GujaratIndiaTech

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ હવે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાશે

ખાસ કરીને જોઈએ તો તમારું આધારકાર્ડ જો ખોવાય ગયું હોય અથવા તો તમારે નવું આધાર કાર્ડ મેળવવું હોય તો તેના માટે ખાસ તમારે પહેલા જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કર્યો હોય છે તેની ખાસ જરૂર પડતી હતી અને ઘણા બધા લોકોને બહુ લાંબા સમય બાદ પોતાનો કયો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરેલો છે તે યાદ પણ રહેતું નથી અને તેને કારણે તેમને અગવડતા પડતી હોય છે , માટે આજે અમે તમને મોબાઈલ નંબર વગર તમે કઈ રીતે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો તેને વિશે તમને અમે સંપૂર્ણ માહિતી આપી દઈશું .

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર તમે તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકશો તેની સંપૂર્ણ જાણકારી UIDAI એટલે કે યુનિક આઈડેટીફીકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયા એ આપી દીધી છે . જે લોકોએ આધારકાર્ડ કઢાવતી વખતે તેમનો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નથી કર્યો તેવા લોકો માટે ખુબજ ખુશીના સમાચાર કહેવાય છે ,  તમને ખબર હશે કે આધારકાર્ડને યુનિક દસ્તાવેજ તરીકે ગણવામાં આવે છે . તેના વગર લોકો ને ખુબજ મુશ્કેલી નો સામનો કરવો પડતો હોય છે .

આધારકાર્ડ ડાઉનલોડ કરવાની રીત: તમે સૌથી પહેલા તો આધારકાર્ડ માટેની ઓફીશ્યલ વેબસાઈટ UIDAI ઉપર જવાનું પસી ત્યાં જઈને તમારે ‘ My Adhar ‘ ઉપર ક્લિક કરવાની રહેશે . હવે તમારે આધારનંબર અથવા તો ૧૬ આંકડા વાળો વર્ચ્યુઅલ આઈડેટીફીકેશન નંબર દાખલ કરવાનો રહેશે . અને પસી તમારે કેપ્ચા કોડ દાખલ કરી દેવો . જો તમારી પાસે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ નથી તો તેના માટે ત્યાં આપેલા એક વિકલ્પ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમે વૈકલ્પિક મોબાઇલ નંબર ઉપર ક્લિક કરો અને ત્યારબાદ તમે ‘ Send OTP  ’ ઉપર ક્લિક કરવાથી તમે જે મોબાઈલ નંબર નાખેલો હોય છે તેના ઉપર એક જે OTP આવે છે તે ફરી વખત નાખો ત્યારબાદ જરૂરી નિયમ અને શરતો પર ચેક કરો અને સબમિટ બટન ઉપર ક્લિક કરી દો .

સબમિટ આપ્યા બાદ તમને એક નવા પેજ ઉપર રીડાયરેક્ટ કરવામાં આવશે . ત્યારબાદ રીપ્રિન્ટીંગના સકાચણી માટે તમને પ્રિવ્યુ આધાર લેટર નો એક વિકલ્પ આપવામાં આવશે , અને પસી તમે મેક પેમેન્ટનો સેલેકટ કરો , પસી આપને ડીજીટલ હસ્તાક્ષર તૈયાર રાખવાની છે તે PDF ડાઉનલોડ માટે જમા કરાવવું ફરજીયાત છે . છેલ્લે SMS ના માધ્યમ થી એક સર્વીચ રીક્વેસ્ટ જનરેટ કરવામાં આવશે અને આ નંબર દ્વારા તમે તમારી એપ્લીકેશન નું સ્ટેટસ પણ સરળતાથી ટ્રેક કરી શકશો .

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *