જાપાનમાં ટોકીયો ઓલિમ્પિકની શરૂઆત થઇ ચૂકી છે, જેમાં ભારતને ઘણા બધા મેડલ મળવાની આશા છે. ભારતમાંથી રમતવીરો આ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ગયેલા છે. ત્યારે આ ટોકીઓ ઓલિમ્પિક 2020માં ભારતની વેઇટલીફ્ટર ખેલાડી મીરાબાઈ ચાનુએ પહેલો આ ઓલિમ્પિકનો મેડલ જીત્યો છે. ભારતની આ ખેલાડીએ આ મેડલ જીતીને આ ઓલિમ્પિક તરફ ભારતની નજર કરાવી છે.
મીરાબાઈ ચાનું નામની આ મહિલા એથ્લીટ એક વેઇટલીફટ એથ્લીટ છે. જેને આં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ મેડલ જીતીને તેને આપણા ભારત દેશનું આ ઓલિમ્પિકમાં નામ ઉન્ચુ કરી દીધું છે. આ મેડલ જીતવા બદલ ભારતના અનેક મહાનુભાવોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. જેમાં દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અમિતભ બચ્ચન, અભિષેક બચ્ચન, સ્વરાં ભાસ્કર વગેરેને આ ખેલાડીની જીતને અભિનંદન પાઠવીને જીતને વધાવી છે.
આ મેડલ જીત્યા બાદ મીરાં બાઈ ચાનુએ પીઝા ખાવાની ઈચ્છના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે હવે તે પોતાને પીઝા ખાવા માટે નહિ રોકી શકે. તેમને ઘણા વર્ષો સુધી આ સફળતાં મેળવવા માટે પીઝા ખાધા ન હતા. આ મેડલ જીતતા પીઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરતા તેમને ડોમિનોઝે આજીવન પીઝા મફતમાં આપવાની જાહેરાત કરી છે.
જેમાં ભારત તરફથી ડોમિનોઝ ઇન્ડિયાએ આ જાહેરાત કરી છે કે તે મીરાબાઈ ચાનુંને આજીવન પીઝા મફતમાં આપશે. મેડલ જીત્યા બાદ એક સમાચાર ચેનલમાં ઇન્ટરવ્યુ આપતા તેને આ વાત જાહેરાત કરી છે કે તેને ઘણા સમય પછી પીઝા ખાધા નથી. જ્યારે તે ખાવાની ઈચ્છા થાય ત્યારે તે ખુદને રોકી રાખતી હતી. આ બાદ હવે તે ભારત તરફ સિલ્વર મેડલ જીતી છે અને સફળતા સુધી પહોંચી ગઈ છે એટલે તે પીઝા હવે ખાઈ શકશે. તેમને આ રીતે પીઝા ખાવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
જેને લઈને પીઝામાં ખુબ જ અગ્રણી કંપની ડોમિનોઝ ઈન્ડિયાએ આ વાતને ધ્યાનમાં લઈને મફતમાં ફ્રી પીઝા આજીવન આપવાની જાહેરાત કરી છે. ડોમિનોઝ એક ખુબ જ ખ્યાતનામ પીઝા બનાવનાર કંપની છે અને ઘણા દેશોમાં તેમના પીઝા વખાણાય છે. જેથી આ બાબતને લઈને આ ખેલાડી ઉપર આ કંપની રાજી થઇ છે.
હાલમાં જાપાનમાં આ ઓલિમ્પિકનું આયોજન થઇ રહ્યું છે. આ ઓલિમ્પિક 2020 માં યોજવાનો હતો, પરંતુ કોરોના મહામારીને પરિણામે આ ઓલિમ્પિકનું આયોજન એક વર્ષ મોડું કરવામાં આવ્યું છે. જેથી 23 જુલાઈના રોજ આ આ ઓલિમ્પિક શરુ થયો છે અને 8 ઓગષ્ટના રોજ તેનું સમાપન થશે. જેમાં બીજા જ દિવસે આપણા દેશમાંથી મીરાં બાઈ ચાનુએ દેશનો આ ઓલિમ્પિકનો પહેલો મેડલ જીતીને દેશની આન, બાન અને શાન વધારી છે.
આ ઓલિમ્પિકમાં 339 જેટલી ઇવેન્ટ રાખવામાં આવી છે જેમાં 33 જેટલા સપોર્ટ છે, અને 11238થી પણ વધારે ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઇ રહ્યા છે. જેમાં આ દેશમાં કુલ 206 દેશો ભાગીદારી કરી રહ્યા છે. આ ટોકિઓ ઓલિમ્પિકનો સૂત્ર યુનાઈટેડ ઈમોશન છે.
ભારત આ ઓલિમ્પિકમાં હજુ પણ ઘણા મેડલ જીતે તેવી આશા છે. આ ટોકિયોના શહેરમા યોજાઈ રહેલો છે અને જેમાં આ 32મો ઓલિમ્પિક છે. જેના પર આ માહામાંરીને લીધે આખી દુનિયાનું ધ્યાન આ ઓલિમ્પિક છે. અમે આશા રાખીએ કે અ માહિતી તમારા માટે ખુબ રસપ્રદ હશે.