GujaratPolitics

રાજ્યના ખેડૂતોને વિના મૂલ્યે ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટબ સહાય યોજના

સરકાર દ્વારા ખેડૂત લક્ષી અનેક વિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં  દરેક ખડૂતોને લાભ થાય તેવી અનેક સુવિધાઓ વારંવાર આપવામાં આવતી હોય છે. જેમાં ખેડુંતોની સ્થિતિને આધારે લાભ આપવામાં આવે છે. જેમાં પીએમ કિસાન યોજના હેઠળ  વાર્ષિક સહાય 6000 રૂપિયા, જયારે તબેલો કે ઘાસ ચારો રાખી શકવા માટે જગ્યા ગોડાઉન બનાવવા વગેરે સહાયો આપવામાં આવે છે.

આ યોજનામાં રાજ્યના ખેડુતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ૨૦૦ લિટરનું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ ૧૦ લિટરના બે પ્લાસ્ટિકના ટોકર(ટબ)ની કીટ વિનામૂલ્યે આપવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. એક ખાતા દીઠ (નમૂના નંબર ૮-અ મુજબ) એક લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે.

ટબ સહાય યોજના

એક ખેડૂતને મહત્તમ એક જ ખાતા માટે સહાય મળવાપાત્ર થશે. દિવ્યાંગ અને મહિલા ખેડૂતોની અરજીને અગ્રીમતા આપવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલમાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિંટ મેળવી, સહી/અંગુઠો કરી અરજીમાં દર્શાવેલ સાધનિક કાગળો સહિત જે તે તાલુકા અમલીકરણ અધિકારી/વિસ્તરણ અધિકારી (ખેતી)ની કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં રજૂ કરવાની રહેશે. અરજદાર તરફથી મળેલ અરજી તથા સાધનિક કાગળોને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસી, લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વમંજુરી આપવામાં આવશે. પસંદ થયેલ અરજદારને ડ્રમ તથા બે પ્લાસ્ટીકના ટોકર(ટબ)ની કીટ મેળવવા સંબંધિત કચેરીએથી જણાવવામાં આવશે.

હાલમાં જ સરકાર દ્વારા ખેડુતોને માટે એક ખુબ જ સારી સહાય આપવામાં આવી રહી છે. જેમાં તમે સરકાર તરફથી 200 લીટરનું ટીપણું અને 10 લીટરના 2 તબ મેળવી શકો છો. હાલમાં આ ત્રણેય વસ્તુઓ ખેડૂતોને મફતમાં આપવામાં આવી રહી છે.

આ યોજનામાં સામાન્ય હેતુ માટે આ  મફતમાં આપવામાં આવે છે. આ લાભ જ ખેડૂતો જમીન પોતાના નામે ધરાવે છે, જે બધા જ ખેડૂતોને આ સહાય મળી શકે છે. આ માટે માટે જરૂરી ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, 7/12 અને 8, રેશન કાર્ડની નકલ અને મોબાઈલ નંબરનાં આધારે તમે આ લાભ મેળવી શકો છો.

આ સહાયનો લાભ લેવા માટે 15મો ઓગષ્ટથી 31 ઓગષ્ટ સુધી આ માટે અરજી કરી શકાય છે. જે માટે સરકારની ખેતીવાડી વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx  પર તમારે અરજી કરવાની રહેશે. આ સહાયનો લાભ રાજ્યના બધા જ ખેડૂતોને વિનામૂલ્યે મળી રહે છે.

આમ, તમે જો ખેતી ધરાવો છો, અને સરકાર તરફથી આ લાભ મેળવવા માંગો છો તો વહેલી તકે આ અરજી કરી દેશો, જેથી તમને આ યોજનાનો લાભ મળે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *