ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેના લીધે ઘણા રાજકીયફેરફારો ઘણા સમયથી થઈ રહ્યા છે. જેનો દોર દિલ્હીથી લઈને ગુજરાત સુધી છે. આ માટે ગુજરાતમાં નેતાઓની એકબીજા સાથેની મુલાકાતો રાજનીતિમાં ફેરફાર થવાનાં સંકેત જણાવે છે.
હાલમાં જ કોન્ગ્ર્રેસનાં ધારાસભ્ય દ્રારા ગુજરાતના મંત્રી સાથે મુલાકાત કરી હતી, જેને લઈને રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. જે સમાચારો જોતા ગુજરાતનાં કોંગ્રેસનાં રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરએ રાજ્યસરકારના મંત્રી મુકેશ પટેલ સાથે મુલાકાત કરી છે.
આ મુલાકાતથી કોંગ્રેસની ઊંઘ ઉડી છે. આ મુલાકાતને લઈને રાજનીતિક જાણકારો અલગ અલગ પોતાનો મત રજૂ કરી રહ્યા છે. જેને લઈને રાજકારણ ગરમ થયું છે. અમરીશ ડેર એક કોંગ્રેસનાં બાહુબલી નેતા ગણાય છે અને એક જનૂની મિજાજ ધરાવે છે.
જેને એક કોંગ્રેસના કટ્ટર નેતા ગણવામાં આવે છે. પરંતુ તેને ભાજપના આ મંત્રી સાથે મુલાકાત કરી અને સાથે ફોટો સેશન કર્યું છે. જેના લીધે કંઇક નવા જૂની થવાના સંકેત આપે છે. આ બાબતને લઈને તેને એક એક ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.
આ ટ્વીટમાં તેણે રાજ્યક્ષાના મંત્રી મુકેશ પટેલ સાથે મુલાકાત કરી હોવાની માહિતી આપી છે, અને સાથે જણાવ્યું છે કે તોક્તે વાવાઝોડા બાદ ખેડૂતોને ભોગવવી પડતી મુશ્કેલી બાબતે અમે મુલાકાત કરી હતી. અને આ પરિસ્થિતિ લઈને સંબધિત અધિકારીઓને સુચના આપી દીધી હોવાની વાતનો ખુલાસો કર્યો છે.
આ બાબતને લઈને તેને માત્ર આ એક શુભેચ્છા મુલાકાત હોવાનું અને તે એક ખેદુતીના પ્રશ્નોને લઈને થઇ હોવાનું કહ્યું છે. પરંતુ રાજનીતિક જાણકારો આ બાબતને એક સંકેતની નજરે જોઈ રહ્યા છે. તેમજ આવનારા સમયમાં કોંગ્રેસ તૂટી રહી હોવાના સંકેત આપી રહ્યા છે.
આવાનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી છે. જેને લઈને આવી મીટીંગોનો દોર ચાલુ થઇ જતો હોય છે. જેને લઈને આવી મુલાકાત ઘણી બધી બાબત કહી જાય છે. આમ પણ કોંગ્રેસના મોટાભાગના નેતા એક એક કરીને ભાજપમાં ભળી ગયા છે. જેને લઈને લોકોને આ અન્ય પાર્ટી સાથેની મુલાકાત અને એ પણ જાહેર રીતે કરવામાં આવે તો સંભવ છે કે કોઈ ફેરફાર થવાનો હોય.