GujaratPolitics

જાણો સરકાર બની તો દેવા માફી થી લઇ ને વીજબીલ માટે શું કહ્યું કોંગ્રેસે

મિત્રો આજે અમે તમને આ આર્ટીકલ દ્વારા કોંગ્રેસ સરકારે કરેલી ગુજરાતને જાહેરાત વિશે વાત કરવાના છીએ તથા તેમણે એ પણ જણાવી દીધું છે કે આગામી ચૂંટણીમાં જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવશે તો કેવા કેવા લાભો તેમજ કેટલી કેટલી અને કઈ કઈ મોંઘી વસ્તુઓ સાવ સસ્તા પ્રમાણમાં મળી રહેશે તેને વિશે માહિતી આપી દઈએ.

મિત્રો તમને બધાને ખબર છે કે આગામી થોડા જ સમય પછી ચુંટણી આવવાની છે તે ચુંટણીમાં આ વખતે કોંગ્રેસ સરકારની જો ગુજરાતમાં જીત થશે તો તે ગુજરાત વાસીઓને તેમણે કરેલી જાહેરાત અનુસાર તેમની પહેલી જ કેબીનેટમાં તેમણે જાહેરાત કરી છે કે અમે ૩ લાખનું દેવું માફ કરીશું.

આ દેવું માફની જાહેરાત સાંભળીને ખેડૂત વાસીઓ આનંદમાં આવી ગયા હતા તથા તેમણે વીજળીની જે અત્યારે ખેડૂતવાસીઓને અગવડતા પડે છે તે પણ આગામી દિવસોમાં અગવડતા હવે નહિ પડે તેની જાહેરાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચુંટણી આગામી નજીકના દિવસોમાં હોય તેથી પાર્ટીઓ અલગ અલગ વચનો આપવા માંડી છે કે જો આગામી વિધાનસભાની ચુંટણીમાં અમારી સરકાર હશે તો અમે લોકોને આટલી વસ્તુ સાવ ફ્રી માં આપીશું.

ગુજરાતની જનતાને કોંગ્રેસ સરકારે આપેલા વચનો :

હવે અમે તમને આગામી સમયમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રસ સરકારે ગુજરાતની જનતાને કેવા કેવા લાભો અને ફાયદાઓ કરશે તેના વિશે તમને માહિતી આપી દઈએ તેમણે કરેલી જાહેરાત મુજબ તેમણે કહ્યું છે કે જો અમારી સરકાર રચાશે તો પહેલી જ કેબીનેટમાં તમામ ખેડૂતોનું ૩ લાખ સુધીનું દેવું માફ કરવાની જાહેરાત કરી છે, તેમજ તેમણે ખેડૂતોને વીજળી 10 કલાક સુધી સંપૂર્ણપણે માફ કરવાની પણ જાહેરાત કરી છે, ખેડૂતે તૈયાર કરેલો પાક ઓછા ભાવે ખરીદી ઉપર પ્રતિબંધનો કાયદો તે લોકો ઘડશે, ટેકાના ભાવ ઉપર બોનસ પણ આપશે, પશુપાલક માટે પણ એક મહત્વની જાહેરાત કરી છે કે દુધાળા પશુઓના દૂધ ઉપર તે પ્રતિલીટર દીઠ રૂપિયા 5 નું બોનસ આપશે.

જમીન માપણી માટે પણ તેમણે એક સરસ મજાની જાહેરાત કરી છે કે જે જૂની જમીનની માપણી છે તે હવે પાછી નવેસરથી કરવામા આવશે, જે લોકો શિક્ષિત બેરોજગાર છે તે તમામ બેરોજગાર લોકોને નવી નીકરી આપશે, તથા જે માલધારી છે તેમને ખેડૂતનો દરજ્જો આપવામાં આવશે, તેમણે તાલુકા પ્રમાણે ખેડૂત સહાયતા કેન્દ્રો શરુ કરવાની પણ જાહેરાત કરી છે, દરેક ખેડૂતને તેમણે તૈયાર કરેલા પાકનો સારામાં સારો ભાવ આપવામાં આવશે, શહેર અને ગામડાના વિસ્તારમાં તમામ વીજદર રીવાઈઝ કરવામાં આવશે તેવી તેમણે જાહેરાત કરી છે.

આ સાથે એવું કહેવામાં આવે છે કે કોંગ્રેસે આગામી ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં જો કોંગ્રેસ સરકાર આવશે તો આટ આટલા લોકોને ફાયદાઓ કરશે તેની જાહેરાત કરી છે તથા એવું કહેવામાં આવે છે ચુંટણી વખતે કોંગ્રેસ પાર્ટીએ વચનોની તો લાણી કરી દીધી છે.

આમ, અમે તમને આ આર્ટીકલમાં કોંગ્રેસ સરકારે આપેલા વચનો વિશે વાત કરી.   

Gujaratime.com એ ઓનલાઈન સમાચાર પૂરું પાડતું ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ વેબસાઈટના માધ્યમથી ગુજરાતી ભાષામાં વિવિધ સમાચારો, લેખો, મનોરંજન, સ્ટોરી, બિઝનેસ, લાઈફ સ્ટાઈલ, ધાર્મિક, રમતગમતને લગતા વિવિધ અને સચોટ માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે.

What's your reaction?

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *