે તે સિવાય  આ સ્ટીકર ફળની ગુણવત્તા વિશેની યોગ્ય જાણકારી આપે છે. જેનાથી જાણવા મળે છે કે ક્યાં ફળ ખરીદવા જોઈએ અને ક્યાં ફળના સેવનથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. ખાસ કરીને આ ફળ પર 4 અને 5 આંકડાનો કોડ આપેલો હોય છે.  હવે આપણને તે કોડની શરુઆત ક્યાં અંકથી થાય તેના પરથી આ ફળ વિશેની માહિતી મળે છે. તો ચાલો જાણીએ આ સ્ટીકર વિશેની માહિતી.

4 અંકના કોડ વાળા સ્ટીકર

ફળો પર પર લગાવેલા સ્ટીકર પર એક કોડ આપવામાં આવેલો હોય છે. જેને PLU એટલે કે પ્રાઈઝ લુક અપ (PRICE LOOK UP) કોડ કહેવામાં આવે છે. તેના પ્રકાર અને મતલબ અલગ અલગ હોય છે. આ કોડની યોગ્ય જાણકારી હોવાથી આપણને ફળના વિશેની સંપૂર્ણ માહિતી મળે છે. જે ફળો પર લગાવેલા સ્ટીકર 4 અંકના કોડ વાળા હોય છે. આ 4 અંકના કોડ વાળા સ્ટીકર કોઇપણ અંકથી શરુ થઈ શકે છે. જે બતાવે છે કે આ ફળના ઉછેર માટે કીટનાશક દવાઓનો અને રસાયણોનો તેમજ ખાતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

4 અંકના કોડ

ઉદાહરણ તરીકે 1234, 4321, 2137, 5૩32 જેવા 4 અંકના કોઇપણ નંબર હોય શકે. આ પ્રકારના ફળ CONVENTIONAL-(Grown with chemicals and pesticides) કહેવામાં આવે છે.

આ પ્રકારના ફળના અને છોડના ઉછેર માટે પુષ્કળ પ્રમાણમાં દવાઓનો છંટકાવ કરવામાં આવેલો હોય છે. આ ફળને કેમિકલ પાઈને મોટું કરવામાં આવેલું હોય છે. તેમજ તેમાં નિંદામણ નાશક દવાઓનો પણ છંટકાવ કરવામાં આવેલો હોય છે. આ સિવાય તેમાં ઉછેર માટે કુત્રિમ ખાતરો પણ ખુબ જ પ્રમાણમાં નાખવામાં આવે છે. જેથી આ પ્રકારના ફળનું સેવન કરવાથી ગંભીર રોગ થવાની શક્યતાઓ રહે છે. જેમાંથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ ઉદભવે છે.

5 અંકના કોડ વાળા સ્ટીકર

8 થી શરુ થતા:

જો કોઈ ફળ પર લગાવેલા સ્ટીકર 5 અંકના કોડ વાળા હોય અને તેની શરૂઆત 8 નંબરથી થતી હોય તો એ ફળ કુદરતી રીતે ઉગાવવામાં આવ્યું છે પરંતુ કે આ ફળને હાઈબ્રીડ બનાવવા આવ્યું હોય છે.

ઉદાહરણ તરીકે, 81234, 84321, 82137, 85૩32 જેવા 5 અંકના કોઇપણ નંબર હોય શકે જેની શરૂઆત 8 થી થાય છે. આ પ્રકારના ફળને GMO-( Grown Unnaturally Genetically Modified)  કહેવામાં આવે છે.

5 અંકના કોડ

આ પ્રકારના ફળના છોડઓ ઉછેર કુદરતી રીતે તેમજ આધુનિક ખેત પદ્ધતિઓ કરવામાં આવે છે, પરંતુ તે ફળના છોડને હાઈબ્રીડ બનાવવામાં આવ્યું હોય છે. જેને સંકરણ પદ્ધતિ તરીકે આપણે ઓળખીએ છીએ. આ પદ્ધતિઓ સરખી પ્રજાતિની જાતિઓના છોડને સંકરણ કરીને નવી જાત શોધવામાં આવે છે.

આ ફળની નવી જાત શોધવાનો ઉદેશ્ય માત્ર તેનું વધારે ઉત્પાદન મેળવવાનો અને યોગ્ય વાતાવરણમાં જે ફળ ઉગી શકે તે માટેનો હોય છે. જેમ કે અમેરિકાની અમુક ફળની પ્રજાતિ ભારતમાં હોય પરંતુ તેમાં અને ભારતના ફળમાં થોડો ઘણો ફેર હોય છે. જેનું કુળ એક હોય છે. પરંતુ ત્યાના વાતાવરણનો છોડ ત્યાજ વિકાસ પામે છે જે ભારતમાં રોપણી કરતા ઉછરી શકતો નથી, જયારે આ છોડની ભારતમાં મળતી પ્રજાતિના છોડ સાથે સંકરણ કરીને નવી જાત ઉત્પન્ન કરીને ઉછેરવામાં આવે છે તો જાત બંને જગ્યાએ અનુકળ થઇ શકે તેવી હોય છે.

આવા પ્રકારના ફળના સ્ટીકર પર 8 અંકથી શરૂઆત થતી હોય છે. આ ફળની કિંમત કુદરતી રીતે ઉછરાતા ફળ કરતા ઓછી હોય છે. કારણ કે મોટા ભાગે નવી શોધાયેલી જાતો વધારે ઉત્પાદન હેતુ જ હોય છે માટે તેનું ઉત્પાદન વધારે થતા ભાગ ઓછા પ્રમાણમાં રહે છે. પરંતુ આ ફળમાં રોગ અને જીવાતના નિયંત્રણ માટે છોડ પોતે રક્ષણ કરી શકે તેવી જાતો હોવાથી દવાઓનો અને ખાતરનો છંટકાવ ઓછા પ્રમાણમાં હોય છે.

9 થી શરુ થતા:

જો કોઈ ફળ પર લગાવેલા સ્ટીકર 5 અંકના કોડ વાળા હોય અને તેની શરૂઆત 9 નંબરથી થતી હોય તો આ ફળ કુદરતી રીતે ઉગાવવામાં આવ્યું હશે અને જે કુદરતી રીતે જેવી રીતે પ્રાચીન સમયથી ઉગી રહ્યું તેવી રીતે જ ઉછેરવામાં આવ્યું છે.

ઉદાહરણ તરીકે, 91234, 94321, 92137, 95૩32 જેવા 5 અંકના કોઇપણ નંબર હોય શકે જેની શરૂઆત 9 થી થાય છે. આ પ્રકારના ફળને ORGANIC-(Grown Naturally No Chemicals) ફળ કહેવામાં આવે છે.

9 થી શરુ થતા

આ પ્રકારના ફળનો વર્ષોથી થતી આવતી ખેત પદ્ધતિ કે આધુનિક ખેત પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ ફળ વર્ષોથી જે જાત પ્રમાણે પાકે છે તેવી જ પ્રજાતિની હોય છે, જેમ કે આપણે વર્ષોથી પ્રાચીન સમયથી ફળની જાતો છે તેનો ઉછેર કરવામાં આવે છે. જેમાં કુત્રિમ ખાતર કે દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી, તેમજ તેમાં દેશી ખાતર જે પશુઓના છાણમાંથી બને છે તે ખાતર નાખવામાં આવે છે.

જેના લીધે આ ફળને ઓર્ગેનિક એટલે કે કુદરતી ફળ કહેવામાં આવે છે. આ ફળમાં આપણા શરીરમાં આયુર્વેદિક પોષકતત્વો મળે છે. જેમાં કોઈ પ્રકારના રસાયણો કે ખાતરનો ઉપયોગ ન થયો હોવાથી શરીર માટે કોઈ નુકશાન કરતું નથી. જેનો ઉપયોગ ઔષધી તરીકે કે જડીબુટ્ટી તરીકે કરી શકીએ છીએ. માટે અન્ય સ્ટીકર લગાવેલા ફળની સરખામણીએ આ ફળ કિંમતી હોય છે.

આ રીતે માત્ર ત્રણ પ્રકારે ફળની ગુણવત્તા પારખી શકાય છે. આપણે સારા સ્વાસ્થ્ય માટે ગુણવત્તા વાળા અને આરોગ્યપ્રદ ફળોનું સેવન કરવું જોઈએ.આપણે મોટાભાગે સ્વાસ્થ્ય લાભો માટે ફળોનું  સેવન કરતા હોઈએ છીએ. પરંતુ તેમાં પાવામાં આવેલા કેમિકલ અને કુત્રિમ ખાતરો સ્વાસ્થ્ય લાભો કરવાને બદલે શરીરમાં નુકશાન કરતા હોય છે. જેના કેન્સર જેવી બીમારીઓ થાય છે જે જીવલેણ હોય છે. માટે 9 અંકથી શરુ થતા હોય તેવા ફળોની ખરીદી કરવાથી સ્વાસ્થ્ય માટે લાભ કરે છે.

આ માટે અમે સલાહ આપીએ છીએ કે તમે ફળની ખરીદી કરો ત્યારે ફળની ઉપર નજર કરવાને બદલે ફળ પર રહેલા સ્ટીકર જોઈને જ ફળ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. કારણ કે ક્યારેક કેમિકલ દ્વારા પકાવવામાં આવેલા ફળનો ચમકતા અને રંગબેરંગી દેખાતા હોય છે અને જોવામાં શ્રેષ્ઠ હોય તેવા દેખાતા હોય છે.

Organic Product

જોકે હાલમાં બજારમાં સ્ટીકર વગરના ફળ પણ મળતા હોય છે. જેમાં આ કોઈ ગુણવત્તા દર્શક માપદંડોનું પાલન કરવામાં આવ્યું હોતું નથી. માટે આવા ફળોની ઉછેર પદ્દતિ કે તારીખ તેમજ ક્યાંથી બજારમાં વેચાણ માટે લાવવામાં આવ્યું છે જેની કોઇપણ માહિતી આપણી પાસે આવી ઉપલબ્ધ થતી નથી. જો આવા ફળની ખરીદી કરીને સેવન કરવામાં આવે અને ગંભીર તકલીફ ઉભી થાય તો આપણે કોઈને કાયદાકીય રીતે જવાબદાર ગણી શકતા નથી, માટે આપણી સમ્પૂર્ણ સુરક્ષા માટે બની શકે ત્યાં સુધી આવા સ્ટીકર વાળા ફળનો જ આગ્રહ રાખવો જોઈએ.

આજે મોટાભાગે ફળો અને શાકભાજીઓ પર સ્ટીકર લગાવવામાં આવે છે. જેથી લોકો ખોરાક માટે કોઇપણ પ્રકારના સંકોચ વગર ફળ અને શાકભાજી ખરીદી શકે અને આરોગ્યપ્રદ જીવન જીવી શકે. છતાં તમને આ સ્ટીકરમાં કોઈ સંકોચ લાગે અને ખોટી રીતે સ્ટીકર લગાવેલા છે તેવું જણાય તો તમે ફરિયાદ નોંધાવી છો. આમ આવી રીતે આપણા સ્વાસ્થ્યને લઈને ફળો પર સ્ટીકર લગાવવામાં આવેલા હોય છે.

ઘણી વખત ઘણા લોકો સ્ટીકર માત્ર ફળના દેખાવ માટે રાખ્યા હશે તેવું માનીને ફેકી દેતા હોય છે. પરંતુ આજના સમયમાં દરેક માહિતી રાખવાની જરૂરીયાત ઉભી થઇ છે. માટે આ સ્ટીકર વિશે જાણવું જરૂરી છે. કારણ કે આજે વધારે પૈસા કમાવાની લાલચે મોટાભાગના આ ધંધા સાથે સંકળાયેલા લોકો નીતનવા કેમિકલો અને રસાયણો ફળ અણ એ શાકભાજીમાં વાપરી રહ્યા છે. જે પાકને જલ્દી ઉત્પાદન આપતો કરે છે અને માત્ર ફળ સમય કરતા ખુબ જ વહેલા મોટું થાય તેવી દવાઓ છોડ, ફળને આપવામાં આવે છે કે ઈન્જેકશન દ્વારા પીવરાવવામાં આવે છે.

આમ, અહિયાં અમે તમે ફળ અને શાકભાજી પર લગાવેલા કોડને ઓળખી શકો તેના માટે અહિયાં આ લેખ દ્વારા માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. જેથી કરીને તમે સ્ટીકર વાળા આ ખાદ્ય ફળફળાદિને પારખી શકો અને જેને લીધે આરોગ્યપ્રદ અને તંદુરસ્ત રહી શકો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ઓર્ગેનીઝ ફળો અને શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખો જેના લીધે ગંભીર બીમારીઓ તમારાથી દુર રહે.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *