તાજેતરમાં અનેક સરકારી અને પ્રાઇવેટ સેક્ટરમાં અમુક કાર્ય પદ્ધતિ અને નીતિનિયમોમાં ફેરફાર થઇ રહ્યા છે. જેમાં બેન્કિંગ સેક્ટરમાં પણ વારંવાર સુધારાઓ થતા હોય છે. આની સીધી જ અસર તમારા ઉપર પડી શકે છે.
હાલમાં એક્સીસ બેંક દ્વારા બેન્કીંગ બાબતે ફેરફાર થયો છે. જેમાં બેંક દ્વારા ચેક ક્લીયરીંગ સીસ્ટમ બદલાઈ રહી છે. સપ્ટેમ્બર 2021થી જ આ સીસ્ટમ બદલાઈ રહી છે. આ માટે બેંકે એસએમએસ દ્વારા આ બાબતે આ બાબતને લઈને સુચના આપવામાં આવી છે.
આ માટે હવે 1 સપ્ટેમ્બરથી ચેક કલીયર થયાના એક વર્કિંગ ડે પહેલા પોઝીટીવ પેની વિગતો ગ્રાહકોએ આપવી પડશે. જો તમે આ ન કરો તો તમને તમારો ચેક પરત મળી શકે છે. આ સીસ્ટમ SBI BOB, HDFC, ICICI વગેરે બેંકો દ્વારા આ સિસ્ટમ લાગુ થઇ ચુકી છે.
આ પોઝીટીવ પે સિસ્ટમ ઓટોમેટેડ ફ્રોડ ડીટેક્શન ટૂલ છે. જે આરબીઆઈએ જણાવ્યા અનુસાર હવે આ આં રીતે આ સીસ્ટમથી હવે ચેકનો દુરુપયોગ ઘટશે. આ માટે હવે એક દિવસમાં તમેં પોઝીટીવ પેની વિગતો નહિ જણાવો તો તમારો ચેક 5 લાખથી વધુ રકમનો હશે તો રીટર્ન થઇ જશે.
આ એક એવી સીસ્ટમ છે કે આનાથી ફ્રોડ અને છેતરપીંડી થતી અટકશે. આ સીસ્ટમથી હવે ચેક ક્લીયર કરવાની ઝડપી પ્રક્રિયા છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા NPCL બેંકોબે ચેક ટ્રકેશન સીસ્ટમન પોઝીટીવ પેની સુવિધા પૂરી પાડે છે. આ સીસ્ટમ 50 હજારથી વધુ રકમના ચેક પર લાગુ પડે છે.
આ સીસ્ટમ દ્વારા SMS, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ અને એટીએમ દ્વારા ચેકની માહિતી આપી શકાય છે. ચેકથી પેમેન્ટ કરતા પહેલા આ વિગતો ફરી ચકાચણી માટે મોકલવામાં આવે છે. અને જેમાં ગોટાળાઓ જણાય તો તેને રીજેક્ટ કરી દેવામાં આવે છે. આ બાબતને લઈને જો બેન્કમાંથી ચેક કપાઈ ગયો તો અને જે બેંકમાં ચેક નાખવામાં આવ્યો હોય તો, આ બંનેને આ બાબતે જાણકારી આપવામાં આવે છે.
બેન્કની સીસ્ટમમાં અવારનવાર જરૂરી સુધારાઓ કરવામાં આવતા હોય છે, ગ્રાહકો સાથે થતી છેતરપીંડીના અનેક કેશો વધતા જાય છે, જેને લઈને આ મામલે અનેક સુવિધાઓ જાહેર કરવામાં આવતી હોય છે. જેથી છેતરપીંડીના કેસોને રોકી શકાય. આ માટે હાલમાં અ પોઝીટીવ પેની સુવિધા લાગુ કરવામાં આવી છે.