ધાધર એ ચામડીનો ઘણા લોકોને થતો રોગ છે. આ રોગ જો સારવાર ન કરવામાં આવે તો લાંબા સમય સુધી શરીરમાં ઘર કરી જાય છે. આ એક ફંગલ ઇન્ફેકશનનો રોગ છે, જેથી ધાધર વાળા વ્યક્તિના સંપર્કમાં રહીને તેની કોઈ વસ્તુ વાપરવામાં આવે તો આ રોગ ફેલાય છે. જેવા કે દાંતિયો, રૂમાલ, કપડા વગેરે જે કોઈ ધાધર ધરાવતા હોય એવા વ્યક્તિના વાપરીએ તો આ રોગ થાય છે. સાથે લોહીમાં બગાડની લીધે પણ આ રોગ થાય છે.
ધાધર ચામડીના ઉપરના ભાગે થાય છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં આસાનીથી ફેલાઈ શકે છે. ધાધર પોપડીવાળી ચામડી પર ગોળ અને લાલ ચાંઠાના રૂપમાં દેખાતા હોય છે. તેમાં ખંજવાળ અને જલન થાય છે. આ રોગ ચામડી પર અસર કરતો હોવાથી રોગ ગ્રસ્ત વ્યક્તિને ખુબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ ધાધરના ઉપચાર માટે લીમડાના પાંદડા, એલોવીરા જૈલ, હળદર, કપૂર અને મેરીગોલ્ડ ફૂલની જરૂર પડશે. આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને એક તેલ તૈયાર કરવું. આ તેલ બનાવવા માટે 100 મિલી તલનું તેલ, 100 મિલી નારીયેળનું તેલને મિક્સ કરીને સામાન્ય ગરમ કરવું. આ પછી તેમાં 25 ગ્રામ લીમડાના પાંદડા, 25 ગ્રામ એલોવીરા જૈલ, 50 ગ્રામ મેરીગોલ્ડ ફૂલના પાંદડા લઈને તેને મિક્સ કરો.
આ પછી આ મિશ્રણને સામાન્ય તાપમાને ગેસ ઉપર ગરમ કરવું. આ પછી 10 મિનીટ બાદ ગેસને બંધ કરી લેવો. આ પછી તેલને ઠંડું થવા દેવું. આ પછી તેમાં એક ચમચી હળદર, બે ચપટી કપૂર મિક્સ કરવું. હવે પછી આ તેલને સંપૂર્ણ રીતે ઠંડું થવા દેવું. આ પછી આ તેલને ગાળીને કાચની બોટલમાં ભરી લેવું.
આ તેલ જયારે પણ ધાધર કે ચામડીની કોઈપણ સમસ્યા થાય ત્યારે આ તેલને રાત્રે સૂતી વખતે રૂની મદદથી ધાધર વાળી જગ્યા પર લગાવી દેવું. આ તેલનો દરરોજ ઉપયોગ કરવાથી ધાધરથી થોડા જ સમયમાં રાહત મળે છે. આ તેલનો ઉપયોગ વાળમાં પણ કરી શકાય છે. જે લોકોને મોઢાના ભાગે ડાઘ અથવા તો ખીલ જેવી સમસ્યાઓ છે તે પણ આ તેલનો ઉપયોગ કરી શકે છે.
આ રોગ વધારે ગળ્યું, મીઠાવાળું, વાસી ભોજન, દૂષિત આહાર અને સાફ-સફાઈની ઉણપને કારણે કફ અને કફદોષ અસંતુલિત થઇ જાય છે. જેના લીધે ચામડી પર ખંજવાળ, જલન અને લાલીમાં જેવ લક્ષણો ઉત્પન્ન થઈને ધાધરનું રૂપ લે છે.
ધાધર વાળી જગ્યા પર ખંજવાળ અને જલન બંને થઈ શકે છે, તે લાલ ચકતાના રૂપમાં દેખાય છે. ધાધર વાળા ચકતા બહારની તરફથી કિનારા પર લાલ હોય છે. જે ગોળ ચકતાના રૂપમાં હોય છે તથા ઉપરની તરફથી ઉભરેલા હોય છે. ક્યારેક ગોળ ઉભરેલા દાણા જેવું દેખાય છે. ક્યારેક ડાઘ ફેલાયને વધીને ફરફોલા જેવું બની જાય છે. ડાઘની બહારની તરફથી કિનારા પર લાલ થઈ જાય છે અને એક અંગુઠીના સમાન આકૃતિ વાળો ડાઘ પણ થાય છે. આ રીતે શરીરમાં સારી રીતે ડાઘ વધે છે.
ધાધર ચાર પ્રકારે થઈ શકે છે. જેમાં એક પ્રકારે જેમાં સાંધા, આંતરિક જાંઘ અને નિતંબની આસપાસની ચામડી પર થાય છે. બીજા પ્રકારની ધાધર માથાની ચામડી પર થઈ શકે છે, જે મુખ્યરૂપથી બાળકોને પ્રભાવિત કરે છે. જેનાથી માથામાં ટાલ દેખાવા લાગે છે. ત્રીજા પ્રકારે ધાધર પગની ચામડી પર થાય છે. જે સાર્વજનિક સ્થાનો પર ખુલ્લા પગે જાવાથી તેનો ખતરો વધે છે. જયારે ચોથા પ્રકારમાં ધાધર દાઢીના ભાગમાં તેમજ ગરદન પર થાય છે. આ કારણે વાળ તૂટવા લાગે છે.
આ માટે આ રોગને મટાડવામાં અમે અહીંયા એવા ઉપાયો બતાવીશું કે તમે થોડા જ સમયમાં અને સરળતાથી અને ઘર બેઠા આ ધાધરથી છુટકારો મેળવી શકશો. ચામડીમાં થતી ઘણી બીમારીઓ પણ ઘણી વખત ખુબ જ ગંભીર બીમારીઓ બની જતી હોય છે. જેમાં ધાધર પણ ચામડીનો જ એક પ્રકારનો ગંભીર રોગ છે.
આ રોગ ગમે તે પ્રકારે ગમે તે વ્યક્તિને થઈ શકે છે. પરંતુ ધાધર થયા પછી તેને સારું થવામાં ઘણો સમય લાગે છે અને તે શરીરમાં કોઇપણ જગ્યાએ થઈ શકે છે. આ રોગમાં તમારી ચામડી સાવ સુકી અને ફાટેલી દેખાવા લાગે છે અને તે જગ્યા ખુબ જ મીઠી ખંજવાળ આવવા લાગે છે. આ રોગમાં ચામડી પર ધાધરની જગ્યાએ ક્ષાર બાઝી જાય છે.
આ રોગ શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં અમુક પ્રકારની સમસ્યાઓ થવાના કારણે થાય છે. જયારે અમુક વિશેષજ્ઞ દ્વારા જણાવે છે કે આ એક આનુવંશિક રોગ છે. જે પેઢી દર પેઢી ચાલ્યા કરે છે. આ રોગ માનસિક અસર પણ કરે છે. આયુર્વેદમાં આ રોગનો સચોટ ઈલાજ છે. આપણા આયુર્વેદમાં આ ધાધરના રોગને મટાડવા માટે ખુબ જ સચોટ ઉપાય બતાવવામાં આવ્યા છે.
આયુર્વેદ પ્રમાણે આપણા ખાવા-પીવામાં ગરબડ થવાના કારણે બીમારીઓ થાય છે. એટલે ધાધર થવાનું મુખ્ય કારણ અમુક વિષાક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું. આ રીતે મીઠાવાળા ખોરાક સાથે દૂધનું સેવન કરવું, દહીં સાથે કાકડી ખાવી, ખીર સાથે દહીં ખાવું, લસ્સી ખાવી, લીંબુ કે સંતરા ખાવા અને દહીં સાથે દુધમાં બનાવેલા પદાર્થોનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.
આ સિવાય અમુક શારીરિક પ્રક્રિયાઓને રોકવાથી પણ ધાધર થઈ શકે છે. જેમકે, મળમૂત્રના પ્રવાહને રોકી રાખવો, તરસને રોકી રાખવી, છીંકને રોકી રાખવી, ઊંઘને રોકી રાખવી, ઓડકારને રોકી રાખવો, આ સિવાય ઠંડા તેમજ ગરમ સ્થળો પર જવાથી પણ ધાધર થાય છે.
તમે ખુબ જ તીખું, ખાટું, ભારે ખોરાકનું સેવન કરો છો પણ તમને આ સમસ્યા થઈ શકે છે, આ સિવાય બપોરે સુવું. વ્યાયામ કર્યા પછી તરત ન્હાવા ન જવું. જેવી સમસ્યાઓ ધાધરને નિમંત્રણ આપે છે. તમારે પણ આ વાતનું ધ્યાન રાખવું કે તમારા રોજીંદા જીવનમાં આવી ભૂલો ન કરવી.
આમ, આ રીતે ઉપચાર કરવાથી ધાધરની તકલીફ દૂર થાય છે. આ ઈલાજમાં બનાવવામાં આવતું તેલ આયુર્વેદિક જડીબુટ્ટીઓ અને ઔષધિઓ દ્વારા બનતું હોવાથી શરીરમાં કોઈ વધારાની આડઅસર કરતું નથી. આ ઈલાજ કરવાથી ચોક્કસ રીતે ધાધર મટી જાય છે. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.