હાલમાં પ્રદુષણ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે, જેના લીધે લોકો ઇલેક્ટ્રિક વાહન અપનાવી રહ્યા છે. જેમાં પણ હવે કંપનીઓ આવા ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરી રહી છે. જેમાં ગ્રાહકોને ફાયદો થાય તેવા ઇલેક્ટ્રિક વાહનો બજારમાં આવી રહ્યા છે.
પરંતુ હાલની સ્થિતિ જોતા આવા વાહનોના ભાવ પણ વધારે છે, જે સરકાર દ્વારા સબસીડી આપતા છતાં સામાન્ય જનતાને આ ભાવ પરવડે તેમ નથી. જયારે ઘણા લોકો લોનના સહારે આવા વાહનો ખરીદે છે. જયારે હવે એક એવો વિકલ્પ પણ આવ્યો છે, કે જે બધાને પરવડે છે. આ ભાવ પ્રમાણે જોતમે નાણાકીય રીતે સક્ષમ ન હો તો પણ આ જુના વાહનમાં જ બેટરી ફીટ કરાવીને તમેં તેને ઇલેક્ટ્રિક વાહન બનાવી શકો છો.
બેંગ્લોરમાં આવેલ કેટલાક સ્ટાર્ટઅપે પેટ્રોલ સ્કૂલને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવાનું શરૂ કરી દીધું છે. જેથી હવે તમારે નવું ઈ સ્કૂટર ખરીદવાની જરૂર નહિ પડે. રાઈડ-શેરીંગ સ્ટાર્ટપણ કંપનીઓને આવી સ્કીમ શરૂ કરી દીધી છે.
કંપની ઈલેક્ટ્રીક મોટર અને બેટરી લગાવીને કોઇપણ પેટ્રોલ એન્જીન સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કરે છે. આ માટે કંપની માત્ર 20 હજાર રૂપિયામાં તમે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કરે છે. આવી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં એક હજારથી વધુ જુના સ્કૂટરને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કન્વર્ટ કર્યા છે.
આવી રીતે કંપની જૂના સ્કૂટરમાં રેટ્રોફીટ કીટ લગાવે છે. જેમાં ઇલેક્ટ્રિક મોટર અને બેટરીનો સમાવેશ થાય છે. માટે સ્કૂટરમાં જે બેટરી લગાવામાં આવી છે, તે સિંગલ ચાર્જ પર 65 કિમી સુધી ચાલે છે. આ લગાવવામાં આવેલા કીટ સર્ટીફાડ છે.
અ રીતે હવે બાઉન્સ કંપની દ્વારા પાયલટ પ્રોજેક્ટ તરીકે જૂના ટ્રેડીશનલ સ્કૂટરને હવે ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ફેરવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. કંપનીએ હવે આ બાબતે મોટું માર્કેટ બનવાની આશા છે. જેથી કંપની હવે સ્કૂટર માલિકો માટે સર્વિસ સેન્ટર પણ ખોલી રહી છે. આ કંપનીની સાથે Etrio અને Meladath ઓટો કમ્પોનન્ટ પણ સામેલ છે.
Meladath દ્વારા સરળ હાઈબ્રીડ કીટ લોન્ચ કરવામાં આવી છે. આનાથી જૂના વાહનને સરળતાથી ઇલેક્ટ્રિક હાઈબ્રીડ સ્કૂટરમાં ફેરવી શકાય છે. આ સાથે તેને પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંને રીતે પણ ચલાવી શકાય છે. અ રીતે આ કીટ ફિટ કરવા માટે 40 હજાર રૂપિયા જેટલો ચાર્જ લાગી શકે છે.
સરકાર દ્વારા પણ આ રીતે કીટ ફીટ કરવા માટે સબસીડી આપવામાં આવી રહી છે. જેમાં સરકાર દ્વારા 15000 રૂપિયા સુધીની સબસીડી આપવામાં આવે છે. તેનાથી કિલોવોટ દીઠ 2000 રૂપિયાની બચત થાય છે. લીથીયમ બેટરીની કિંમત પ્રતિ કિલોવોટ 13 થી 15 હજાર સુધીની હોય છે.
એક ઇલેક્ટ્રિક સ્કૂટર તૈયાર કરવા માટે લગભગ 30 થી 45 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ માટે બધા જ કામમાં ખર્ચાળ તેની મોટર છે.આ રીતે દરેક જૂના વાહનોમાં મોટર ફીટ કરીને તેને ઇલેક્ટ્રિકમાં ફેરવી શકાય છે. જે બે પ્રકારની મોટર આવે છે જેમાં હબ મોટર અને મીડ ડ્રાઈવ મોટરનો સમાવેશ થાય છે.