આપણા રસોડામાં એવી અદ્ભુત ઔષધીઓ છે, જેના વિશે આપણે પુરતું જાણતા જ નથી. જેનો ખાવા સિવાય અન્ય રોગમાં ઉપચાર કરવામાં આવે તો તે અમુક રોગ માટે રામબાણ ઔષધી બની શકે છે. તો વળી અમુક ચીજો બીજી કોઈ વસ્તુ સાથે ભેળવી લેવામાં આવે તો તેનો પ્રભાવ એટલો બધો વધી જાય છે કે દવા કરતા પણ અનેક ગુણો ધરાવતી ઔષધી બની જાય છે.
ઈલાયચી પણ આવું જ એક ઔષધ બીજ છે કે તેના ફાયદાઓ અનેક છે. જેનો ઉપયોગ લાફસીમા, લાડુમાં, શીરો બનાવામાં, ચા બનાવવામાં, દૂધ બનાવવામાં, ખીર બનાવવામાં, થાળ બનાવવામાં, મોઢામાં સ્વાદ મેળવવા વગેરેમાં આ ઈલાયચીનો ઉપયોગ થાય છે.
ઈલાયચી ભારતીય સામાન્ય મસાલાઓમાંથી એક છે. ઈલાયચીમાં વિટામીન બી, આયર્ન, તાંબુ અને રોબોફ્લેવીન, વિટામીન સી તથા નિયાસીન જેવા આવશ્યક વિટામીન હોય છે. લાલ રક્તકણો અને ચયાપચયના કોષના ઉત્પાદનમાં એલચીને વધારે મહત્વની ગણવામાં આવે છે.
ઈલાયચીનું મુખ્ય કાર્ય પાચન શક્તિને મજબુત કરવાનું છે. જે શરીરમાં અન્ય ખોરાકના પાચનમાં ઉપયોગી છે. તેના આ ઉપયોગને લીધે મોટા ભાગે વરીયાળી સાથે મુખવાસમાં તેનો ઉપયોગ થાય છે. ઈલાયચીનો ઉપયોગ લોકો સીધો પણ કરી શકે છે. તેને મોમાં નાખીને ચાવી શકાય છે. દિવસમાં ગમે ત્યારે તેનો ઉપયોગ થઈ જાય છે. ઈલાયચીનો ઉપયોગ આખો દિવસ ગમે ત્યારે કરી શકાય છે.
ઈલાયચીમાં આ સિવાય પણ એક મોટો ગુણ રહેલો છે કે તે કફને તોડી નાખે છે. પચ્યા વગરનો જે ખોરાક હોય છે કે જેમાંથી કાચો આમ બને છે જેને આપણે કફ કહીએ છીએ તે કફને આ ઈલાયચી તોડી નાખે છે અને શરીરની બહાર કાઢે છે.
ઈલાયચીનો ઉપયોગ કરીને પેટનાં દર્દોને મટાડી શકાય છે. બધા જ રોગોનું મૂળ પેટ છે. જેથી પેટને સુધારનાર આ ઈલાયચી છે. જેમાં અપચો, આફરો, ગેસ બધાને મટાડે છે. જમ્યા પછી ઈલાયચી ખાવામાં આવે તો ખોરાક પુરેપુરો પચી જાય છે. આ ઈલાયચી ખાવાથી મોટાપાની સમસ્યા દુર થાય છે.
ઈલાયચીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ બનતું નથી, ફેફસામાં કફ રહેલો હોય તો તેને પણ બહાર કાઢે છે. એલચીમાં ઉપયોગી વિટામીન અને પોષક તત્વો હોવાથી એનીમિયાથી પણ રક્ષણ મળે છે. ઈલાયચી એક કુદરતી વાયુ શામક છે. તે પેટના સોજાને ઓછો કરવામાં પણ ઉપયોગી છે. એસીસીટીને દુર કરવામાં ઉપયોગી છે. ઈલાયચી શરીરના ચીકણા પદાર્થોને શાંત કરે છે જેથી તે યોગ્ય રીતે કાર્ય કરી શકે. આનાથી એસીડીટી અને પેટની ખરાબીના લક્ષણોમાં રાહત મળે છે.
જો તમારા ગળામાં તકલીફ હોય અને ગળામાં દુખાવો રહે છે તો સવારે ઉઠીને અને રાત્રે સુતી વખતે નાની ઈલાયચી ચાવી ચાવીને ખાવી તથા તેને હુંફાળા પાણીમાં પીવી. જો ગળામાં સોજો આવી ગયો હોય તો મૂળાના પાંદડામાં પાણીમાં નાની ઈલાયચી વાટીને સેવન કરવાથી સોજામાં ફાયદો થાય છે.
ઈલાયચી ઉલ્ટીમાં રાહત આપે છે. મોટી ઈલાયચી 5 ગ્રામ લઈને અડધા લીટર પાણીમાં ઉકાળી લેવી. જયારે પાણી ચોથાભાગનું રહે ત્યારે તેને ઉતારી લેવું. આ પાણી પીવાથી ઉલટી બંધ થઈ જાય છે. ઈલાયચી જીવ ગભરાવાની સમસ્યામાં ફાયદો કરે છે. જ્યારે બસ કે ગાડીમાં બેસીએ ત્યારે જીવ ગભરાય કે ચક્કર આવી રહ્યા હોય તરત મોઢામાં નાખી દેવાથી તરત લાભ મળે છે.
શરદી, ખાંસી અને છીંક થાય ત્યારે એક નાની ઈલાયચી, એક કટકી આદું, લવિંગ તથા પાંચ તુલસીના પાંદડા એક નાગરવેલના પાનમાં મૂકીને એક સાથે ખાવી. જેનાથી ખાંસીમાં તરત રાહત મળે છે. શ્વાસની દુર્ગંધમાં રાહત આપવામાં ઈલાયચી મુખ્ય છે.જો તમારા મોઢામાંથી દુર્ગધ આવે છે તો દરેક ભોજન પછી ઈલાયચીનું સેવન કરવું.
હેડકીની તકલીફ ક્યારેક ક્યારેક શરુ થઈ જાય છે અને તે અટક્યા વગર જ કેટલીયવાર સુધી આવતી રહે છે. તેવામાં ઈલાયચીનું સેવન ખુબ જ ફાયદાકારક બની શકે છે. ઈલાયચીમાં જે ગુણ હોય છે કે જે હેડકીની તકલીફમાંથી છુટકારો આપે છે. ઈલાયચી હ્રદયના ધબકારાની ગતિને સુધારે છે. ઈલાયચીમાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ખનીજ રહેલા છે સાથે તે જરૂરી મીઠાનો ભંડાર ગણવામાં આવે છે.
પોટેશિયમ કોઇપણ માનવમાં રહેલું લોહી તૈલી અને ઉત્તકોનું મુખ્ય તત્વ છે. ઈલાયચી દ્વારા તેની પુરતા પ્રમાણમાં પુરતી થાય છે. જેનાથી માણસનું લોહી કાબુમાં રહે છે. ઈલાયચી લોહીની ઉણપ પણ ઓછી કરે છે. ઈલાયચીમાં અગત્યની ધાતુ તરીકે તાંબુ અને લોહ તત્વ તેમજ જરૂરી વિટામીન જેવા કે રાઈબોફ્લાવીન, વિટામીન સી અને નિયાસીન પણ રહેલા હોય છે. આ બધા તત્વોને લાલ રક્તકણો ઉત્પન્ન કરવા તથા તેને વધારવામાં મહત્વનું ગણવામાં આવે છે. આથી જ લોહીની ઉણપમાં ઈલાયચી ખુબ જ ફાયદાકારક છે.
શરીરમાંથી ઝેરીલા તત્વોને નાશ કરીને દુર કરવામાં ઈલાયચી મદદ કરે છે. ઈલાયચી ફ્રી રેડિકલ્સનો પણ સામનો કરે છે. ઈલાયચી મેંગેનીઝ નામના ખનીજનો મોટો સ્ત્રોત છે. મેંગેનીઝથી એવા એન્ઝાઈમ પેદા થાય છે જે ફ્રી રેડિકલ્સને નાશ કરીને ખાય છે. તેમાં ઝેરીલા તત્વોને શરીરની બહાર કાઢીને દુર કરવાની તાકાત હોય છે. જેનાથી શરીર કેન્સર જેવા મહારોગોનો પણ સામનો કરવામાં સક્ષમ બની જાય છે.
ઈલાયચી માથાના દુખાવામાં રાહત અપાવી શકે છે. ઈલાયચીના બીજને સારી રીતે વાટીને સુંઘવાથી છીંક આવે છે જેનાથી માથાનો દુખાવો દૂર થઇ જાય છે. ફેફસાની તકલીફનું નિદાન પણ આ ઈલાયચી દ્વારા થાય છે. લીલી ઈલાયચીથી ફેફસામાં લોહીનું પરિભ્રમણ ઝડપથી થવા લાગે છે. જેનાથી શ્વાસ લેવાની તકલીફ જેવી કે અસ્થમા, ખુબ જ તાવ અને ખાંસી જેવા લક્ષણોમાં ઉણપ આવે છે.
આયુર્વેદમાં ઈલાયચીને ગરમ તાસીરની માનવામાં આવે છે. જે શરીરને અંદરથી ગરમ કરે છે. જેથી બલગમ અને કફ છાતીની બહાર નીકળીને છાતી જકડાયેલી હોય તે ઓછી કરવામાં મદદ કરે છે. ઈલાયચીમાં તેલ પણ રહેલું હોય છે. ઈલાયચીમાં રહેલું એસેન્સિયલ ઓઈલ પેટની અંદરની લાયનીંગને મજબુત કરવામાં મદદ રૂપ થાય છે. એસીડીટીમાં પેટમાં એસીડ જમા થઇ જાય છે જેનાથી પેટ તંત્ર ક્ષતિગ્રસ્ત થાય છે. જ્યારે આ ઈલાયચી આ સમસ્યાને દૂર કરવામાં ઉપયોગી છે.
આમ, ઈલાયચી આપણા શરીરમાં અનેક રોગોથી બચાવ કરે છે અને થયેલા રોગમાંથી છુટકારો અપાવે છે. આ એક ખુબ જ રીતે આપણા શરીરમાં ઉપયોગી હોય તેવું આયુર્વેદિક ઔષધ છે અને શરીરમાં કોઈ વધારાની આડઅસર કરતું નથી. અમે આશા રાખીએ કે આ ઈલાયચીના ઉપયોગો વિશેની અને તેના ઔષધીય ગુણો વિશેની માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
મિત્રો આ માહિતી વૈજ્ઞાનિક તથ્યો અને જુના આયુર્વેદના પુસ્તકોનું સંકલન તેમજ આયુર્વેદિક ડોક્ટરની સલાહ પ્રમાણે લખી છે. વાચક મિત્રો દરેક ની તાસીર અને પ્રકૃતિ અલગ અલગ હોય છે.