Health

ચોમાસામાં તમારા પરિવારને ડેન્ગ્યુથી બચાવવા માટે કરો આ બે કામ

ચોમાસામાં  ડેન્ગ્યુ નામનો તાવ ઘણા લોકોને થાય છે અને સામાન્ય છે. આ બીમારી થવાનું મુખ્ય કારણ મચ્છર છે. કારણ કે આ ડેન્ગ્યું માદા એડીઝ ઈજીપ્તી મચ્છર કરડવાથી થાય છે. સામાન્ય લાગતો આ તાવ જીવલેણ સાબિત થઇ શકે છે. યોગ્ય સમયે આ તેની સારવાર લઈ લેવામાં આવે તો આ તાવના ગંભીર પરિણામથી બચી શકાય છે.

ખાસ કરીને ચોમાંચામાં મચ્છરનો પ્રભાવ બધી જ જગ્યાએ વધી જતો હોય છે. જેમાં એડીઝ ઈજીપ્તી મચ્છર પણ સામેલ છે. આ મચ્છર અન્ય મચ્છરો કરતા અલગ જ દિવસે કરડે છે, જેમાં ખાસ કરીને સવારમાં વધારે કરડે છે. જેની કરડવાની સુઈ અણીદાર હોય છે. આ મચ્છર ચોમાચામાં ખાસ કરીને જુલાઈથી ઓક્ટોબર સુધીમાં વધારે ફેલાય છે. કારણ કે આ મચ્છરના વિકાસ માટે આ સમયે અનુકુળ વાતાવરણ મળી જાય છે. આ મચ્છર વધારે ઉંચે સુધી ઉડી શકતું નથી જેથી આ ઋતુ તેને ખોરાક અને પાણી માટે અનુકુળ આવે છે.

ડેન્ગ્યુ તાવથી અસરગ્રસ્ત વ્યક્તિના લોહીમાં ડેન્ગ્યુ વાયરસ વધારે પ્રમાણમાં હોય છે. જ્યાંરે આ સમયે આવા ભોગ બનેલા વ્યક્તિને આ મચ્છર કરડે ત્યારે આ વ્યક્તિના શરીરમાંથી પોતાની સુઈ દ્વારા લોહી સુચે છે. જેના લીધે લોહીના માધ્યમથી આ વાયરસ પણ મચ્છરના શરીરમાં જતો રહે છે. જ્યારે આ મચ્છર બીજા કોઈ સ્વસ્થ વ્યક્તિને કરડે છે તો આ સમયે મચ્છરની સૂઈના માધ્યમથી આ વ્યક્તિના શરીરમાં આવી જાય છે. જેનાથી આ વ્યક્તિમાં ડેન્ગ્યુ વાયરસનું સંક્રમણ ફેલાવા લાગે છે અને આ વ્યક્તિમાં પણ ડેન્ગ્યું તાવ લાગુ થઈ જાય છે.

ભોગ ગ્રસ્ત વ્યક્તિને કરડ્યા બાદ આ મચ્છર સામાન્ય માણસને કરડયા બાદ લગભગ 3 થી 5 દિવસમાં દર્દીના શરીરમાં ડેન્ગ્યુંના લક્ષણો દેખાવા લાગે છે. જે લક્ષણો 10 દિવસમાં સુધીમાં તો ખુબ દેખાય આવે છે.

ડેન્ગ્યું 3 પ્રકારનો થઈ શકે છે. જેમાં સાધારણ ડેન્ગ્યું, હેમરેજીક ડેન્ગ્યું અને શોક સિન્ડ્રોમ ડેન્ગ્યું.  જેમાં બીજા અને ત્રીજા પ્રકારનો ડેન્ગ્યું વધારે ખતરનાક હોય છે. સામાન્ય ડેન્ગ્યુના લક્ષણો સામાન્ય તાવ જેવા જ હોય છે અને તે આપમેળે ઠીક થઈ શકે છે અને જેમાં મૃત્યુનું જોખમ રહેતું નથી. પરંતુ હેમરેજિક ડેન્ગ્યું અને શોક સિન્ડ્રોમ ધરાવતો ડેન્ગ્યું જીવલેણ થઈ શકે છે. આ માટે પહેલા એ જાણી લેવું જોઈએ કે તમને ક્યા પ્રકારનો ડેન્ગ્યું છે. જે તેના લક્ષણો પરથી જાણવા મળે છે.

સામાન્ય ડેન્ગ્યું હોય તો ઠંડી લાગ્યા બાદ અચાનક ખુબ જ તાવ આવી જાય. માથું, માંસપેશીઓ અને સાંધામાં દર્દ થાય, આંખોના પાછળના ભાગમાં દર્દ થાય, જે આંખોને દબાવવાથી કે હલાવવાથી વધી જાય છે. ખુબ જ કમજોરી લાગે અને ભૂખ ન લાગે તેમજ મોળો જીવ થાય, મોઢાનો સ્વાદ બગડી જાય, ગળામાં થોડો દુખાવો થાય, ખાસ કરીને ચહેરા, ગરદન અને છાતી પર લાલ-ગુલાબી રંગના ચકતાં થાય, આ તાવ 5 થી 7 દિવસ સુધી રહે છે અને દર્દી ઠીક થઇ જાય. આવા લક્ષણો આ સામાન્ય ડેન્ગ્યુમાં જોવા મળે છે.

હેમરેજીક ડેન્ગ્યુંમાં નાક અને પેઢામાં લોહી નીકળે, સંડાશ અને ઉલ્ટીમાં લોહી નીકળે, ચામડી પર ઘરેલા નીલા-કાળા રંગના નાના અને મોટા ચકતા પડી જાય છે.

જયારે શોક સિન્ડ્રોમ અવસ્થાના ડેન્ગ્યુંમાં દર્દી ખુબ જ બેચેન થઇ જાય છે અને તેજ તાવ સાથે ચામડી પણ ઠંડી થવા લાગે છે. આ લક્ષણો ધરાવતો દર્દી ધીરે ધીરે હોશ ખોવા લાગે છે. દર્દીની નાડી ક્યારેક તેજ તો ક્યારેક ધીરે ધીરે ચાલવા લાગે છે. જેમનું બ્લડપ્રેસર એકદમ લો થઈ જાય છે.ડેન્ગ્યુથી ક્યારેક પેટની અંદર પાણી પણ જમા થઈ જાય છે. ફેફસા અને લીવર પર તેની ખરાબ અસર પડે છે જેથી તે કામ કરવાનું બંધ કરી દે છે.

આ ડેન્ગ્યુને હડ્ડીતોડ તાવ પણ કહેવામાં આવે છે. કારણ કે આ તાવમાં હાડકા તુટવા જેવું દર્દ થાય છે. સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં ચાર પ્રકારના ડેન્ગ્યુંના વાયરસ ગણવામાં આવે છે. જો આ લક્ષણોમાંથી તાવની સાથે કોઇપણ લક્ષણો જોવા મળે તો ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

ઉપાય:1 આયુર્વેદમાં આ ડેન્ગ્યુને મટાડવાના ઉપચારો બતાવવામાં આવ્યા છે. જે આ મચ્છરથી થતા રોગથી બચાવી શકે છે. આ માટે ગળો, એલોવીરા, પપૈયાના પાંદડા અને દાડમનું જ્યુસ બનાવીને પીવાથી ડેન્ગ્યું મટી જાય છે. આ માટે દર ચાર કલાકે આ ચારેય વસ્તુનું 50-50 ગરમા જ્યુસ પીવાથી ડેન્ગ્યુનો તાવ મટે છે.

આ જ્યુસ બનાવવા માટે લીમડાના વૃક્ષ પરથી ગળોના તાજા વેલા લાવવા, જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હો તો દેશી ઓસડીયા વાળાની દુકાનેથી સુકા વેલા લાવવા કે ગળોનો પાવડર લાવી નાખવો. આ પછી તમારી નજીક કુવાર પાઠું કે એને લોકો એલોવીરા તરીકે ઓળખે છે જેને લાવવું. આ પછી પપૈયાના છોડ પરથી પપૈયાના પાંદડા લાવવા તેમજ દુકાનેથી દાડમ મળતું હોય ત્યાંથી દાડમ લાવી નાખવું.

આ બધી જ વસ્તુ લાવ્યા બાદ ગળોને મિક્સરમાં નાખીને કે ખાંડીને ગળોના વેલામાંથી રસ કાઢી લેવો. સુકો ગળો કે ચૂર્ણ લાવ્યા હોય તો તેને પાણીમાં પલાળીને રાખીને તેને પાણીમાં છૂંદો કરીને તેમાંથી રસ કાઢી લેવો ગાળીને પાણી લઈ લેવું.

કુવારપાઠાના છોડમાંથી પાંદડા તોડીને તેની અંદરથી ગર્ભ જે જૈલી જેવો પદાર્થ આવે છે જેને લઈ લેવો. પપૈયાના પાંદડાને છૂંદીને કે મિક્સરમાં નાખીને તેનો રસ કાઢી લેવો. આ પછી દાડમના દાણા કાઢીને તેની છાલો દૂર કરી તેમાંથી રસ કાઢી લેવો.

આ બધા જ રસને મિક્સ કરી મિક્સરમાં નાખીને તેનું જ્યુસ બનાવીને પીવાથી ડેન્ગ્યુમાં ખુબ જ ફાયદો થાય છે. શરીરમાં શક્તિ વધે છે, અને ધીરે ધીરે ડેન્ગ્યુમાંથી બચી શકાય છે. આ ઉપાય કરવાથી ઈમ્યુનીટી પણ વધે છે અને ડેન્ગ્યુનો વાયરસ પણ નાશ પામેં છે.

આ ઉપાય કરવાથી પ્લેટલેટ્સની સંખ્યા ઘટે છે જેને રોકવામાં પણ મદદ મળે છે. માનવ શરીરમાં 1 મિલીલીટર લોહીમાં 30 થી 40 હજાર પ્લેટલેટ્સ હોય છે. જેમા દિવસમાં ઘણા બધા પ્લેટલેટ્સ બને છે અને નાશ પામે છે.  જ્યારે શરીરમાં ડેન્ગ્યું લાગે છે ત્યારે આ પ્લેટલેટસ બનવાની ગતિ ધીમી પડી જાય છે. આ માટે દર્દીને પાણીની જરૂરીયાત પૂરી કરતી રહેવી પડે છે અને બ્લડપ્રેસર જોવામાં આવે છે. સાથે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાના પ્રયાસ કરવા કે જેથી આ ડેન્ગ્યું જલ્દી મટી જાય.

ઉપાય-2: આ ડેન્ગ્યુથી બચવા આયુર્વેદિક ઉપાય કરવાથી ખુબ જ સારો લાભ મળે છે. આ માટે એક કપ પાણીમાં એક ચમચી ગળોનો રસ, બે કાળા મરી, તુલસીના પાંચ પાંદડા અને આદુને ભેળવીને પાણીમાં ગરમ કરીને એક ઉકાળો બનાવવો. આ ઉકાળાનું દરરોજ બનાવીને પાંચ દિવસ સુધી સેવન કરવું. જો જરૂર જણાય તો આ ઉકાળામાં થોડું મીઠું અને ખાંડ પણ ભેળવી શકાય છે. દિવસમાં બે વખત, સવારે નાસ્તા પછી અને રાત્રે સુતા પહેલા લેવું. આ ઉપાય કરવાથી ડેન્ગ્યું ખુબ જ ઝડપથી મટી જાય છે.

આ સિવાય ડેન્ગ્યુના મચ્છરથી બચવું હોય તો ઘરની આજુબાજુમાં ગંદકી ન રાખવી જોઈએ. જ્યાં આજુબાજુ ખાડા ખાબોચિયા વધારે રહેતા હોય તો તેને ભરી દેવા જોઈએ. વધારે સમય સુધી કોઈ વાસણમાં પાણી ભરી ન રાખવું જેમાં આ મચ્છર ઈંડા મુકે છે અને તેમાંથી અનેક મચ્છર પેદા થાય છે.

આજુબાજુમાં પાણીમાં ફટકડીને પાણીમાં જંતુ નાશક છંટકાવ સમયાંતરે કરતો રહેવો, આ સિવાય મચ્છર દુર રહે તે માટે તુલસી કે ફુદીના જેવી નાની વનસ્પતિઓ વાવી દેવી જેની સુગંધથી મચ્છરો દૂર રહે છે. મચ્છર મારવા માટે જરૂરી હોય તેવા કપૂર વગેરેનો ધુમાડો નિયમિત રીતે કરતો રહેવો જોઈએ. જો તમારા વિસ્તારમાં ડેન્ગ્યુંનો ત્રાસ વધારે રહેતો હોય તો ડેન્ગ્યુંથી બચવા ડેન્ગ્યુની વેક્સીન પણ લઈ લેવી. જેના લીધે ડેન્ગ્યુના ખતરાથી બચી શકાય છે.

આમ, આ ઉપાય કરવાથી ડેન્ગ્યુથી બચી શકાય છે. જો ઉપરોકત બતાવેલા લક્ષણો વાળો તાવ જણાય તો જરૂરથી અમે બતાવેલા જ્યુસ અને ઉકાળાના ઉપાયો શરું કરી દેવા. જેથી ડેન્ગ્યુના જોખમથી બચી શકાય. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને તમે ડેન્ગ્યુના તાવથી બચી શકો.

આ આયુર્વેદિક ઉપચાર અને માહિતી સારી લાગી હોય તો નીચે આપેલા બ્લુ કલરના લાઈક બટન પર ક્લિક કરો જેથી તમને માહિતી ઝડપથી મળતી રહે. 

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *