આપણા દેશમાં સરકાર દરેક ક્ષેત્રો પર અલગ અલગ પ્રકારે યોજનાઓ લાવી રહી છે. જેમાં ગરીબથી માંડીને અમીરો બધાને માટે લાભ થય તેવી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. દેશમાં સરકાર કૃષિથી માંડીને ઉદ્યોગો સુધીની દરેક ક્ષેત્રો માટે યોજનાઓ અમલમાં મુકે છે.
આ બાબતે કેન્દ્રની મોદી સરકારે દેશના ખેડૂતોની પ્રગતિ થાય, ખેડૂતોનો વિકાસ થાય એ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ મુદ્દાને લઈએ સરકારદેશના ખેડૂતોની આવક બમણી કરવાની યોજના બનાવી રહી છે. આ દેશમાં સરકાર કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અનેક વખત જણાવી ચુક્યા છે કે અમે ખેડૂતોની આવક વધારવાના દરેક પ્રયાસો કરી રહ્યા છે. અમારો હેતુ ખેડૂતોની આવક બમણી કરવાનો છે.
ગમે તે સરકાર હોય ખેડૂતોનો મુદ્દો હોય ખેડૂતની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે તેવા મુદ્દાઓ અનેક વખત જોવા મળે છે. ખેડૂતોનો મુદ્દો હોય એટલે લોન માફીની વાત દરેક સરકાર કરતી હોય છે. અમુક સરકાર ચૂંટણી વખતે લોન માફી માટેના ચૂંટણી ઢંઢેરા કરતી હોય છે. અમુક રાજ્યોમાં સરકારોએ ખેડૂતોની લોન માફ કરી હોય તેવા તેવા ઘણા મુદ્દા જોવા મળે છે.
ખેડૂતોની લોન માફીની યોજના વિશે હાલમાં જ સંસદમાં પ્રશ્ન ઉભો થયો હતો કે શું સરકાર ખેડૂતની લોન માટેની કોઈ યોજનાં બનાવી રહી છે કે શું? આ જવાબમાં રાજ્ય નાણા મંત્રી શ્રી ભાગવત કિશનરાવ કરાડે સંસદમાં જણાવ્યું હતું કે હાલમાં સરકાર એવો કોઈ લોન માફી અંગે કોઈ યોજના સરકારે હાલ સુધી બનાવી નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં વર્ષોથી કરોડો રૂપિયાનું દેવું ખેડૂતો માથે છે. નાબાર્ડના આંકડા મુજબ ભારતના કિસાનો પર 16.8 લાખ કરોડ રૂપિયાનું દેવું હાલની તારીખે છે. આ આંકડા મુજબ દેશના ખેડૂતો પર તમિલ નાડુ રાજ્યોના ખેડુતો પર સૌથી વધારે વધારે પ્રમાણમાં છે. તમિલનાડુ રાજ્યના ખેડૂતોની પર 1.89 લાખ કરોડ રૂપિયાનું દેવું છે.
આ દેવા હેઠળ ગુજરાતનો પણ સમાવેશ છે. આ જ નાબાર્ડના આંકડાઓ મુજબ ખેડૂતો ભારે દેવાના ભાર તળે દબાયેલા છે. રાજ્યનાં ખેડૂતો પર માર્ચ 2021 સુધીમાં લગભગ 90695.25 કરોડ રૂપિયાનું દેવું છે. આ દેવા હેઠળ 4345798 ખાતા ધારકો છે જેમના પર સયુંકત આટલું દેવું બતાવે છે. સૌથી દેવાદાર અન્ય રાજ્યોમાં જોવામાં આવે તો તેમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક વગેરે રાજ્યોના ખેડૂતો પર દેવું છે.
સૌથી વધુ એકાઉન્ટ પર ધરાવતા રાજ્યોમાં તમિલનાડુ, ઉતર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. જ્યારે ખેડૂતો પર ઓછા દેવાની બાબતતમાં દમણ અને દીવ, લક્ષદીપ, સિક્કિમ, લદાખ, મિઝોરમનો સમાવેશ થાય છે.
આ 5 રાજ્યોમાં ઓછા એકાઉન્ટ પર દીવ અને દમણ, લક્ષદીપ, સિક્કીમ, લદાખ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે. આં રીતે નાબાર્ડ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ આ રાજ્યોમાં ખેડૂતો પર પર દેવું છે. જેમાં ગુજરાતનો પણ સમાવેશ થઇ જાય છે.
અમુક રાજ્યોને ચૂંટણી જીત્યા બાદ ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. આ પહેલા પણ અનેક વખત સરકારોએ ખેડૂતોના દેવા માફ કર્યા છે. જેના લીધે ખેડૂતો ચુંટણી સમયે લોન માફીના મુદ્દા પર નજર રાખતા હોય છે. પરંતુ સરકાર દ્વારા અત્યાર સુધીમાં ખેડૂતોનું દેવું વધતું જતું હોવાને લીધે હવે કોઈ લોન માફી યોજના વિશે પ્લાન ઘડવામાં આવતો નથી.
હાલમાં જ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત પંજાબ સરકારે કરી છે. આ જાહેરાત કૃષિ લોન માફી યોજના હેઠળ મજૂરો અને જમીન વિહોણા ખેડૂત સમુદાય માટે આ યોજના બનાવવામાં આવી છે. જેમાંસાડા પાંચ લાખ ખેડૂતોની 4624 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. જેના પગને અન્ય રાજ્યોના ખેડૂતોમાં પણ લોન માફી અંગેની માંગ ઉઠે છે.