ડાયાબીટીસએ આજના સમયની સૌથી મહત્વની અને સૌથી મોટી સમસ્યા છે. સૌથી ચિંતા જનક સમસ્યા છે. આજે આપણા દેશમાં કોઈ એવું ગામ નહિ હોય કે ત્યાં ડાયાબીટીસનો દર્દી ન હોય. ડાયાબીટીસ થવાનું મુખ્ય કારણ આપણી ખરાબ જીવનશૈલી છે. ખોરાકની ખોટી ટેવો અને આપણામાં રહેલી કુટેવોને કારણે ડાયાબીટીસ નામની મોટી સમસ્યા ઉભી થાય છે.
ઘણા બધા લોકોને ડાયાબિટીસની સમસ્યાઓ હોય છે. જેમાં ખાસ કરીને જે લોકોની ઉમર 60 વર્ષ કરતા વધારે હોય તેમને ડાયાબીટીસની સમસ્યા વધારે રહે છે. આજકાલ તો ડાયાબીટીસનો પ્રોબ્લેમ તો ઘરે ઘરે જોવા મળે છે. ઘણા લોકોમાં ડાયાબીટીસ અને શુગર એટલા પ્રમાણમાં વધેલું છે જેને ડોકટરો પણ કન્ટ્રોલ કરી શકતા નથી.
ડાયાબીટીસના રોગમાં માત્ર 10 દિવસમાં ફાયદો થઈ શકે તેવા ઉપચારો પણ આયુર્વેદમાં છે. આ ડાયાબીટીસને સંપૂર્ણ પણે મટાડવા માટે આ રોગના ઇલાજમાં આંબાના 6 થી 7 પાન લેવા. આ પાનના નાના નાના ટુકડા કરી લેવા. જેને તપેલીમાં ત્રણ ગ્લાસ પાણી સાથે આ પાનને ઢાંકીને મૂકી દેવા.
બીજા દિવસે સવારમાં આને નરણા કોઠે કોઈ વસ્તુ પીવી નહિ. બ્રશ પણ નહિ કરવું અને પાણી પણ નહિ પીવું. આ સમયે આ પાંદડાને 3 ગ્લાસ પાણીમાં નાખીને ગેસ પર ઉકાળવા. આ પાંદડાને એટલા ઉકાળવા કે 3 ગ્લાસ પાણીમાંથી માત્ર એક જ ગ્લાસ પાણી વધે અને બે ગ્લાસ પાણી બળી જાય. આ રીતે થાય પછી તેને ઉતારી લો. અને થોડું ઠંડું થવા દો.
જયારે ચા ગરમ હોય એટલું ગરમ હોય ત્યારે આ એક ગ્લાસ પાણી વધેલું હોય તેમાંથી આંબાના પાન કાઢી અને ગરણીમાં ગાળી અને આને પી જવું. આ પ્રયોગ માત્ર 10 દીવસનો પ્રયોગ છે. કોઇપણ રૂપિયાનો ખર્ચ નથી. માત્ર થોડી મહેનત થશે અને માત્ર 20 મીનીટમાં તમારી આ ડાયાબીટીસની દવા તૈયાર થશે. આ રીતે 10 દિવસનો આ ઉકાળાનો કોર્સ પૂરો કરો અને ડાયાબીટીસના ડોક્ટર પાસે તપાસ કરાવી લો. તપાસમાં તમારું ડાયાબીટીસ ઘટી ગયેલું બતાવશે.
આ સિવાય સરળ બીજો પ્રયોગ છે, જે માટે સૌપ્રથમ મેથીદાણા 100 ગ્રામ લેવા. આ સાથે 100 ગ્રામ જેટલા તમાલ પત્ર પણ લેવા. ત્યારબાદ જાંબુના ઠળિયા 150 ગ્રામ લેવા. 250 ગ્રામ બીલીપત્રના પાન લેવા. આ ચારેય વસ્તુઓને અલગ અલગ રાખીને તડકામાં સુકવી દેવી. આ બરાબર સુકાઈ જાય એટલે આ ચારેય વસ્તુનો પાવડર કરી લેવો.
આ બધા જ પાવડર બની જાય પછી આ ચારેય પાવડરને મિક્સ કરી દેવા. આ પાવડરને આ પછી હવા ન જાય તેવા તેવા કોઈ કાચના ડબામાં ભરી લેવા. આ પાવડરને દિવસમાં બે સમય સવારે અને સાંજે એક એક ચમચી લેવો.
આ પાવડર ગરમ પાણી સાથે એક ચમચી સવારે અને એક ચમચી સાંજે લેવો. આ પાવડર જમવાના એક કલાક પહેલા લેવો. સવારે સંડાસ ગયા બાદ આ પાવડર લેવો. આં પાવડર લીધા બાદ એક કલાક પછી ભોજન લેવુ.
આ રોગમાં ડોકટરો દવા આપે છે અને માત્ર રાહત કરે છે. પણ તેઓ ડાયાબીટીસને જડમૂળમાંથી મટાડી શકતા નથી. જેનાથી માત્ર થોડા સમય માટે કાબુમાં રાખે છે અને દવા બંધ કરતા પહેલા જેવી સ્થિતિ ફરી આવી જાય છે. આના લીધે ઘણી બધી સમસ્યાઓ આવે છે. આવા લોકોએ ગળ્યું કે તળેલી વસ્તુઓ હોય તેના પર વધારે કન્ટ્રોલ કરવો પડે છે.
આપણા શરીરમાં ગ્લુકોઝ નામનું તત્વ હોય છે, જેનું નિર્માણ ઈન્સુલીન નામનું તત્વ કરે છે. ડાયાબીટીસના દર્દીઓમાં આ ઈન્સુલીનની અછત ઉભી થાય છે. ઈન્સુલીનનું મુખ્ય કામ ગ્લુકોઝન જે અણુઓ હોય છે તેને લોહીમાંથી દર્દીના કોષોની અંદર પહોંચાડવાનું છે.
ઈન્સુલીનના અભાવના લીધે જે ગ્લુકોઝ હોય છે જે શરીરના કોષો સુધી પહોંચી શકતા નથી. જેના લીધે શરીરની અંદર અસમતુલા સર્જાય છે. શરીરમાં ગ્લુકોઝના અણુઓ હોય છે પરંતુ ઈન્સુલીન ન હોવાને લીધે ગ્લુકોઝના કણો કોષો સુધી પહોંચી શકતા નથી. જેના લીધે કોઇપણ વપરાશ વગર લોહીમાં ગ્લુકોઝના કણોનો વધારો થાય છે.
આના લીધે શરીરમાં ગ્લુકોઝ હોવા છતાં પણ તેનો ઉપયોગ થઇ શકતો નથી. જેના પરિણામે લોહીમાં તેનો વધારો થતો રહે છે. જેને આપણે ડાયાબીટીસ કહીએ છીએ. લોહીમાં આ ગ્લુકોઝનું પ્રમાણ વધવાથી શરીરમાં ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે.
આપણે જયારે ખોરાક ખાઈએ ત્યારબાદ આ ખોરાકનું પાચન થાય, પાચન થયા બાદ તેમાંથી ગ્લુકોઝ છૂટો પડે અને એ ગ્લુકોઝ લોહીમાં ભળે છે. જો આ ગ્લુકોઝ લોહીમાં ન પહોંચે તો તેનું પ્રમાણ વધતું જાય છે. ખાસ કરીને ગળ્યા પદાર્થોમાં ગ્લુકોઝનું પ્રમાણ હંમેશા વધારે હોય છે. જેના લીધે ગળ્યું લેવાથી ગ્લુકોઝમાં બમણો વધારો થાય છે.
જે લોકોને ડાયાબીટીસ હોય તેવા લોકોએ પોતાના મોઢાની સંભાળ રાખવી, ચામડીની સંભાળ વ્યવસ્થિત રાખવી, પોતાના પગની સંભાળ નિયમિત રાખવી તેમજ તેની આંખની સંભાળ પણ નિયમિત રાખવી. શરીરમાં આ રોગથી કોષો નબળા પડવાથી પગની રક્તવાહિની અને ચેતાઓને ખુબ જ નુકશાન થાય છે. જેથી પગમાં નાની મોટી ઈજા થાય તો ઝડપથી એ રુઝાતી નથી. જેથી પગની વિશેષ સંભાળ રાખવી પડે છે. આ સિવાય મોઢામાં અથવા ચામડી પર પણ ચેપ લાગવાની શક્યતા ખુબ વધી જાય છે. જેથી કોઇપણ નાની સમસ્યા કે નાનું ગુમડું હોય તો તેની સારવાર કરી લેવી જરૂરી છે.
ડાયાબિટીસ એ કોઈ વાયરસ, બેક્ટેરિયા કે કીટાણુંઓને લીધે ફેલાતો કોઈ રોગ નથી. પરંતુ ડાયાબીટીસએ શરીરમાં ઉભી થયેલી એક અસમતુલા છે. જો ડાયાબીટીસને જડમૂળમાંથી દૂર કરવું હોય તો આયુર્વેદિક જડીબુટ્ટીઓનો સહારો લેવો જોઈએ. આયુર્વેદિક ઔષધીય ઉપચારો ડાયાબીટીસમાં રામબાણ સાબિત થાય છે.
આમ, આ ઉપરોક્ત ઔષધીય દવા બનાવીને વાપરવાથી ડાયાબીટીસ ચોક્કસ મટી જાય છે. આ પ્રયોગો ગુજરાતના ઘણા લોકોએ અપનાવેલા છે. અમુક વેધ લોકો ડાયાબીટીસની દવાઓ પણ આ રીતે બનાવે છે. જેનાથી ખુબ જ અસરકારક પરિણામ મળે છે. અમે આશા રાખીએ કે ડાયાબીટીસના રોગને કાબુમાં રાખવા માટે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ડાયાબીટીસ રોગને મટાડી શકો.