HealthLifestyle

જો તમે ચાને વારંવાર ગરમ કરીને પીતા હો તો તમારે ચેતી જવાની જરૂર છે

આપણે ઘરે જયારે ચા બનાવીને પીએ છીએ જે એક વ્યસન તરીકે કે શરીરને સ્ફૂર્તિ માટે ઉપયોગ પીએ છીએ. આ ચા આપણા દેશમાં મોટાભાગના ઘરોમાં બનતી જ હોય છે. જયારે અમુક લોકો બહાર બજારમાંથી ચાની દુકાનેથી ચા પીવા માટે ટેવાયેલા હોય છે.

આ ચા ની લત કે વ્યસન જે લોકોને લાગી જાય તેને દિવસ દરમિયાન ચા વગર ચાલતું નથી. જે પોતાના સમયે ચા માંગી લેતા હોય છે. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે , જેને સતત ચા પીવાની આદત હોય છે. જે લોકો દિવસ દરમિયાન કેટલી વખત ચા પીવે તેમને પણ યાદ હોતું નથી.

ચા ઉકાળીને ના પીવી જોઈએ

આ લોકો કેવી ચા પીવે છે તેનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે. આ ચા પીવાની વારંવારની ટેવને લીધે ઘણા લોકો એક વખત ચા બનાવ્યા બાદ તે તેને સતત ગરમ કરીને પીધા કરતા હોય છે. પરંતુ આ રીતે એકવાર બનાવેલી ચા વારંવાર ગરમ કરીને પીવી સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાન કર્તા છે.  ઘણી ચાની દુકાનોમાં પણ એક વખત ચા બનાવીને તે ગ્રાહકોને ગરમ કરી કરીને આપવામાં આવતી હોય છે. જે શરીરમાં નુકશાન કરી શકે છે. જે લોકોને સતત બનાવવામાંથી છૂટકારો મેળવવા માટે  એક સામટી ચા બનાવી નાખે છે.

વારંવાર ચાને ગરમ કરવાથી પ્રથમ તો તેનો સ્વાદ જતો રહે છે. સાથે જ તેની અંદરથી સુગંધ પણ ઉડી જાય છે. જે  ચાને ગરમ કરવાને લીધે તેની અંદર રહેલા પોષકતત્વો પણ ઘટી જાય છે.  ચાને ગરમ કરીને પીવાથી તે સ્વાસ્થ્યને નુકશાન પહોચાડે છે.

ચાની અંદર માઈક્રોબીયલ બેક્ટેરિયાનો વધારો થવા લાગે છે. આ બેકટેરિયા શરીરમાં ઘણા પ્રકારે નુકશાન પહોચાડે છે. જે આ બેક્ટેરિયા તેમાં રહેલા દૂધને વારંવાર ગરમ કરવાથી તેની અંદરથી ટોક્સીન બને છે. બેક્ટેરિયાને બળવાથી આ ટોક્સીન શરીરમાં બનીને નુકશાન કરે છે. આ ચાને પીવી સ્વાસ્થ્ય માટે જોખમ કારક છે. જેમાં માઈલ્ડ બેક્ટેરિયા પણ હોય છે. જેનાથી સ્વાસ્થ્યને ખતરો રહેલો છે.

આ ચાની જગ્યાએ હર્બલ ચાનું સેવન કરવું જોઈએ. જેની અંદર રહેલા પોષક તત્વો બિલકુલ નાશ પામતા નથી. જેને વારંવાર ગરમ કરીને પી શકાય છે. જે સ્વાસ્થ્ય માટે ઉપયોગી થઇ શકે છે. ચા ને વારંવાર ગરમ કરીને પીવાથી પેટની સમસ્યાઓ થાય છે.  આ માટે પેટ ખરાબ થવું, પેટમાં દુખાવો થવો,  તેમજ પાચન સંબંધી સમસ્યાઓ આ ગરમ કરેલી ચા પીવાથી થાય છે.

આમ, ચાને વારંવાર ગરમ કરીને ક્યારેય પીવી ન જોઈએ. જે શરીરમાં સ્વાસ્થ્યને ફાયદો કરે છે. આપણા શરીરમાં અનેક રોગોનું નિર્માણ કરે છે. માટે 15 મિનીટ થી વધારે સમય ગરમ કરેલી ચા ક્યારેય પીવી ન જોઈએ. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *