GujaratIndiaPolitics

નાણા મંત્રીએ કહ્યું પેટ્રોલ-ડીઝલ સસ્તું નહીં થાય, કોંગ્રેસને જવાબદાર ગણાવી

આપણે જાણીએ છીએ કે હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. આ જેમાં દિનપ્રતિદિન વધારો થતો જણાય છે. લોકો આ ભાવ વધારાથી ખુબ જ પરેશાન છે. હાલમાં પણ હજુ વધારો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે. આ ભાવ વધારાને લઈને વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યો છે.

હાલમાં આ મુદ્દાને લઈને દેશના નાંણામંત્રી નિર્મલા સિતારમણ દ્વારા એક  એક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે આ  હાલમાં જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, જેના માટે કોંગ્રેસ જવાબદાર છે. જેમાં તેમણે કહ્યું છે પાછલી સરકાર દ્વારા કરવામાં આવેલા અનેક બોન્ડો અને તેમની વ્યાજની રકમ બાકી છે.

હાલમાં સરકારદ્વારા સંકેતો આપવામાં આવ્યા છે કે હાલમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારે પેટ્રોલ ડીઝલના ભાવના કોઈ ઘટાડો નહિ થાય. પહેલાની સરકાર દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલા ભાવ ઘટાડા હાલમાં સરકાર ઉપર વ્યાજ બનીને બોજ થઈ ગયા છે. જેથી સરકાર તેલની કિમતમાં કોઈ ઘટાડો નહિ કરે. આ માટે હાલ રાજ્ય સરકારો અને કેન્દ્ર સાથે મળીને આ બોન્ડ ભરશે.

સરકારે અત્યાર સુધીમાંચ છેલ્લા પાંચ વર્ષમાં 62 હજાર કરોડ રૂપિયાનીવ્યાજની ચુકવણી કરી છે અને હજુ 2026 સુધીમાં 37 કરોડ રૂપિયાની ચુકવણી કરવાની છે. આગળ તેમણે જણાવ્યું છે કે વ્યાજ ચુકવણી છતાં 1.30 લાખ કરોડથી વધારે  રૂપિયાનું દેવું સરકાર પર છે. જેના લીધે સતત આ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

આ વર્તમાન સ્થિતિઓ માટે કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો અમારા પર આ બોજ ન હોત તો અમે આ ભાવ ઓછા કરવાની સ્થિતિમાં હોત. નાણા મંત્રીએ કહ્યું છે કે 1.44 લાખ કરોડ રૂપિયાના ઓઈલ બોન્ડ જાહેર કરીને કોંગ્રેસ સરકાર દ્વારા તેલનીં કિમતો ઘટાડવામાં આવી હતી, જેના લીધે હાલની સરકાર પર બોજો વધતા પેટ્રોલ ડીઝલની કિમતો વધારવામાં આવી રહી છે.

આમ, સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવી છે, કે હાલમાં વધી રહેલા ભાવ વધારા માટે સરકાર કોઈપણ રીતે જવાબદાર નથી અને હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો નહિ થાય.

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *