હાલમાં કોરોનાની બીજી લહેર પૂરી થવાની તૈયારીમાં છે અને નિષ્ણાતોના મતે થોડા સમયમાં ત્રીજી લહેર આવી શકે છે. કહેવામાં આવે છે આવનારી ત્રીજી થોડી ઘાતક હશે, જેમાં પણ ખાસ કરીને આ ત્રીજી લહેર બાળકો માટે ભયાનક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પોઝીટીવ કેસો હાલમાં ઘટી ગયા છે.
જેના પગલે શાળાઓ ખોલવાની તૈયારી સરકારે શરુ કરી દીધી છે, પરંતુ હાલમાં જ રાજકોટમાં કોરોનાથી એઈક બાળકનું મૃત્યુ થયું છે. આ મોતને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. લોકો આ ઘટનાને ત્રીજી લહેરનું આગમન માની રહ્યા છે.
આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે, જેમણે આ ઘટના અંગે જવાબ આપતા તેમણે કહ્યું છે કે આ ઘટનાથી મને ખુબ જ દુખ થયું છે. આ પગલે સરકારી હોસ્પિટલોમાં પણ બાળકો માટે સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે.
હાલમાં ઘણા એવા કેસો પણ સામે આવી રહ્યા છે કે જે લોકોએ વેક્સીન લીધી હોય તે લોકોને પણ કોરોના થઈ રહ્યો છે. હાલમાં દેશમાં બાળકો માટે ઈમરજન્સી વેક્સીનને મંજુરી મળી ગઈ છે. જેનાથી ત્રીજી લહેરથી બાળકોને બચાવના તમામ પ્રયોગ કરવામાં આવશે. લોકોએ પણ તકેદારી રાખવી જરૂરી છે.
આરોગ્ય નિષ્ણાતો કહે છેકે આવતા મહીને કોરોનાની લહેર આવી શકે છે. જેમાં ખાસ કરીને ઓક્ટોબર મહિનામાં ત્રીજી લહેર આવવાના એંધાણ છે. જો કે આ બાબતે સરકાર તરફથી પણ લોકોને બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવશે. બાળકોને માટે પણ વહેલી તકે સંક્રમણ બચાવવા માટે વહેલાસર ઝડપી વેક્સીનેશન કરવામાં આવશે.
આમ, કોરોનાથી રાજકોટમાં થયેલા એક બાળકના મોતના પરિણામે સરકાર દ્વારા તમામ આ ઘટના બાબતે સક્રિય થઈ હોય તેવું આ ઘટના પરથી જણાઈ રહ્યું છે. હાલમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી છે.